“ધોરણ – ૯ ના વિજ્ઞાન અને ટેકનોલોજી વિષયમાં ‘આપણી નૈસર્ગિક સંપતિ’ એકમ પર કમ્પ્યુટર આધારિત કાર્યક્રમની રચના અને અસરકારકતા”
રાઠોડ સોનલ. આર
(એમ.એ., એમ.એડ્.)
સારાંશ
પ્રસ્તુત સંશોધનનો હેતુ ધોરણ – ૯ ના વિજ્ઞાન અને ટેકનોલોજી વિષયમાં ‘આપણી નૈસર્ગિક સંપતિ’ એકમ પર કમ્પ્યુટર આધારિત કાર્યક્રમની રચના અને તેની અસરકરકતા તપાસવાનો હતો. સંશોધનને અનુરૂપ શૂન્ય ઉત્કલ્પનાઓ રચવામાં આવી હતી આ શૂન્ય ઉત્કલ્પનાઓ માટે નવસારી શહેરની નગરપાલિકા હાઈસ્કુલ શાળાના ધોરણ – ૯ ના ૯૪ વિદ્યાર્થીઓમાંથી ૪૮ કુમારો અને ૪૬ કન્યાઓ ની યાર્દચ્છિક રીતે પસંદગી કરેલ હતી. લક્ષ્યકસોટી અને અભિપ્રાયાવલિનો ઉપયોગ કર્યો હતો. શૂન્ય ઉત્કલ્પનાઓની t – મૂલ્ય, F – મૂલ્ય અને ગણતરી કરવામાં આવે હતી.
૧.પ્રસ્તાવના :-
શિક્ષણનું માનવીના જીવનમાં ઘણું જ મહત્વનુ છે. આદિકાળથી કેળવણીની જરૂરિયાત પ્રત્યે માનવ માટે જમાના અનુસાર અનિવાર્ય હતી અને આજે પણ છે. કેળવણી વગર માનવ જીવનની દિશા પકડી શકાતી નથી. પ્રાચીનથી અર્વાચીનકાળ સુધી માનવીની પ્રગતિ તેના શિક્ષણના પરિણામે થઈ છે. માનવ જંગલી અવસ્થાથી સુસંસ્કૃત બન્યો તે બધાની પાછળ તેના શિક્ષણના મૂળ રહેલા છે. આમ, શિક્ષણ માનવજીવન માટે અલ્પવૃક્ષ સમાન છે.
વર્ગખંડો સુધી અવનવી ટેકનિકોની અજમાયશ કરી વિદ્યાર્થીઓની કુશળતા માટે બાજુ પ્રસરાય તે માટે જાગૃત થવાનો સમય આવી ગયો છે. ટેકનોલોજીએ ૨૧ મી સદીના દ્વાર ખટખટાવ્યા છે. અને કહે “મારો ઉપયોગ તમારા હિટ અને કલ્યાણ માટે કરી શકો તેટલો કરો” આ ટેકનોલોજીની અગ્રગણ્ય ભેટ કમ્પ્યુટર છે. તેમણે જીવનના દરેક ક્ષેત્રોમાં પ્રાણ પૂર્યા ત્યારે શું શિક્ષણ ક્ષેત્ર તેનાથી બાકાત રહી શકે ખરું ?
હાલ શિક્ષણવિદ્દો પણ કમ્પ્યુટર દ્વારા શિક્ષણને અધ્યયનના મહત્વના અભિગમો પૈકી એક તરીકે મૂલવી રહ્યા છે. ત્યારે વિજ્ઞાન અને ટેકનોલોજી વિષયમાં કમ્પ્યુટર આધારોત કાર્યક્રમની શિક્ષણને જીવંત, રસપ્રદ, સરળ અને ચિરંજીવી બનાવી શકાય ? કમ્પ્યુટર આધારિત કાર્યક્રમ દ્વારા અપાતા શિક્ષણની અસરકારકતા પરંપરાગત શિક્ષણની તુલનામાં કેવી હશે ? આ મુજબના પ્રશ્નોના ઉત્તર મેળવવા સંશોધકે પ્રસ્તુત સંશોધન હાથ ધર્યું હતું.
૨.સમસ્યાકથન :-
પ્રસ્તુત સંશોધન માટેની સમસ્યા આ પ્રમાણે શબ્દબધ્દ્ર કરવામાં આવી હતી.
”ધોરણ – ૯ ના વિજ્ઞાન અને ટેકનોલોજી વિષયમાં ‘આપણી નૈસર્ગિક સંપતિ’ એકમ પર કમ્પ્યુટર આધારિત કાર્યક્રમની રચના અને અસરકારકતા”
3.પારિભાષિક શબ્દોની વ્યાખ્યા :-
પ્રસ્તુત સંશોધનના શીર્ષકમાં સમાવિષ્ટ શબ્દો પણ તેને ચોક્કસ અર્થ સાથે પ્રયોજાય છે. આથી શબ્દોને વ્યાખ્યાયિત કરવાનું જરૂરી બને છે.
ધોરણ – ૯
રાષ્ટ્રીય શિક્ષણ પંચ (૧૯૬૪-૬૬) દ્વારા નિર્દેશ કરેલ ૧0 + ૨ + ૩ શિક્ષણની નવી તરેહ અસ્તિત્વમાં આવી ધોરણ – ૧0 પછી તબક્કો અર્થાત + ૨ નો તબક્કો ઉચ્ચતર માધ્યમિક શિક્ષણનો તબક્કો ગણાય છે. પરંતુ ૧ થી ૧0 ધોરણના સામાન્ય શિક્ષણમાં ધોરણ – ૮, ૯, ૧0 માધ્યમિક શિક્ષણનો તબક્કો ગણાતો હતો પરંતુ હવે પછી ધોરણ – ૧ થી ૮ પૈકી ધોરણ – ૧ થી ૫ નો તબક્કો ઉચ્ચતર માધ્યમિકનો ગણાય છે. હવે પછી ૨૦૧૧ થી ૯ થી ૧૨ ધોરણનો એક સ્વતંત્ર એકમનું પ્રારંભિક ધોરણ તે ધોરણ – ૯ છે અને પૂર્વના માધ્યમિક શિક્ષણના તબક્કા પૈકી ૮, ૯ અને ૧0 ધોરણ પૈકીનું ૮ પછીનું ધોરણ તે ધોરણ – ૯.
વિજ્ઞાન અને ટેકનોલોજી
”વિજ્ઞાન એટલે નિરીક્ષણ અને અનુભવ ઉપરથી વ્યવસ્થા પ્રમાણે નિયમ શોધીને ગોઠવેલું જ્ઞાન.”
”વિજ્ઞાનના સિધ્દ્રાંતો અને ટેકનિકનો અવનવા પદાર્થો, સાધનો, ઉપકરણો અને પધ્ધ્તિઓ વિકસાવીને માનવીની સમૃધ્ધિ અને સુખાકારી વધારવી તેમજ માનવજીવનને ઉત્કૃષ્ટ બનાવવા માટેની ક્રિયાને ટેકનોલોજી કહેવાય.
નૈસર્ગિક સંપતિ
”કુદરતમાંથી મળતી બધીજ ઉપયોગી વસ્તુઓ અને પૃથ્વીની ભૌતિક પર્યાવરણની લાક્ષણિકતાઓ કે જેનો ઉપયોગ માનવવસ્તી કરે છે. તેને નૈસર્ગિક સંપતિ કહેવાય છે.
કમ્પ્યુટર આધારિત કાર્યક્રમ
કમ્પ્યુટર આધારિત કાર્યક્રમ એટલે વિદ્યાર્થીઓ ને આપણી નૈસર્ગિક સંપતિ એકમનું શિક્ષણ આપવા માટે તૈયાર કરેલ કમ્પ્યુટર આધારિત વિષય વસ્તુની પાવર પોઈન્ટ સ્લાઈડ કહી શકાય.
અસરકારકતા
ભગવતગોમંડળ માં જણાવ્યા અનુસાર અસરકારકતા એટલે,
- ગુણાકાર ફાયદો કરનાર
- બળવાન પ્રબળ
- સચોટ, રામબાણ, સફળ
પ્રસતુત સંશોધનમાં અસરકારકતા એટલે ‘ભારત ઉદ્યોગ’ એકમ ઉપર CAI કાર્યક્રમ દ્વારા અધ્યયન અને શિક્ષણ કરાવ્યા બાદ વિદ્યાર્થીઓની સિધ્ધાંતનું મૂલ્યાંકન કરી કઈ પધ્ધતિ વધુ અસરકારક રહી તે ચકાસવાની પ્રક્રિયા.
૪.સંશોધનના હેતુઓ
સંશોધકે પ્રસ્તુત સંશોધન નીચીના હેતુઓને ધ્યાનમાં લઈને કર્યું હતું.
૧. ધોરણ – ૯ ના વિજ્ઞાન અને ટેકનોલોજી વિષયમાં “આપણી નૈસર્ગિક સંપતિ” એકમ પર
કમ્પ્યુટર આધારિત કાર્યક્રમની રચના કરવી.
૨. ધોરણ – ૯ ના વિજ્ઞાન અને ટેકનોલોજી વિષયમાં “આપણી નૈસર્ગિક સંપતિ” એકમ પર
કમ્પ્યુટર આધારિત કાર્યક્રમની રચના કરવી.
૩. ધોરણ – ૯ ના વિદ્યાર્થીઓ પર કમ્પ્યુટર આધારિત કાર્યક્રમ દ્વારા થતા શિક્ષણ કાર્ય અને
પરંપરાગત પધ્ધતિ દ્વારા થતા શિક્ષણ કાર્યનો તુલનાત્મક અભ્યાસ કરવો.
૪. ધોરણ – ૯ ના કુમારો પર કમ્પ્યુટર આધારિત કાર્યક્રમ દ્વારા થતા શિક્ષણકાર્ય અને
પરંપરાગત પધ્દ્રતિ દ્વારા થતા શિક્ષણ કાર્યનો તુલનાત્મક અભ્યાસ કરવો.
૫. ધોરણ – ૯ ની કન્યાઓ પર કમ્પ્યુટર આધારિત કાર્યક્રમ દ્વારા થતા શિક્ષણ કાર્ય અને
પરંપરાગત પધ્દ્રતિ દ્વારા શિક્ષણ કાર્યનો તુલનાત્મક અભ્યાસ કરવો.
૫.સંશોધનની ઉત્કલ્પના :-
પ્રસ્તુત સંશોધનમાં સંશોધકે પોતાના સંશોધનને અનુરૂપ શૂન્ય ઉત્કલ્પનાઓ નીચે પ્રમાણે રચેલ હતી.
HO1 પ્રાયોગિક જૂથ નિયંત્રિત જૂથના વિદ્યાર્થીઓના પૂર્વસિધ્ધ આંકની સરાસરી વચ્ચે અર્થસૂક તફાવત જોવા મળશે નહિ.
HO2 પ્રાયોગિક જૂથ અને નિયંત્રિત જૂથના વિદ્યાર્થીઓના ઉત્તર કસોટીના પ્રાપ્તાંકોની સરાસરી વચ્ચે અર્થસૂચક તફાવત જોવા મળશે નહિ.
HO3 પ્રાયોગિક જૂથ અને નિયંત્રિત જૂથના કુમારોના ઉત્તર કસોટી ના પ્રાપ્તાંકોની સરાસરી વચ્ચે અર્થસૂચક તફાવત જોવા મળશે નહી.
HO4 પ્રાયોગિક જૂથ અને નિયંત્રિત જૂથના કન્યાઓની ઉત્તર કસોટીના પ્રાપ્તાંકોની સરાસરી વચ્ચે અર્થસૂચક તફાવત જોવા મળશે નહિ.
૬.સંશોધનના ચલો :-
૧. સ્વતંત્ર ચલ :- પરંપરાગત પધ્ધ્તિ - કમ્પ્યુટર આધારિત કાર્યક્રમ
૨. પરતંત્ર ચલ :- ઉત્તર કસોટીના સિધ્દ્રિ પ્રાપ્તાંકો
૩. પરિવર્તક ચલ :- કુમાર, કન્યા
૭.સંશોધનની મર્યાદા :-
૧. પ્રસ્તુત સંશોધન ફક્ત નવસારી શહેરની શાળાના વિદ્યાર્થીઓ પુરતું જ મર્યાદિત
કરવામાં આવ્યું હતુ.
૨. પ્રસ્તુત સંશોધનમાં ફક્ત ધોરણ – ૯ ના વિદ્યાર્થીઓનો જ સમાવેશ કરવામાં આવ્યો હતો.
3. પ્રસ્તુત સંશોધનમાં ધોરણ – ૯ ના ગુજરાતી માધ્યમનો જ સમાવેશ કરવામાં આવ્યો હતો.
૪. ધોરણ – ૯ ના વિજ્ઞાન અને ટેકનોલોજી વિષયના ૨૭ પાઠો પૈકી માત્ર “આપણી નૈસર્ગિક સંપતિ” નું. એક જ એકમની પસદંગી કરી કમ્પ્યુટર આધારિત કાર્યક્રમની રચના કરવામાં આવી હતી.
૫. પ્રસ્તુત સંશોધન ફક્ત ૨૦૧૫ – ૧૬ ના શૈક્ષણિક વર્ષ પુરતુ મર્યાદિત કરવામાં આવ્યું હતું.
૮. નમૂનાની પસંદગી :-
પ્રસ્તુત સંશોધન માટેનું વ્યાપવિશ્વ નવસારી શહેરની ગુજરાતી માધ્યમની શાળાના ધોરણ – ૯ માં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ બને છે.
વ્યાપવિશ્વનું પ્રતિનિધિત્વ ધરાવતા નમૂનાની પસંદગી માટે નવસારી શહેરની નગરપાલિકા હાઈસ્કુલની પસંદગી કરવામાં આવી હતી. આ શાળામાં ધોરણ – ૯ ના કુલ ૨ વર્ગો હતા. તેમાં વિદ્યાર્થીઓની સંખ્યા ૯૪ હતી. તે પૈકી ૪૮ કુમારો અને ૪૬ કન્યાઓ હતી. ૪૮ કુમારો માંથી ૪0 કુમારો અને ૪૬ કન્યાઓ માંથી ૪0 કન્યાઓની પસંદગી યાર્દચ્છિક ચિઠ્ઠી ઉપાડ પધ્ધ્તિ દ્વારા કરવામાં આવી હતી.
૯. સંશોધનના પ્રકાર :-
પ્રસ્તુત સંશોધન વ્યવહારિક સંશોધન પ્રકારનું હતુ. તેમજ સંખ્યાત્મક સ્વરૂપ પણ ધરાવતુ હતુ.
૧૦. સંશોધન પધ્ધ્તિ :-
પ્રસ્તુત સંશોધન પ્રાયોગિક સંશોધન પધ્ધતિ મુજબ હાથ ધરવામાં આવ્યુ હતુ.
૧૧ સંશોધનનું ક્ષેત્ર :-
પ્રસ્તુત સંશોધનમાં ક્ષેત્ર વિજ્ઞાન અને ટેકનોલોજી તેમજ માધ્યમિક શિક્ષણને લાગુ પડતુ હતુ.
૧૨ માહિતી પ્રાપ્ત કરવા માટેના ઉપકરણો :-
પ્રસ્તુત સંશોધન માટે સંશોધકે નીચે જણાવેલ ઉપકરણો નો ઉપયોગ કર્યો હતો.
૧. લક્ષ્ય કસોટી
૨. અભિપ્રાયાવલિ
૧૩ માહિતી પ્રાપ્તિની રીત :-
પ્રસ્તુત સંશોધનમાં નમૂનાના પાત્રોને ‘લક્ષ્ય કસોટી’ અને ‘અભિપ્રાયાવલિ’ આ બે ઉપકરણો આપવામાં આવ્યા હતા. અને તેના પર પ્રાપ્ત પ્રતિચારોના ગુણાંકન માટે ઉપકરણની માર્ગદર્શિકામાં આપેલ સૂચનાઓનું અનુસરણ કરેલ હતું.
૧૪ માહિતી પૃથક્કરણની રીત :-
સારણી – ૧
પ્રાયોગિક જૂથ અને નિયંત્રિત જૂથના વિદ્યાર્થીઓના પૂર્વસિધ્ધ આંકને આધારે પૃથક્કરણ
0.0૫ કક્ષાએ તફાવત સાર્થક નથી.
સારણી – ૨
પ્રાયોગિક જૂથ અને નિયંત્રિત જૂથના વિદ્યાર્થીઓના ઉત્તર કસોટીના પ્રાપ્તાંકોને આધારે પૃથક્કરણ
૦૦૧ કક્ષાએ તફાવત સાર્થક નથી.
સારણી – 3
પ્રાયોગિક જૂથ અને નિયંત્રિત જૂથના કુમારોના ઉત્તર કસોટીના પ્રાપ્તાંકોને આધારે પૃથક્કરણ
0.0૧ કક્ષાએ તફાવત સાર્થક નથી.
૧૫. સંશોધનના તારણો :-
૧. પ્રાયોગિક જૂથ અને નિયંત્રિત જૂથના વિદ્યાર્થીઓના પૂર્વસિધ્ધ આંકના પ્રાપ્તાંકોની સરાસરી વચ્ચે અર્થેઅસૂચક તફાવત જોવા મળશે નહિ આથી કહી શકાય કે બંને જુથો સમકક્ષ હતા.
૨. પ્રાયોગિક જૂથ નિયંત્રિત જૂથના વિદ્યાર્થીઓના ઉત્તર કસોટીના પ્રાપ્તાંકોની સરાસરી વચ્ચે અર્થસૂચક તફાવત છે અને પ્રાયોગિક જૂથની તરફેણમાં હતો.
3. પ્રાયોગિક જૂથ અને નિયંત્રિત જૂથના કુમારોના ઉત્તર કસોટીના પ્રાપ્તાંકોની સરાસર વચ્ચે અર્થસૂચક તફાવત છે અને પ્રાયોગિક જૂથની તરફેણમાં હતો.
૪. પ્રાયોગિક જૂથ અને નિયંત્રિત જૂથની કન્યાઓના ઉત્તર કસોટીના પ્રાપ્તાંકોની સરાસરી વચ્ચે અર્થસૂચક તફાવત છે અને પ્રયોગિક જૂથની તરફેણમાં હતો.
૧૬. સંશોધનના શિક્ષણિક ફલિતાર્થો :-
૧. પ્રસ્તુત સંશોધન શાળાના શિક્ષકો આચાર્યોને સ્પર્શે છે. નૂતન પદ્ધતિથી માહિતગાર
થવુ અને તે અનુસાર વિદ્યાર્થીઓને નૂતન શિક્ષણ પદ્ધતિથી અધ્યયન – અધ્યપન કાર્ય કરાવવું જોઈએ. વિદ્યાર્થીઓને પુરતું માર્ગદર્શન આપવું જોઇએ. પ્રસ્તુત સંસોધનનાં પરિણામો શિક્ષકોને કમ્પ્યુટર આધારિત કાર્યક્રમ દ્વારા શિક્ષણ આપવા સૂચન કરે છે.
૨. એક વખત એકમને અનુરૂપ કાર્યક્રમ તૈયાર કર્યા પછી ઘણા લાંબા સમય સુધી
શિક્ષકની મહેનત બચાવી શકાય છે અને સમયાંતરે પરિવર્તન કરાવી શકાય છે એટલે કે એક જ વખત તૈયાર કરેલ કાર્યક્રમ એક કરતા વધુ વખત ઉપયોગમાં લઈ શકાય છે તેથી એકમને અનુરૂપ આવા કાર્યક્રમો અધ્યયન - અધ્યાપન માટે રચવા જોઇએ.
૧૭. સંદર્ભ સૂચિ :- ૧. એમ. પટેલ અને અન્યો (૨૦૦૪). વિજ્ઞાન અને ટેકનોલોજી પાઠ્યપુસ્તક ધોરણ – ૯ ગાંધીનગર : ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ દ્વારા પ્રકાશિત પૃ. ૩૧૧૨.
2. એન. ઠક્કર (૨003). ટેકનોલોજી : માનવ સર્જકતાની અભિવ્યક્તિ માધ્યમિક શિક્ષણ અને પરીક્ષણ અંતિમ અંક, ગાંધીનગર : ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ પૃષ્ઠ. નં. ૮
3. કે. જી. દેસાઈ અને અન્યો (૧૯૮૪) શૈક્ષણિક પરિભાષા અને વિભાવના (પ્રથમ આવૃતિ). અમદાવાદ : યુનિવર્સિટી ગંથનિર્માણ બોર્ડ.
૪. પી. એ. પટેલ અને એ. આઈ. ઉપાધ્યાય (૨૦૦૭). વિજ્ઞાન અભિનવ અધ્યાપન અમદાવાદ : નીરવ પ્રકાશન પૃ. ૨
૫. શાહ ડી. બી. (૨૦૦૪). શૈક્ષણિક સંશોધન અમદાવાદ : યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ. ગુજરાત રાજ્ય પૃ. નં. ૩૪૨