માધ્યમિક શાળાઓના વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્યનો કેટલાક ચલોના સદર્ભમાં અભ્યાસ
ગાયત્રી આર. દંતાલી
(બી..એ., એમ.એડ્.)
સારાંશ
પ્રસ્તુત સંશોધનનો હેતુ માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્યનો કેટલાક ચલોના સંદર્ભમાં અભ્યાસ કરવાનો હતો. સંશોધનને અનુરૂપ શૂન્ય ઉત્કલ્પનાઓ રચેલ હતી. આ શૂન્ય ઉત્કલ્પનાઓ માટે ગ્રામ્ય અને અર્ધશહેરી વિસ્તારની માધ્યમિક શાળાના ૪૦ વિદ્યાર્થીઓ અને ૪૦ વિદ્યાર્થીનીઓ એમ કુલ મળીને ૮૦ વિદ્યાર્થીઓનો નિદર્શ તરીકે પસંદ કરવામાં આવ્યો હતો. જુદી જુદી પદ્ધતિઓનો અભ્યાસ કાર્ય બાદ પ્રસ્તુત સંશોધન માટે ઉપયોગી એવી સર્વેક્ષણ પદ્ધતિનો ઉપયોગ અભ્યાસીકાએ પોતાના સંશોધનકાર્ય માટે કર્યો હતો. શૂન્ય ઉત્કલ્પનાઓની આંકડાશાસ્ત્રીય t–મૂલ્યની ગણતરી કરવામાં આવી હતી.
૧. પ્રાસ્તાવિક :-
સ્વાસ્થ્ય એ દરેક માનવી માટે અગત્યની બાબત છે. વ્યક્તિ જેટલી સ્વસ્થ્ય રહે છે તેટલી જ તેની પ્રગતિ અને સફળતાની તકો વધુ રહે છે. વ્યક્તિ પોતાની પ્રગતિ માટે શારીરિક-માનસિક તેમજ સામાજિક જીવનમાં સ્વસ્થ રહે તે ખુબ જ જરૂરી છે.
“માનસિક સ્વાસ્થ્ય” એટલે વ્યક્તિની માનસિક સ્થિતિ મજબુત હોય તે. વ્યક્તિ માનસિક રીતે તંદુરસ્ત હોય તે. આજના વિજ્ઞાન અને વિકાસના યુગમાં પ્રદુષણ અને ગ્લોબલ વોર્મિંગ જેવી સમસ્યાઓ સર્જાય છે. દરેક વ્યક્તિને કંઈકને કંઈક આર્થિક, સામાજિક, કૌટુંબિક, સંવેગિક કે માનસિક મૂંઝવણ હોય છે. આપણે શારીરિક સ્વાસ્થ્યને જેટલી સરળતાથી પારખી શકીએ છીએ તેટલી સરળતાથી માનસિક સ્વાસ્થ્યને જાણી શકતા નથી. વ્યક્તિ જયારે માનસિક રીતે સ્થિર અને તંદુરસ્ત ન હોય ત્યારે તેને કોઈ પ્રવુત્તિમાં રસ રહેતો નથી. તેનો સ્વભાવ ચીડિયો બની જાય છે. તે વારંવાર ક્રોધ કરે છે અને ઝઘડ્યા કરે છે, આથી વ્યક્તિ શારીરિક રીતે સ્વસ્થ રહે તેની સાથે માનસિક રીતે સ્વસ્થ રહે તે ખુબ જરૂરી છે.
માનસિક સ્વાસ્થ્ય વ્યક્તિના વ્યવસાયની દ્રષ્ટીએ ખુબ જ અગત્યનું પાસું માનવામાં આવે છે. કોઈપણ કાર્યને સફળતાપૂર્વક પાર પાડવા માટે તન અને મન બંને સ્વસ્થ હોવા જરૂરી છે. વિદ્યાર્થીએ અનેક પ્રકારની મૂંઝવણમાંથી પસાર થતો હોય છે. ખાસ કરીને તાણ, ચિંતા, હતાશા, અપાનુકુલન વગેરેનો અભાવ થતો હોય છે. અભ્યાસની સાથે સાથે પ્રાયોગિક કાર્યો સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ તેમજ શિક્ષણોત્તર પ્રવૃત્તિઓ પણ કરવાની હોય છે. આથી ઘણી વખત કેટલાક વિદ્યાર્થીઓ માનસિક રીતે તૂટી જાય છે. જેની અસર તેમની સિદ્ધિ પર પડતી હોય છે. આવા સમયે તેમને યોગ્ય માર્ગદર્શન મળે તે ખુબ જરૂરી છે.
૨. સમસ્યા કથન :-
પ્રસ્તુત સંશોધન માટેની સમસ્યા આ પ્રમાણે શબ્દબદ્ધ કરવામાં આવી હતી.
“માધ્યમિક શાળાઓના વિદ્યાર્થીઓના માનસિક-સ્વાસ્થ્યનો
કેટલાક ચલોના સદર્ભમાં અભ્યાસ”
૩. પારિભાષિક શબ્દોની વ્યાખ્યા :-
પ્રસ્તુત સંશોધનના શીર્ષકમાં સમાવિષ્ટ શબ્દો પણ તેના ચોક્કસ અર્થ સાથે પ્રયોજાય છે. આથી શબ્દોને વ્યાખ્યાયિત કરવાનું જરૂર બને છે.
માનસિક સ્વાસ્થ્ય
“માનસિક સ્વાસ્થ્ય એટલે વ્યક્તિ મનથી અંતરાત્માથી તંદુરસ્ત અને સ્વસ્થ રહે તે.”
સૈધાંતિક વ્યાખ્યા
“માનસિક સ્વાસ્થ્ય એટલે માનસિક સમસ્યાઓથી બચવા માટેનો પદ્ધતિસરનો અને સુયોજિત અને તેના પરિણામ તંદુરસ્ત વ્યક્તિત્વ વિકાસ.” (કોલમેન-૧૯૬૨ન શબ્દો, અશ્વિન જણસારી અને મુકેશ પ્રજાપતિ-૨૦૦૮)
વ્યવહારિક વ્યાખ્યા
“સામાન્ય શબ્દોમાં કહી શકાય કે સમગ્ર વ્યક્તિત્વની સુમેળભરી કામગીરી એટલે માનસિક સ્વાસ્થ્ય.”
૪ સંશોધનના હેતુઓ :-
સંશોધકે પોતાના મર્યાદિત સાધનો,શક્તિ અને સમયને લક્ષમાં લઈને નીચેના હેતુઓ નજર સમક્ષ રાખીને અભ્યાસ કરવાનું વિચાર્યું હતું.
૧. માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્ય પર જાતિની અસર તપાસવી.
૨. માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્ય પર શાળાના વિસ્તારની અસર તપાસવી.
૩. માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્ય પર શાળાના પ્રકારની અસર તપાસવી.
૪. માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્ય પર ચલોની સંયુક્ત અસર તપસવી.
૫. સંશોધનની ઉત્કલ્પના :-
પ્રસ્તુત સંશોધનમાં સંશોધકે પોતાના સંશોધનને અનુરૂપ શૂન્ય ઉત્કલ્પનાઓ નીચે પ્રમાણે રચેલ હતી.
H01 માધ્યમિક શાળામાં અભ્યાસ કરતા વિધાર્થીઓ (છોકરાઓ) અને વિદ્યાર્થીનીઓના માનસિક સ્વાસ્થ્યના સરાસરી પ્રાપ્તાંકો વચ્ચે સાર્થક તફાવત નહિ હોય.
૨. ગ્રામ્ય વિસ્તારની માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ અને અર્ધશહેરી વિસ્તારની માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્યના સરાસરી પ્રાપ્તાંકો વચ્ચે કોઈ સાર્થક તફાવત નહિ હોય.
૩. અનુદાનિત માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ અને બિનઅનુદાનિત માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્યના સરાસરી પ્રાપ્તાંકો વચ્ચે કોઈ સાર્થક તફાવત નહિ હોય.
૪. ગ્રામ્ય વિસ્તારની માધ્યમિક શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓના માનસિક સ્વાસ્થ્યના સરાસરી પ્રાપ્તાંકો વચ્ચે કોઈ સાર્થક તફાવત નહિ હોય.
૫. અર્ધશહેરી વિસ્તારની માધ્યમિક શાળામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓના માનસિક સ્વાસ્થ્યના સરાસરી પ્રાપ્તાંકો વચ્ચે કોઈ સાર્થક તફાવત નહિ હોય.
૬. ગ્રામ્ય વિસ્તારની માધ્યમિક શાળામાં અને અર્ધશહેરી વિસ્તારની માધ્યમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્યના સરાસરી પ્રાપ્તાંકો વચ્ચે કોઈ સાર્થક તફાવત નહિ હોય.
૭. ગ્રામ્ય વિસ્તારની માધ્યમિક શાળામાં અને અર્ધશહેરી વિસ્તારની માધ્યમિક શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓના માનસિક સ્વાસ્થ્યના સરાસરી પ્રાપ્તાંકો વચ્ચે કોઈ તફાવત નહિ હોય.
૮. અનુદાનિત માધ્યમિક શાળામાં અને બિનઅનુદાનિત માધ્યમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્યના સરાસરી પ્રાપ્તાંકો વચ્ચે કોઈ સાર્થક તફાવત નહિ હોય.
૯. અનુદાનીત્ત માધ્યમિક શાળામાં અને બિનઅનુદાનિત માધ્યમિક શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓના માનસિક સ્વાસ્થ્યના સરાસરી પ્રાપ્તાંકો વચ્ચે કોઈ સાર્થક તફાવત નહિ હોય.
૧૦. ગ્રામ્ય વિસ્તારની માધ્યમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને અર્ધશહેરી વિસ્તારની માધ્યમિક શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓના માનસિક સ્વાસ્થ્યના સરાસરી પ્રાપ્તાંકો વચ્ચે કોઈ સાર્થક તફાવત નહિ હોય.
૧૧. ગ્રામ્ય વિસ્તારની માધ્યમિક શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ અને અર્ધશહેરી વિસ્તારની માધ્યમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્યના સરાસરી પ્રાપ્તાંકો વચ્ચે કોઈ સાર્થક તફાવત નહિ હોય.
૧૨. અનુદાનિત માધ્યમિક શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ અને બિનઅનુદાનિત માધ્યમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્યના સરાસરી પ્રાપ્તાંકો વચ્ચે કોઈ સાર્થક તફાવત નહિ હોય.
૧૩. અનુદાનિત માધ્યમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને બિનઅનુદાનિત માધ્યમિક શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓના માનસિક સ્વાસ્થ્યના સરાસરી પ્રાપ્તાંકો વચ્ચે કોઈ સાર્થક તફાવત નહિ હોય.
૧૪. ગ્રામ્ય વિસ્તારની અનુદાનિત અને બિનઅનુદાનિત માધ્યમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્યના સરાસરી પ્રાપ્તાંકો વચ્ચે કોઈ સાર્થક તફાવત નહિ હોય.
૧૫. અર્ધશહેરી વિસ્તારની અનુદાનિત અને બિનઅનુદાનિત માધ્યમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્યના સરાસરી પ્રાપ્તાંકો વચ્ચે કોઈ સાર્થક તફાવત નહિ હોય.
૬. સંશોધનના ચલો :-
૧. સ્વતંત્ર ચલ :
જાતીયતા : વિદ્યાર્થીઓ, વિદ્યાર્થીનીઓ
વિસ્તાર : ગ્રામ્ય વિસ્તાર, અર્ધશહેરી વિસ્તાર
શાળાનો પ્રકાર : અનુદાનિત શાળા, બિનઅનુદાનિત શાળા
૨. પરતંત્ર ચલ : માનસિક સ્વાસ્થ્ય કસોટી પરના સરાસરી પ્રાપ્તાંકો
૭. સંશોધનની મર્યાદા :-
૧. પ્રસ્તુત સંશોધન તાલુકા પુરતું માર્યાદિત કરવામાં આવ્યું હતું.
૨. પ્રસ્તુત સંશોધન માત્ર ધોરણ-૯ના વિદ્યાર્થીઓ પુરતો માર્યાદિત કરવામાં આવ્યો હતો.
૩. પ્રસ્તુત સંશોધન ફક્ત ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ પુરતો માર્યાદિત રાખવામાં આવ્યો હતો.
૮. નમૂના પસંદગી :-
પ્રસ્તુત સંશોધનમાં નમૂનાના પત્રો તરીકે દસક્રોઈ તાલુકાની માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓને યાદ્ચ્છિક ઝૂમખાં પદ્ધતિથી પસંદ કરવામાં આવ્યા હતા. આ સમયે વિદ્યાર્થીઓની જાતીયતા અને શાળાનો પ્રકાર જેવા ચલોને ધ્યાનમાં રાખવામાં આવ્યા હતા.
પ્રસ્તુત સંશોધનમાં નમૂનાનાં પાત્રોની કુલ સંખ્યા ૮૦ હતી. જેમાં ગ્રામ્ય વિસ્તારના ૪૦ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ તથા અર્ધશહેરી વિસ્તારની ૪૦ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓને નમૂના તરીકે પસંદ કરવામાં આવ્યા હતા.
૯. સંશોધન પ્રકાર :-
પ્રસ્તુત સંશોધન વ્યાવહારિક સંશોધન પ્રકારનો હતો. તેમજ સંખ્યાત્મક સ્વરૂપ પણ ધરાવતો હતો.
૧૦. સંશોધન પધ્ધતિ :-
પ્રસ્તુત સંશોધન સર્વેક્ષણ સંશોધન પધ્ધતિ મુજબ હાથ ધરવામાં આવ્યો હતો.
૧૧. સંશોધનનું ક્ષેત્ર :-
પ્રસ્તુત સંશોધનનું ક્ષેત્ર માધ્યમિક શિક્ષણના વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્યને લાગુ પડતું હતું.
૧૨. સંશોધન સાધનની પસંદગી :-
પ્રસ્તુત સંશોધનમાં સ્વરચિત (સંશોધક રચિત) માનસિક સ્વાસ્થ્ય માપન સંશોધનીકાનો ઉપયોગ કર્યો હતો.
૧૩. માહિતી પ્રાપ્તિની રીત :-
પ્રસ્તુત સંશોધનમાં નમૂનાનાં પાત્રોને “માનસિક સ્વાસ્થ્ય માપન સંશોધનીકા” આ બે ઉપકરણો આપવામાં આવ્યા હતા. અને તેના પર પ્રાપ્ત પ્રતિચારોના ગુણાંકન માટે ઉપકરણની માર્ગદર્શિકામાં આપેલ સુચનાઓનું અનુસરણ કરી કરેલ હતું.
૧૪. માહિતીના પૃથક્કરણની રીત :-
સારણી – ૧
માનસિક સ્વાસ્થ્યની કક્ષાઓ નક્કી કરવા માટેના શતાંશકો
સારણી – ૨
માધ્યમિક શાળામાં અભ્યાસ કરતા વિધાર્થીઓ અને વિદ્યાર્થીનીઓના
માનસિક સ્વાસ્થ્યનું પૃથક્કરણ
Table Value of “t” (for n > 240) at 0.05 level 1.96
NS = Not Significant * = 0.05 કક્ષાએ સાર્થક
સારણી – ૩
ગ્રામ્ય વિસ્તારની અને અર્ધશહેરી વિસ્તારની માધ્યમિક શાળાના
વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્યનું પૃથક્કરણ
Table Value of “t” (for n > 240) at 0.05 level 1.96
NS = Not Significant * = 0.05 કક્ષાએ સાર્થક
સારણી – ૪
અનુદાનિત અને બિનઅનુદાનિત માધ્યમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના
માનસિક સ્વાસ્થ્યનું પૃથક્કરણ
Table Value of “t” (for n > 240) at 0.05 level 1.96
NS = Not Significant * = 0.05 કક્ષાએ સાર્થક
૧૫. સંશોધનના તારણો:-
૧. માધ્યમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્યના પ્રાપ્તાંકોમાં અસમાનતા જોવા મળી હતી. અને છોકરીઓનું માનસિક સ્વાસ્થ્ય વધુ સારું હતું.
૨. ગ્રામ્ય વિસ્તારની માધ્યમિક શાળા અને અર્ધશહેરી વિસ્તારની માધ્યમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્યના પ્રાપ્તાંકોમાં અસમાનતા જોવા મળી હતી. અર્ધશહેરી માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓનું માનસિક સ્વાસ્થ્ય વધુ સારું હતું તેમ કહી શકાય.
૩. અનુદાનિત માધ્યમિક શાળાના અને બિનઅનુદાનિત માધ્યમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્યના પ્રાપ્તાંકોમાં અસમાનતા જોવા મળી હતી.
૪. ગ્રામ્ય વિસ્તારની માધ્યમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્યના પ્રાપ્તાંકોમાં અસમાનતા જોવા મળી હતી. વિદ્યાર્થીનીઓનું માનસિક સ્વાસ્થ્ય વધુ સારું હતી તેમ કહી શકાય.
૫. અર્ધશહેરી વિસ્તારની માધ્યમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્યના પ્રાપ્તાંકોમાં અસમાનતા જોવા મળી હતી. વિદ્યાર્થીનીઓનું માનસિક સ્વાસ્થ્ય વધુ સારું હતું તેમ કહી શકાય.
૬. ગ્રામ્ય વિસ્તારની માધ્યમિક શાળામાં અને અર્ધશહેરી વિસ્તારની માધ્યમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્યના પ્રાપ્તાંકોમાં અસમાનતા જોવા મળી હતી. અર્ધશહેરી વિસ્તારના વિદ્યાર્થીઓનું માનસિક સ્વાસ્થ્ય વધુ સારું હતું તેમ કહી શકાય.
૧૬. સંશોધનના શૈક્ષણિક ફલિતાર્થ :-
પ્રસ્તુત સંશોધન કાર્યના શૈક્ષણિક ફલિતાર્થ નીચે મુજબ હતા.
૧. માનસિક સ્વાસ્થ્ય વિદ્યાર્થીના અભ્યાસ પર ખુબ મોટું અસર કરતું પરિબળ છે. ત્યારે શૈક્ષણિક અભ્યાસ સંદર્ભે તુલનાત્મક રીતે ઓછું માનસિક સ્વાસ્થ્ય ધરાવતા વિદ્યાર્થીઓ માટે નિમ્ન માનસિક સ્વાસ્થ્યના કારણો શોધી તેમાં સુધારો કરવા વિશિષ્ટ કાર્યક્રમ હાથ ધરવા જોઈએ.
૧૭. સંદર્ભસૂચી :-
૧. મોગરીયા, વિનુભાઈ ડી. અને વિના વૈષ્ણવ (૨૦૦૯); શૈક્ષણિક મનોવિજ્ઞાન.
૨. દોંગા, નાનભાઈ એસ. (૨૦૧૦); શૈક્ષણિક મનોવિજ્ઞાન. નીરવ પ્રકાશન, અમદાવાદ.
૩. ઉચાટ, દિનેશચંદ્ર એ. (૨૦૧૨); શિક્ષણ અને સામાજિક વિજ્ઞાનોમાં સંશોધનનું પદ્ધતિશાસ્ત્ર (દ્વિતીય આવૃત્તિ), પારસ પ્રકાશન.
૪. પટેલ, આર. એસ. (૨૦૧૪); શૈક્ષણિક સંશોધનનું પદ્ધતિશાસ્ત્ર (દ્વિતીય આવૃત્તિ), જય પબ્લીકેશન, અમદાવાદ.
૫. જણસારી, અશ્વિન અને મુકેશ પ્રજાપતિ (૨૦૦૮); મનોવિજ્ઞાનના સંશોધન પત્રો-૧, ડિવાઈન પબ્લીકેશન, અમદાવાદ.
૬. શુક્લ, સતીષપ્રકાશ એસ. (૨૦૧૦-૧૧); શૈક્ષણિક મનોવિજ્ઞાન (પ્રથમ આવૃત્તિ), અગ્રવાલ પબ્લીકેશન, આગ્રા.