પ્રાથમિક શાળાના શિક્ષકોમાં વ્યવસાય સંતોષ અને
તેમના માનસિક સ્વાસ્થ્યનો અભ્યાસ
ડૉ. કૌશલ એચ.પારેખ
(એમ.એ., એમ.એડ્. પીએચ.ડી.)
સારાંશ
પ્રસ્તુત સંશોધનનો હેતુ પ્રાથમિક શાળાના શિક્ષકોમાં વ્યવસાયિક સંતોષ અને માનસિક સ્વાસ્થ્ય વચ્ચેનો સંબધ તપસવાનો હતો. સંશોધનને અનુરૂપ શૂન્ય ઉત્કલ્પનાઓ રચેલ હતી. આ શૂન્ય ઉત્કલ્પનાઓ માટે પ્રાથમિક શાળાના ૧૮૦ શિક્ષકો અને ૧૮૦ શિક્ષિકાઓ અને જિલ્લા પંચાયત સંચાલિત ૧૨૦ શાળા, નગરપાલિકા સંચાલિત ૧૨૦ શાળા, સ્વનિર્ભર ૧૨૦ શાળાની યદચ્છ નિદર્શ પ્રમાણે પસંદ કરેલ હતી. વ્યવસાય સંતોષ સંશોધનીકા અને માનસિક સ્વાસ્થ્ય માપન સંશોધનીકાનો ઉપયોગ કર્યો હતો. શૂન્ય ઉત્કલ્પનાઓની આંકડાશાસ્ત્રીય t–મૂલ્ય અને F-મૂલ્ય અને સહસંબંધાંકની ગણતરી કરવામાં આવી હતી. તારણોમાં જોવા મળ્યું હતું કે પ્રાથમિક શાળાના શિક્ષકો અને શિક્ષિકાઓ વ્યવસાયિક સંતોષ અને માનસિક સ્વાસ્થ્યની બાબતમાં સમાન હતા. જિલ્લા પંચાયત સંચાલિત શાળા અને નગરપાલિકા સંચાલિત શાળાઓના શિક્ષકો કરતાં સ્વનિર્ભર પ્રાથમિક શાળાઓના શિક્ષકોમાં વ્યવસાયિક સંતોષ વધુ જોવા મળ્યો હતો. જયારે જિલ્લા પંચાયત સંચાલિત, નગરપાલિકા સંચાલિત અને સ્વનિર્ભર પ્રાથમિક શાળાઓના શિક્ષકોમાં માનસિક સ્વાસ્થ્યની બાબતમાં સમાન હતી
૧. પ્રાસ્તાવિક :-
વર્તમાન સમયમાં વિજ્ઞાન અને ટેકનોલોજીના ઝડપી વ્યાપને કરણે વ્યક્તિગત જીવન અને વ્યાવસાયિક જીવન ભૌતિક સગવડથી સભર થયું છે. સાથે સાથે સંઘર્ષ અને વૈમનસ્વની પરિસ્થિતિઓ પણ એટલી જ વધી છે. જીવનનો ઉદભવ અને વિકાસ એ એક કુદરતી પ્રક્રિયા છે. જીવનમાં પરિવર્તન અને નવનિર્માણ એ આ જગતનું સત્ય છે. આં ક્રિયાઓ સતત ચાલ્યા કરે છે. પરિવર્તન અને નવનિર્માણને ચાલુ રાખવામાં, વેગ આપવામાં કે તેને શિથિલ કરવામાં અનેક પરિબળો ભાગ ભજવતા હોય છે. જેમાં શિક્ષણ પણ એક મહત્વપૂર્ણ પરિબળ છે.
શિક્ષણની સમગ્ર પ્રકિયામાં શિક્ષકનો સિંહફાળો હોય છે. તેથી જ તો શિક્ષક્ને ઘડવૈયાની ઉપમા આપવામાં આવી છે. વ્યક્તિ અને સમાજનાં પરિવર્તન માટે શિક્ષક જે કરે છે તે અન્ય કોઈ કરી શકતું નથી. પરંતુ શિક્ષણ પ્રવાહોમાં આવેલા ફેરફારોને અનુલક્ષીને શિક્ષકના સ્થાન-મન અને ભૂમિકામાં પણ ચોક્કસ પરીવર્તન આવેલ જોવા મળે છે. આ પરિવર્તનમાં શિક્ષકોની કેટલીક સમસ્યાઓ પણ કારણભૂત છે. અને આ સમસ્યાઓ સામે શિક્ષકે સંયોજિત થવું પડે છે. તેને કારણે શિક્ષક્નાં માનસિક સ્વાસ્થ્ય ઉપર કેટલીક અસરો જોવા મળે છે. ક્યારેક તે પોતાના શિક્ષણકાર્ય પર પણ પડી શકે છે. શિક્ષક વિદ્યાર્થી માટે આદર્શ હોવાથી વિવિધ ઉતેજનના સમયમાં યોગ્ય રીતે વર્તે, આવેગો અને લાગણીઓના તોફાનમાં સ્થિર રહે અને કાર્યક્ષમતાથી વર્તનનું સંચાલન કરે.
શિક્ષકની સીધી કે આડકતરી અસર તેના વિદ્યાર્થીઓમાં જોવા મળતી હોય છે. આથી જે શિક્ષકો ભાવિ નાગરિકોના આદર્શ છે તેમનામાં વ્યવસાય સંતોષ કેટલા પ્રમાણમાં છે? અને તેઓનું માનસિક સ્વાસ્થ્ય કેવા પ્રકારનું છે? તેના અભ્યાસ ઉપરથી ભવિષ્યનો સમાજ કેવો હશે તેની આછી રૂપરેખ આપી શકાય.
આ પ્રકારના વિચારોને ધ્યાનમાં રાખીને અને પ્રયોજકને પોતે આ વિષયમાં વિશેષ રસ હોવાને કારણે તેમણે પ્રાથમિક શાળાના શિક્ષકોમાં વ્યવસાય સંતોષ અને માનસિક સ્વાસ્થ્યનો અભ્યાસ કરવાનું યોગ્ય હતું.
૨. સમસ્યા કથન :-
પ્રસ્તુત સંશોધન માટેની સમસ્યા આ પ્રમાણે શબ્દબદ્ધ કરવામાં આવી હતી.
“પ્રાથમિક શાળાના શિક્ષકોમાં વ્યવસાય સંતોષ અને
તેમના માનસિક સ્વાસ્થ્યનો અભ્યાસ”
૩. પારિભાષિક શબ્દોની વ્યાખ્યા :-
પ્રસ્તુત સંશોધનના શીર્ષકમાં સમાવિષ્ટ શબ્દો પણ તેના ચોક્કસ અર્થ સાથે પ્રયોજાય છે. આથી શબ્દોને વ્યાખ્યાયિત કરવાનું જરૂર બને છે.
વ્યવસાય સંતોષ-
“વ્યવસાય સંતોષ એટલે મનોવૈજ્ઞાનિક, શારીરિક અને પર્યાવરણના સંજોગોના કોઈ પણ સંયોજન કે જેને લીધે માણસ સાચી રીતે કહે છે કે “મને મારા કામથી સંતોષ છે.” તેને વ્યવસાયિક સંતોષ કહે છે.- હોપોક
“વ્યવસાય પ્રત્યે કર્મચારીઓનું હકારાત્મક અને નકારાત્મક વલણ કે વિચાર એટલે વ્યવસાયિક સંતોષ.”-હેરલ
માનસિક સ્વાસ્થ્ય:-
‘માનસિક સ્વાસ્થ્ય એટલે લોકોના વ્યક્તિગત તેમજ સામાજિક દષ્ટીએ એવા પ્રકારના વર્તનનો વિકાસ કે જે કોઈ પણ પ્રકારની માનસિક બીમારી ને નિવારવા માટેની ઉત્તમ શક્તિ ધરવતો હોય” – હેડલી (૧૯૫૮)
“માનસિક સ્વાસ્થ્ય એટલે વ્યક્તિ અને સમાજનાં સંયોજન પર અસર કરતા બધાજ પરિબળોનો વ્યવસ્થિત અભ્યાસ અને અભ્યાસનાં પરિણામોનો ફાયદાકારક ઉપયોગ” – ડી.બી.કલીન
૪ સંશોધનના હેતુઓ :-
સંશોધકે પોતાના મર્યાદિત સાધનો,શક્તિ અને સમયને લક્ષમાં લઈને નીચેના હેતુઓ નજર સમક્ષ રાખીને અભ્યાસ કરવાનું વિચાર્યું હતું.
૧. પ્રાથમિક શાળાના શિક્ષકોમાં વ્યવસાયિક સંતોષ પર જાતીયતા અને શાળાના પ્રકારની અસર તપાસવી.
૨. પ્રાથમિક શાળાના શિક્ષકોમાં માનસિક સ્વાસ્થ્યપર જાતીયતા અને શાળાના પ્રકારની અસર તપાસવી.
૩. પ્રાથમિક શાળાના શિક્ષકોમાં વ્યવસાયિક સંતોષ અને માનસિક સ્વાસ્થ્ય વચ્ચેનો સંબધ તપાસવો.
૫. સંશોધનની ઉત્કલ્પના :-
પ્રસ્તુત સંશોધનમાં સંશોધકે પોતાના સંશોધનને અનુરૂપ શૂન્ય ઉત્કલ્પનાઓ નીચે પ્રમાણે રચેલ હતી.
H01 પ્રાથમિક શાળાના શિક્ષકો અને શિક્ષિકાઓમાં વ્યવસાયિક સંતોષ વચ્ચે સાર્થક તફાવત નહી હોય.
H02 શાળાના પ્રકાર અનુસાર પ્રાથમિક શાળાના શિક્ષકોમાં વ્યવસાયિક સંતોષ વચ્ચે સાર્થક તફાવત નહી હોય.
H03 પ્રાથમિક શાળાના શિક્ષકો અને શિક્ષિકાઓમાં માનસિક સ્વાસ્થ્ય વચ્ચે સાર્થક તફાવત નહી હોય.
H04 શાળાના પ્રકાર અનુસાર પ્રાથમિક શાળાના શિક્ષકોમાં માનસિક સ્વાસ્થ્ય વચ્ચે સાર્થક તફાવત નહી હોય.
પ્રાથમિક શાળાના શિક્ષકોમાં વ્યવસાયિક સંતોષ અને માનસિક સ્વાસ્થ્ય વચ્ચે સાર્થક તફાવત નહી હોય.
૬. સંશોધનના ચલો :-
૧.સ્વતંત્ર ચલ :
જાતીયતા : સ્ત્રી, પુરુષ
શાળાનો પ્રકાર : જિલ્લા પંચાયત સંચાલિત શાળા, નગરપાલિકા સંચાલિત શાળા, સ્વનિર્ભર શાળા
૨.પરતંત્ર ચલ : વ્યવસાયિક સંતોષ, માનસિક સ્વાસ્થ્ય
૭. સંશોધનની મર્યાદા :-
૧. પ્રસ્તુત સંશોધન ફક્ત પ્રાથમિક શાળાના શિક્ષકો પુરતું માર્યાદિત કરવામાં આવ્યું હતું.
૨. પ્રસ્તુત સંશોધન ફક્ત ૨૦૧૫-૧૬ ના શૈક્ષણિક વર્ષ પુરતું માર્યાદિત કરવામાં આવ્યું હતું.
૩. પ્રસ્તુત સંશોધન ફક્ત પ્રાથમિક શાળાના શિક્ષકોના વ્યવસાયિક સંતોષ અને માનસિક સ્વાસ્થ્યના માપન માટે તૈયાર ઉપકરણોનો ઉપયોગ કર્યો હતો.
૪. પ્રસ્તુત સંશોધન ફક્ત ભરૂચ જિલ્લા પુરતું જ મર્યાદિત રહ્યું હતું.
૮. નમૂના પસંદગી :-
પ્રસ્તુત સંશોધનમાં નમૂનાના પત્રો તરીકે ભરૂચ જિલ્લાની પ્રાથમિક શાળાના શિક્ષકોને યાદ્ચ્છિક રીતે પસંદ કરવામાં આવ્યા હતા. આ યાદ્ચ્છિકરણ સમયે શિક્ષકોની જાતીયતા અને શાળાનો પ્રકાર જેવા ચલોને ધ્યાનમાં રાખવામાં આવ્યા હતા.
પ્રસ્તુત સંશોધનમાં નમૂનાનાં પાત્રોની કુલ સંખ્યા ૩૬૦ હતી. જેમાં પ્રાથમિક શાળાના ૧૮૦ શિક્ષકો અને ૧૮૦ શિક્ષિકાઓ તેમજ જિલ્લા પંચાયત સંચાલિત ૧૨૦ શાળા, નગરપાલિકા સંચાલિત ૧૨૦ શાળા અને સ્વનિર્ભર ૧૨૦ શાળાનો નમૂના તરીકે પસંદ કરવામાં આવ્યા હતા.
૯. સંશોધન પ્રકાર :-
પ્રસ્તુત સંશોધન વ્યાવહારિક સંશોધન પ્રકારનો હતો. તેમજ સંખ્યાત્મક સ્વરૂપ પણ ધરાવતો હતો.
૧૦. સંશોધન પધ્ધતિ :-
પ્રસ્તુત સંશોધન સર્વેક્ષણ સંશોધન પધ્ધતિ મુજબ હાથ ધરવામાં આવ્યો હતો.
૧૧. સંશોધનનું ક્ષેત્ર :-
પ્રસ્તુત સંશોધનના ક્ષેત્રો શૈક્ષણિક મનોવિજ્ઞાન તેમજ પ્રાથમિક શિક્ષણ ને લાગુ પડતું હતું.
૧૨. માહિતી પ્રાપ્ત કરવા માટેના ઉપકરણો :-
પ્રસ્તુત સંશોધન માટે સંશોધકે નીચે જણાવેલ તેયાર ઉપકરણોનો ઉપયોગ કર્યો હતો.
૧. દિનેશચંદ્ર ઓ. જોષી દ્વારા રચેલી વ્યવસાય સંતોષ સંશોધનીકાનો ઉપયોગ કર્યો હતો.
૨. ડૉ ડી.જે ભટ્ટ, જી.આર. ગીડા અને શિલ્પા વિ. સીદપરા દ્વારા રચેલી અને પ્રમાણિત માનસિક સ્વાસ્થ્ય માપન સંશોધનીકાનો ઉપયોગ કર્યો હતો.
૧૩. માહિતી પ્રાપ્તિની રીત :-
પ્રસ્તુત સંશોધનમાં નમૂનાનાં પાત્રોને “વ્યવસાય સંતોષ સંશોધનીકા” અને “માનસિક સ્વાસ્થ્ય માપન સંશોધનીકા” આ બે ઉપકરણો આપવામાં આવ્યા હતા. અને તેના પર પ્રાપ્ત પ્રતિચારોના ગુણાંકન માટે ઉપકરણની માર્ગદર્શિકામાં આપેલ સુચનાઓનું અનુસરણ કરી કરેલ હતું.
૧૪. માહિતીના પૃથક્કરણની રીત :-
સારણી – ૧
વ્યવસાયિક સંતોષ પ્રાપ્તાંકોનું જાતીયતાના આધારે પૃથક્કરણ
** ૦.૦૫ ક્ક્ષાએ સાર્થક નથી.
સારણી – ૨
વ્યવસાયિક સંતોષ પ્રાપ્તાંકોનું શાળાના પ્રકારના આધારે પૃથક્કરણ
વિચરણ પૃથક્કરણ
પ્રાથમિક શાળાના શિક્ષકોમાં માનસિક સ્વાસ્થ્ય વચ્ચેના સહસંબંધાંકનું પૃથક્કરણ
** ૦.૦૧ ક્ક્ષાએ સાર્થક છે.
સારણી – ૩
માનસિક સ્વાસ્થ્ય પ્રાપ્તાંકોનું જાતીયતાના આધારે પૃથક્કરણ
** ૦.૦૫ ક્ક્ષાએ સાર્થક નથી.
સારણી – ૪
માનસિક સ્વાસ્થ્ય પ્રાપ્તાંકોનું શાળાના પ્રકારના આધારે પૃથક્કરણ
** ૦.૦૫ ક્ક્ષાએ સાર્થક નથી
સારણી – ૫
પ્રાથમિક શાળાના શિક્ષકોમાં વ્યવસાયિક સંતોષ અને માનસિક સ્વાસ્થ્ય
વચ્ચેના સહસંબંધાંકનું પૃથક્કરણ
** ૦.૦૧ ક્ક્ષાએ સાર્થક છે.
૧૫. સંશોધનના તારણો:-
1) પ્રાથમિક શાળાના શિક્ષકો અને શિક્ષિકાઓ વ્યવસાયિક સંતોષની બાબતમાં સમાન હતા.
2) જિલ્લા પંચાયત સંચાલિત શાળા અને નગરપાલિકા સંચાલિત શાળાઓના શિક્ષકો કરતાં સ્વનિર્ભર પ્રાથમિક શાળાઓના શિક્ષકોમાં વ્યવસાયિક સંતોષ વધુ જોવા મળ્યો હતો.
3) પ્રાથમિક શાળાના શિક્ષકો અને શિક્ષિકાઓ માનસિક સ્વાસ્થ્યની બાબતમાં સમાન હતા.
4) જયારે જિલ્લા પંચાયત સંચાલિત, નગરપાલિકા સંચાલિત અને સ્વનિર્ભર પ્રાથમિક શાળાઓના શિક્ષકોમાં માનસિક સ્વાસ્થ્યની બાબતમાં સમાન હતી.
5) વ્યવસાયિક સંતોષ અને માનસિક સ્વાસ્થ્ય વચ્ચે નિમ્ન હકારાત્મક સહસંબંધ જોવા મળ્યો હતો. અર્થાત પ્રાથમિક શાળાના શિક્ષકો કે જેમનું માનસિક સ્વાસ્થ્ય ઊંચું હતું. તેમનો વ્યવસાયિક સંતોષ પણ વધુ જોવા મળ્યો હતો.
૧૬. સંશોધનના શૈક્ષણિક ફલિતાર્થ :-
પ્રસ્તુત સંશોધન કાર્યના શૈક્ષણિક ફલિતાર્થ નીચે મુજબ હતા.
1. વર્તમાન યુગમાં જયારે શિક્ષણને એક વ્યવસાયનું સ્થાન આપવામાં આવી રહ્યું છે. ત્યારે જે શિક્ષકે તુલનાત્મક રીતે ઓછો વ્યવસાયિક સંતોષ ધરાવે છે. તેમના આ માટેના કારણો જાણી વ્યવસાયિક સંતોષ વધે તે પ્રકારના કાર્યક્રમ હાથ ધરવા જોઈએ. પ્રસ્તુત સંશોધનમાં પ્રાથમિક શાળાઓની સરખામણીએ જિલ્લા પંચાયત અને નગરપાલિકા સંચાલિત શાળાઓના પ્રાથમિક શાળાના શિક્ષકોમાં ઓછો જોવા મળ્યો હતો. તે ધ્યાનમાં રાખી આ પ્રકારની શાળાઓએ વિશેષ પ્રવૃત્તિ હાથ ધરવી જોઈએ.
2. માનસિક સ્વાસ્થ્ય શિક્ષક્ના વ્યવસાય પર તેમજ વિદ્યાર્થીઓ પર ખુબ મોટી અસર કરતું પરિબળ છે. ત્યારે શૈક્ષણિક લાયકાતના સંદર્ભે તુલનાત્મક રીતે ઓછું માનસિક સ્વાસ્થ્ય ધરાવતા શિક્ષકો માટે નિમ્ન માનસિક સ્વાસ્થ્યના કારણો શોધી તેમાં સુધારો કરવા વિશિષ્ટ કાર્યક્રમ હાથ ધરવા જોઈએ.
૧૭. સંદર્ભસૂચી :-
1. દેસાઈ,એચ.જી. અને દેસાઈ,કે.જી.(૧૯૯૨). સંશોધન પદ્ધતિઓ અને પ્રવિધિઓ (૫ મી આ.). અમદાવાદ : યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ – ગુજરાત રાજ્ય.
2. ઢીલા, બી.ડી. (૧૯૯૪). મનોવિજ્ઞાન ભાગ – ૨. સંભાવ ચેરીટેબલ ટ્રસ્ટ, પાલડી.
3. પંડ્યા, કુલીન (૧૯૭૬). અનુકૂલન, મનોવિકૃતિ અને માનસિક સ્વાસ્થ્ય. અનાડા પ્રકાશન.
4. શાહ, દીપિકા ભદ્રેશ (૨૦૦૪). શૈક્ષણિક સંશોધન. અમદાવાદ : યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ – ગુજરાત રાજ્ય.
5. ઉચાટ, ડી.એ. (૧૯૮૮) સંશોધનનું સંદોહન. રાજકોટ : સૌરાષ્ટ્ર યુનિવર્સિટી.