ધોરણ - ૯ ના સામાજિક વિજ્ઞાન વિષય ના“ભારત કૃષિ” એકમ માટે કમ્પ્યુટર એઇડેડ ઇન્સ્ટ્રકશન (CAI) કાર્યક્રમની રચના અને અજમાયશ
પરમાર ઉર્મિલા એન
(એમ..એ., એમ.એડ્.)
૧. પ્રસ્તાવના
ભારત દેશ કૃષિ પ્રધાન દેશ છે. પરંતુ કુદરતી આફતોને કારણે આજનો ખેડૂત ખુબ જ મુશ્કેલી અનુભવી રહ્યો છે. આમ જો તેની ખેતી મજબુત બને તો ખેડૂત ઉન્નત બને અને ખેડૂત ઉન્નત બને તો દેશનું અર્થતંત્ર પણ મજબુત બને. પરિણામે દેશ પણ ઉન્નતિ સાધે આજે ૨૧ મી સદી માં ખેતી ભારતીય અર્થવ્યવસ્થા ની કરોડરજ્જુ જેટલું મહત્વ ધરાવે છે. અહીં ખેતીને એક ભાગ તરીકે જોવામાં ન આવતા જીવન નાં એક ભાગ તરીકે જોવામાં આવે છે. દેશની વસ્તી નો મોટો સમુદાય કૃષિ ક્ષેત્ર રોકાયેલા છે અને રાષ્ટ્રીય આવક નો ૨૬% હિસ્સો કૃષિ માંથી પ્રાપ્ત થાય છે. માટે કૃષિ મહત્વનું સંસાધન છે.
૨. સંશોધનનું મહત્વ
૧. પ્રસ્તુત અભ્યાસ ની નીપજ રૂપે ધોરણ-૯ ના સામાજિક વિજ્ઞાન વિષય ના કૃષિ એકમ ના અધ્યાપન માટેનો કમ્પ્યુટર એઇડેડ ઇન્સ્ટ્રક્શન કાર્યક્રમ પ્રાપ્ત બનશે.
૨. પ્રસ્તુત અભ્યાસથી રચાયેલ કમ્પ્યુટર એઇડેડ ઇન્સ્ટ્રક્શન કાર્યક્રમની પરંપરાગત પદ્ધતિની સરખામણીએ વિદ્યાર્થીઓ ની શૈક્ષણિક સિદ્ધિ પર થતી અસર જણાવી શકાશે.
૩. કમ્પ્યુટર અંગેનું થોડુગણું જ્ઞાન ધરાવતા શિક્ષકો પોતાના અધ્યાપન કાર્યને અસરકારક બનાવવા આ પ્રકારના કમ્પ્યુટર એઇડેડ ઇન્સ્ટ્રક્શન કાર્યક્રમો વિકસાવવા માંગતા હોય તો તેઓને પ્રસ્તુત અભ્યાસ માર્ગદર્શક રૂપ બની શકશે.
૪. કમ્પ્યુટર ટેકનોલોજીનો ઉપયોગ અધ્યાપન દરમિયાન સરળતાથી અને અસરકારક શી રીતે થાય ? તે માટે શિક્ષકોને માર્ગદર્શન પ્રાપ્ત થાય.
૫. માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ માટે “કૃષિ” પ્રકરણ માહિતી પ્રધાન અને વિષય વસ્તુના બંધારણની દ્રષ્ટિ એ જટિલ છે તેને સમજવા માટે વિવિધ નામો ના રૂપો ની જરૂર પડે રૂપ ને સમજવા સરળ નથી. જ્યાં સુધી તેની વિદ્યાર્થી રસપ્રદ રીતે નિહાળે નહિં ત્યાં સુધી તેની સમજ અધૂરી રહેવાની આ દ્રષ્ટિ એ CAI કાર્યક્રમ વિદ્યાર્થીઓ ની સમજ વધારવા માં ઉપયોગી પુરવાર થશે.
૬. બાળકો સમક્ષ જીવંત ચિત્ર ખડું કરી શકાય.
૭. સામાજિક વિજ્ઞાન વિષયમાં “ભારતમાં કૃષિ” એકમને વર્તમાન પરિસ્થિતિ સમક્ષ રાખી સમજવામાં અને યાદ રાખવામાં પ્રસ્તુત સંશોધન ઘણું ઉપયોગી છે.
૮. ચિત્રો ને સમજવામાં ચિંતન શક્તિનો વિકાસ થશે.
૯. પ્રસ્તુત સંશોધનમાં વિદ્યાર્થીઓમાં નવી દ્રષ્ટિ ખીલશે.
૧૦. પ્રસ્તુત સંશોધનએ ગોખેલ માહિતીની જગ્યાએ સમજપૂર્વકનું જ્ઞાન વિદ્યાર્થીઓને આપશે.
૧૧. અસરકારક અને રસપ્રદ રીતે શિક્ષણ કાર્ય કરાવી શકાય.
૧૨. વિદ્યાર્થીઓ શિક્ષણની નવી પદ્ધતિથી માહિતગાર થાય.
૩. સંશોધન ના હેતુઓ
સંશોધન કાર્ય એ હેતુ લક્ષી પ્રક્રિયા છે. કોઇપણ સંશોધન કાર્ય શરૂ કરતા પહેલા તેના હેતુ ઓ નક્કી કરવા જરૂરી બને છે. પ્રસ્તુત સંશોધન ના હેતુઓ નીચે મુજબ છે.
૧. ધોરણ-૯ વિદ્યાર્થીઓ માટે સામાજિક વિજ્ઞાન વિષય ના ભારત કૃષિ એકમ પર કમ્પ્યુટર સહાયક શિક્ષણ કાર્યક્રમની રચના કરવી.
૨. ધોરણ-૯ ના વિદ્યાર્થીઓ માટે સામાજિક વિજ્ઞાન વિષય ના ભારત કૃષિ એકમ પર કમ્પ્યુટર સહાયક શિક્ષણ કાર્યક્રમની અજમાયશ કરવી.
૩. ધોરણ-૯ વિદ્યાર્થી પર કમ્પ્યુટર સહાયક શિક્ષણ કાર્યક્રમ દ્વારા થતા શિક્ષણ કાર્ય અને પરંપરાગત પદ્ધતિ દ્વારા શિક્ષણ કાર્યનો તુલનાત્મક અભ્યાસ કરવો.
૪. ધોરણ-૯ વિદ્યાર્થી ધારણા શકિત પર કમ્પ્યુટર સહાયક શિક્ષણ કાર્યક્રમ દ્વારા થતા શિક્ષણ કાર્યનો તુલનાત્મક અભ્યાસ કરવો.
૫. કમ્પ્યુટર સહાયક શિક્ષણ કાર્યક્રમ અંગે પ્રાયોગિક જૂથના વિદ્યાર્થીઓના અભિપ્રાયો મેળવવા.
૪. સંશોધનની ઉત્કલ્પનાઓ
ઉત્કલ્પનાઓને સંશોધનને વૈજ્ઞાનિક રીતે જોવાની આંખ છે.
૧. પ્રાયોગિક જૂથ ના વિદ્યાર્થીઓના પૂર્વ કસોટી અને ઉત્તર કસોટી ના પ્રાપ્તાંક ની સરાસરી વચ્ચે અર્થસૂચક તફાવત જોવા મળશે નહિ.
૨. પ્રાયોગિક જૂથ અને નિયંત્રણ જૂથ ના વિદ્યાર્થીઓએ ઉત્તર કસોટી પર મેળ વેલા સરાસરી વચ્ચે અર્થસૂચક તફાવત જોવા મળશે નહિ.
૩. પ્રાયોગિક જૂથ અને નિયંત્રણ જૂથ ના વિદ્યાર્થીઓના ઉત્તર કસોટી નાપ્રાપ્તાંક ની સરાસરી વચ્ચે અર્થસૂચક તફાવત જોવા મળશે નહિ.
૪. પ્રાયોગિક જૂથ ના વિદ્યાર્થીઓના ઉત્તર કસોટીના નાપ્રાપ્તાંક ની સરાસરી વચ્ચે અર્થસૂચક તફાવત જોવા મળશે નહિ.
૫. પ્રાયોગિક જૂથ અને નિયંત્રિત જૂથ ના વિદ્યાર્થીઓના ધારણ કસોટી નાપ્રાપ્તાંક ની સરાસરી વચ્ચે અર્થસૂચક તફાવત જોવા મળશે નહિ.
૬. પ્રાયોગિક જૂથ ના વિદ્યાર્થીઓના અભિપ્રાયો અવલોકિત આવૃતિ અને અપેક્ષિત આવૃત્તિ વચ્ચે અર્થસૂચક તફાવત જોવા મળશે નહિ.
૫. સંશોધનની મર્યાદાઓ
૧. પ્રસ્તુત અભ્યાસમાં માત્ર ગુજરાતી માધ્યમ માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓનો જ સમાવેશ કરવામાં આવ્યો હશે.
૨. શૈક્ષણિક સિદ્ધિના માપન માટે ઉત્તર કસોટી તરીકે સંશોધક નિર્મિત કસોટીનો ઉપયોગ કરેલ છે.
૩. પ્રસ્તુત અભ્યાસ માત્ર શાળા ધોરણ-૯ વિદ્યાર્થીઓ પર હાથ ધરવામાં આવશે આથી પ્રસ્તુત અભ્યાસ ના પરિણામો ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓનો સમાવેશ કરવામાં આવશે નહિ.
૪. પ્રસ્તુત સંશોધનમાં કમ્પ્યુટર એઈડેડ ઇન્સ્ટ્રક્શન કાર્યક્રમ માટેનું આલેખન માત્ર ગુજરાતી ભાષામાં તૈયાર કરવામાં આવ્યું છે.
૫. ધોરણ-૯ ના સામાજિક વિજ્ઞાન વિષયમાં “ભારતમાં કૃષિ” એકમ માટે સંશોધકે નમૂના તરીકે ધોરણ-૯ ના વિદ્યાર્થીઓને પસંદ કર્યા.
૬. પારિભાષિક (શબ્દ) વ્યાખ્યા
પ્રસ્તુત સંશોધિત સંશોધન સાથે સંબંધિત મુખ્ય પારિભાષિક શબ્દોની શાસ્ત્રીય અને વ્યવહારુ સમજૂતી નીચે પ્રમાણે આપવામાં આવી છે.
ધોરણ – ૯:
ગુજરાત રાજ્ય સરકાર દ્રારા વર્ષ ૨૦૦૯-૨૦૧૦ માં ધોરણ ૮ નો પ્રાથમિક શિક્ષણ લીધા બાદ માધ્યમિક શિક્ષણમાં સમાવિષ્ટ ધોરણ ૯.
સામાજિક વિજ્ઞાન વિષય:
NCERT દ્વારા પ્રકાશિત “Teaching of social studies” પત્રિકામાં સામાજિક વિજ્ઞાન વિશેનો ખ્યાલ આ રીતે રજૂ થયો છે. સમાજવિદ્યાને લોકો અને સામાજિક તથા પ્રાકૃતિક પર્યાવરણ વચ્ચેની આંતરક્રિયા સાથે સંબંધ છે.
“Social studies is concerned with people and their interaction with social and Physical environment”
પ્રસ્તુત સંશોધનમાં સામાજિક વિજ્ઞાન એટલે ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ “વિદ્યાપન” સેક્ટર-૧૦-એ, ગાંધીનગર દ્વારા પ્રકાશિત વિવિધ પાઠ્યપુસ્તકો પૈકીનું એક સંદર્ભ નિર્ધારિત વિષય.
કમ્પ્યુટર એઇડેડ ઇન્સ્ટ્રક્શન (CAI) કાર્યક્રમ :
પ્રસ્તુત અભ્યાસમાં ધોરણ-૯ ના સામાજિક વિજ્ઞાન વિષયના “કૃષિ” એકમના અધ્યાપન માટે સંશોધન દ્વારા Ms Office Power ના Pint Presentation Graphic Package માં તૈયાર કરવામાં આવેલ કાર્યક્રમ એટલે કમ્પ્યુટર એઇડેડ ઈસ્ટ્રકશન (CAI) કાર્યક્રમ.
પરંપરાગત અધ્યાપન પદ્ધતિ : પ્રસ્તુત અભ્યાસમાં રોજબરોજના અધ્યાપન કાર્ય દરમિયાન શિક્ષક દ્વારા અપનાવાતી અધ્યાપન પદ્ધતિને પરંપરાગત અધ્યાપન પદ્ધતિ તરીકે સ્વીકારવામાં આવશે જેમાં માત્ર “Talk and Chalk” પદ્ધતિના ઉપયોગ દ્વારા અધ્યાપન કાર્ય કરવામાં આવશે. આમ, પરંપરાગત અભ્યાસ પદ્ધતિ એટલે સામાન્ય વર્ગ શિક્ષણ પદ્ધતિ.
૭. સંશોધનની પદ્ધતિ :
સંશોધકે સંશોધન માટે પ્રાયોગિક પદ્ધતિનો ઉપયોગ કરેલ છે જેમાં ધોરણ-૯ ના સામાજિક વિજ્ઞાન વિષયમાં ભારતની કૃષિ એકમ પર અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.
૮. સંશોધનના ઉપકરણો :
૧. CAI કાર્યક્રમની અંગેની અભિપ્રાયાવલી.
૨. સિદ્ધિ કસોટી રચના
૩. દેસાઈની શાબ્દિક અને અશાબ્દિક બુદ્ધિ કસોટી
૯. માહિતી એકત્રીકરણ અને પૃથક્કરણની રીત :
પ્રસ્તુત સંશોધનમાં સંશોધકે નમૂનાના પાત્રો તરીકે ધોરણ – ૯ કુલ વિદ્યાર્થીઓની પસંદગી કરશે જેમાંથી ૩૦ વિદ્યાર્થીઓને પ્રાયોગિક જુથ અને ૩૦ વિદ્યાર્થીઓને નિયંત્રિત જૂથ તરીકે પસંદ કરશે પ્રાયોગિક જૂથ અને નિયંત્રિત જૂથના વિદ્યાર્થીઓને પૂર્વ કસોટી અને ઉત્તર કસોટીના પ્રાપ્તાંકો મેળવવામાં આવશે તેના દ્વારા પ્રમાણિત વિચલન, સહસંબંધ “t” મુલ્યથી પૃથક્કરણ કરવામાં આવશે.
૧૦. ઉત્કલ્પનાની ચકાસણી
યોજના વિદ્યાર્થી :-
૧.પ્રાયોગિક જૂથ : " પૂર્વ કસોટી "કમ્પ્યુટર કાર્યક્રમ દ્વારા શિક્ષણ "
ઉત્તર કસોટી " અભિપ્રાયાવલિ " ધારણ કસોટી
૨.નિયંત્રિત જૂથ :" પૂર્વ કસોટી " પરંપરાગત પદ્ધતિ દ્વારા શિક્ષણ "
ઉત્તર કસોટી " ધારણ કસોટી
૧૧. તારણો
(૧) ધો.૯ સામાજિક-વિજ્ઞાન વિષયમાં વિદ્યાર્થીઓ પર કમ્પ્યુટર સહાયક અધ્યાપન કાર્યક્રમ અસરકારક રહ્યો.
(૨) સામાજિક-વિજ્ઞાન વિષયમાં આત્મવિશ્વાસ પર વ્યાખ્યાન પદ્ધતિની તુલનામાં કમ્પ્યુટર સહાયક અધ્યાપન પધ્ધતિ વધુ અસરકારક હતી.
(૩) વ્યાખ્યાન પધ્ધતિની તુલનામાં કમ્પ્યુટર સહાયક અધ્યાપન પદ્ધતિની સામાજિક-વિજ્ઞાન ધારણ શક્તિ વધુ અસર હતી.
(૪) જે શિક્ષકો કમ્પ્યુટર ટેક્નોલોજીનો નિયમિત ઉપયોગ કરતા હતા તેઓને તે વર્ગખંડ વ્યવસ્થાપનમાં મદદરૂપ બનતી હતી.
૧૨. સંદર્ભસુચિ
૧. દોંગા, નાનભાઈ એસ. (૨૦૧૦); શૈક્ષણિક મનોવિજ્ઞાન. નીરવ પ્રકાશન, અમદાવાદ.
૨. ઉચાટ, દિનેશચંદ્ર એ. (૨૦૧૨); શિક્ષણ અને સામાજિક વિજ્ઞાનોમાં સંશોધનનું પદ્ધતિશાસ્ત્ર (દ્વિતીય આવૃત્તિ), પારસ પ્રકાશન.
૩. શાહ, દીપિકા ભદ્રેશ (૨૦૦૪). શૈક્ષણિક સંશોધન. અમદાવાદ : યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ – ગુજરાત રાજ્ય.
૪. ઉચાટ, ડી.એ. (૧૯૮૮) સંશોધનનું સંદોહન. રાજકોટ : સૌરાષ્ટ્ર યુનિવર્સિટી.