ધોરણ – ૯ નાં સામાજિક વિજ્ઞાન વિષયના ‘માનવવસ્તી’ એકમ પર ક્મ્પ્યુટર કાર્યક્રમની રચના અને અજમાયશ.
દિપ્તી. પી. માસેકર
(એમ.એ., એમ.એડ્.)
સારાંશ
પ્રસ્તુત સંશોધનનો હેતુ ધોરણ – ૯ ના સામાજિક વિજ્ઞાન વિષયમાં “માનવવસ્તી” એકમ પર કમ્પ્યુટર કાર્યક્રમની રચના અને તેની અજમાયશ કરવાનો હતો. સંશોધનને અનુરૂપ શૂન્ય ઉત્કલ્પનાઓ માટે રચવામાં આવી હતી આ શૂન્ય ઉત્કલ્પનાઓ માટે નવસારી શહેરની બનાતવાલા હાઈસ્કુલ શાળાના ધોરણ – ૯ ના ૮0 વિદ્યાર્થીઓમાંથી ૪0 છોકરા અને ૪0 છોકરીઓની યાર્દચ્છિક રીતે પસદંગી કરેલ હતી. લક્ષ્ય કસોટી અને અભિપ્રાયાવલિ નો ઉપયોગ કર્યો હતો. શૂન્ય ઉત્કલ્પનાઓની t – મૂલ્ય, f – મૂલ્ય ની ગણતરી કરવમાં આવી હતી.
૧. પ્રાસ્તાવિક :-
એકવીસમી સદી એટલે જ્ઞાન, વિજ્ઞાન ક્ષેત્રે થયેલા અવનવા સંશોધનોની સદી, આજે વૈશ્વિકીકરણ અને ખાનગીકરણની પ્રક્રિયાએ ઘણી નવી બાબતોને વિશ્વ સમક્ષ મૂકી છે. આજે શિક્ષણ સાથે જોડાયેલી પ્રત્યેક વ્યક્તિ સમક્ષ એક મહત્વનો પડકાર એ જ છે કે શાળાઓમાં આંતરરાષ્ટીય કક્ષાઓનું ગુણવત્તાયુક્ત શિક્ષણ અપાય આ ઉપરાંત વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવીને સ્પર્ધાત્મક યુગમાં પ્રગતિ સાધી શકે અને સાથે સાથે દેશની પ્રગતિ કરી શકે. આ સંદર્ભે નૂતન પ્રત્યાયન ઔધોગિકીનો ઉપયોગ શિક્ષણક્ષેત્રે ઉતરોત્તર વધતો જાય એ આજના ટેકનોલોજી યુગની માંગ છે. સંશોધનક્રમના ઘડતરમાં દ્રશ્ય – શ્રાવ્ય સામગ્રીની પસંદગીમાં શિક્ષણના હેતુઓને નિશ્વિત કરવા માટે માહિતી પ્રૌધૌગિક ઘણી જ અસરકારક પુરવાર થઈ શકે છે.
આજે ભારત જેવા વિકસશીલ દેશમાં પણ દિનપ્રતિદિન ટેકનોલોજી ઉપયોગ અને વ્યાપ વધતો જાય છે. ત્યારે ક્મ્પ્યુટર એ મહત્વનું ટેકનોલોજી સાધન છે. જેનો આજે લગભગ બધાજ ક્ષેત્રોમાં વિનિયોગ થઈ રહ્યો છે. આજે ક્મ્પ્યુટર સંકુલ ગાણિતિક પ્રક્રિયા કરવા માટે કે માહિતી સંગ્રહાયક તેરીકે કાર્ય કરવા સીમિત રહ્યુ નથી અને હવે ધીરે ધીરે આ ટેકનોલોજી કેટલેક અંશે શિક્ષણક્ષેત્રે પણ વિનિયોગ શક્ય બન્યો છે કે જેને શૈક્ષણિક પ્રૌધોગિકી તરીકે ઓળખવામાં આવે છે.
૨. સમસ્યા કથન :-
પ્રસ્તુત સંશોધન માટેની સમસ્યા આ પ્રમાણે શબ્દબધ્દ્ર કરવામાં આવી હતી.
”ધોરણ – ૯ નાસામાજિક વિજ્ઞાન વિષયના માનવવસ્તી એકમ પર ક્મ્પ્યુટર કાર્યક્રમની રચના અને અસરકારકતા.”
૩ પારિભાષિક શબ્દોની વ્યાખ્યા
પ્રસ્તુત સંશોધનના શીર્ષકમાં સમાવિષ્ટ શબ્દો પણ તેના ચોક્કસ અર્થ સાથે પ્રયોજાય છે. આથી શબ્દોને વ્યાખ્યાયિત કરવાનું જરૂર બને છે.
ધોરણ – ૯
રાષ્ટીય શિક્ષણપંચ (૧૯૬૪-૬૬) દ્વારા નિર્દેશ કરેલ ૧0 + ૨ + ૩ શિક્ષણની નવી તરેહ અસ્તિત્વમાં આવી. ધોરણ – ૧0 પછીનો અર્થાત + ૨ નો તબક્કો ઉચ્ચ માધ્યમિક શિક્ષણનો તબક્કો ગણાય છે. પરંતુ ૧ થી ૧0 ધોરણના સામાન્ય શિક્ષણમાં ધોરણ – ૮, ૯, ૧0 માધ્યમિક શિક્ષણનો તબક્કો ગણાતો હતો. પરંતુ હવે પછે ધોરણ – ૧ થી ૮ પૈકી ૧ થી ૫ ધોરણનો તબક્કો પ્રાથમિક શિક્ષણનો ગણાય છે. ધોરણ – ૬, ૭, ૮ નો તબક્કો ઉચ્ચત્તર પ્રાથમિક શિક્ષણનો ગણાય છે. હવે પછી નવી શિક્ષણનીતિ મુજબ ૨૦૧૧ થી ૯ થી ૧૨ ધોરણનો એક સ્વતંત્ર એકમ નિર્ધારિત કરવામાં આવ્યો છે. આ સ્વતંત્ર એકમનું પ્રારંભિક ધોરણ તે ધોરણ – 9 અને પૂર્વેના માધ્યમિક શિક્ષણના તબક્કા પૈકીના 8,9 અને 10 ધોરણ પૈકીનું ધોરણ – ૮ પછીનું ધોરણ તે ધોરણ – ૯.
પ્રસ્તુત સંશોધનમાં ધોરણ – ૯ એટલે સ્વતંત્ર એકમનું પ્રથમ ધોરણ.
સામાજિક વિજ્ઞાન
As Kohil ના મતે,
Social studies is a subject that deals with the human relationship.
(માનવીના સંબંધોને વર્ણવતા શાસ્ત્રને સામાજિક વિજ્ઞાન કહે છે.)
ગુજરાત રાજ્ય શાળા પાથ્યપુસ્તક મંડળ, ગાંધીનગર સેક્ટર દ્વારા પ્રકાશિત થતા વિષયોના પાઠ્યપુસ્તકમાંનું એક પુસ્તક એટલે સામાજિક વિજ્ઞાન.
ક્મ્પ્યુટર કાર્યક્રમ
Juergen Hass ના મત મુજબ,
” Computer Assisted Instruction is a teaching process in which a computer is used to enhance the education of a student from glossary of Distance education and Internet terminology.”
“પ્રસ્તુત સંશોધનમાં ક્મ્પ્યુટર કાર્યક્રમ એટલે પસંદ કરેલ શૈક્ષણિક એકમ માટે MS Office માંથી Power point પસંદ કરી તેમાં વિષયવસ્તુ માટે સ્લાઈડ તૈયાર કરી રચવામાં આવેલો કાર્યક્રમ જેને ક્મ્પ્યુટર આધારિત કાર્યક્રમ કહેવામાં આવે છે. ટૂંકમાં Powerpoint નો ઉપયોગ કરીને તૈયાર કરેલો સ્લાઈડ શો.
સંશોધકે સામાજિક વિજ્ઞાન વિષયમાં તૈયાર થયેલા કાર્યક્રમો ધોરણ – ૯ ના ‘માનવવસ્તી’ એકમ માટે તૈયાર કર્યો છે. આ પ્રકારનો કાર્યક્રમ C.P.U. દ્વારા કાર્યાત્તિવત કરાય છે. અને તેની રજૂઆત L.C.D. (Liquid Crystal Display) પ્રોજેક્ટની મદદથી મોટા પડદા પર કરી શકાશે.
૪. સંશોધનના હેતુઓ :-
૧. ધોરણ – ૯ ના સામાજિક વિજ્ઞાન વિષયના “માનવવસ્તી” એકમ પર રચિત
ક્મ્પ્યુટર કાર્યક્રમની રચના કરવી.
૨. ક્મ્પ્યુટર કાર્યક્રમ દ્વારા શીખતા પ્રાયોગીક જૂથ અને પરંપરાગત શિક્ષણ પધ્ધતિથી શીખતા નિયંત્રિત જૂથ વિદ્યાર્થીઓના પૂર્વ કસોટીના સરાસરી પ્રાપ્તાંકોની તુલના કરવી અને ઉત્તર કસોટીના સરાસરી પ્રાપ્તાંકોની તુલના કરવી.
3. ક્મ્પ્યુટર દ્વારા શીખતા અને પરંપરાગત પધ્ધતિથી શીખતા કુમારો અને કન્યાઓના ઉત્તર કસોટીમાં સરાસરી પ્રાપ્તાંકોની તુલના કરવી.
૪. કોમ્પ્યુટર કાર્યક્રમ દ્વારા શીખતા અને પરંપરાગત પધ્ધતિથી શીખતા ઉચ્ચ શૈક્ષણિક સિધ્ધિ, મધ્યમ શૈક્ષણિક સિધ્ધિ, ધરાવતા વિદ્યાર્થીઓના ઉત્તર કસોટીના સરાસરી પ્રાપ્તાંકોની તુલના કરવી.
૫. સંશોધનની ઉત્કલ્પના
૧. પ્રાયોગિક જૂથ અને નિયંત્રિત જૂથના વિદ્યાર્થીઓના પૂર્વ કસોટીમાં સરાસરી પ્રાપ્તાંકો અને ઉત્તર કસોટીના સરાસરી પ્રાપ્તાંકો વચ્ચે અર્થસૂચક તફાવત જોવા મળશે નહિ.
૨. પ્રાયોગિક જૂથ અને નિયંત્રિત જૂથના કુમારોનો ઉત્તર કસોટીના સરાસરી પ્રાપ્તાંકો વચ્ચે અર્થસૂચક તફાવત જોવા મળશે નહિ.
૩. પ્રાયોગિક જૂથ અને નિયંત્રિત જૂથના ઉચ્ચ શૈક્ષણિક સિધ્ધિ, મધ્યમ શૈક્ષણિક સિધ્ધિ અને નિમ્ન શૈક્ષણિક સિધ્ધિ ધરાવતા વિદ્યાર્થીઓના ઉત્તર કસોટીના સરાસરી પ્રાપતાંકો વચ્ચે અર્થસૂચક તફાવત જોવા મળશે નહિ.
૬. સંશોધનના ચલો :-
૧. સ્વતંત્ર ચલ : પરંપરાગત પધ્ધતિ, કમ્પ્યુટર આધારિત કાર્યક્રમ
૨. પરતંત્ર ચલ : ઉત્તર કસોટીના સિધ્ધિ પ્રાપ્તાંકો
3. પરિવર્તક ચલ : કુમાર, કન્યા
૭.સંશોધનની મર્યાદા :-
૧. ધોરણ – ૯ ના સામાજિક વિજ્ઞાન વિષયના પાઠ્યપુસ્તકમાં કુલ ૧૯ પ્રકરણો સમાવિષ્ટ છે. તે પૈકી માત્ર પ્રકરણ નં. ૧૯ ‘માનવવસ્તી’ એકમ પર જ ક્મ્પ્યુટર કાર્યક્રમની રચના કરવામા આવ્યું હતું.
૨. અધ્યયન – અધ્યાપનની અનેક પધ્ધતિઓ કે માધ્યમોમાંથી ફક્ત ક્મ્પ્યુટર જેવા યાંત્રિક સાધનોનોજ ઉપયોગ કરાયો હતો.
3. પ્રસ્તુત સંશોધન ફક્ત ગુજરાતી માધ્યમનાં વિદ્યાર્થીઓ પૂરતુ જ મર્યાદિત રાખવામાં આવ્યું હતું.
૪. પ્રસ્તુત સ6શોધન નવસારી શહેરમાં વર્ષ ૨૦૧૫-૨૦૧૬ માં ધોરણ – ૯ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પૂરતુ જ મર્યાદિત રાખવામાં આવ્યુ હતું.
૫. નવસારી શહેરની એક શાળા પસંદ કરી તેમાંથી માત્ર ૪0 – ૪0 વિદ્યાર્થીઓના જૂથો બનાવી તેના પર જ સંશોધન હાથ ધરાયું હતું.
૮. નમૂના પસંદગી
પ્રસ્તુત સંશોધનમાં નમૂનાના પાત્રો તરીકે નવસારી શહેરની માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓને યાર્દચ્છિક રીતે પસંદ કરવામાં આવ્યા હતાં.
સારણી
સંશોધનમાં સમાવિષ્ટ પાત્રોની માહિતી
નમૂનામાં જોતા સ્પષ્ટ થાય છે કે બંને જૂથોના છોકરા અને છોકરી મળીને કુલ 80 વિદ્યાર્થીઓને લેવામાં આવ્યા હતો.
૯. સંશોધન પ્રકાર :-
પ્રસ્તુત સંશોધન વ્યવહારિક સંશોધન પ્રકારનો હતો. તેમજ સંખ્યાત્મક સ્વરૂપ પણ ધરાવતો હતો.
૧0. સંશોધન પધ્ધતિ :-
પ્રસ્તુત સંશોધન પ્રાયોગિક સંશોધન પધ્ધતિ મુજબ હાથ ધરવામાં આવ્યો હતો.
૧૧. સંશોધનનું ક્ષેત્ર :-
પ્રસ્તુત સંશોધનમાં ક્ષેત્રો સામાજિક વિજ્ઞાન તેમજ માધ્યમિક શિક્ષણને લાગુ પડતુ હતું.
૧૨. માહિતી પ્રાપ્ત કરવા માટેના ઉપકરણો : -
પ્રસ્તુત સંશોધનમાં સંશોધનનો હેતુ ક્મ્પ્યુટર આધારિત ઉપકરણ રચવાનો હતો. ઉપકરણ રચનાનો મુખ્ય હેતુ કમ્પ્યુટર આધારિત પ્રોગ્રામમાં Microsoft Office Tools માંથી Power point પસંદ કરી એક સ્લાઈડ શો તૈયાર કરવામાં આવ્યો હતો.
૧3. માહિતી પ્રાપ્તિની રીત :-
પ્રસ્તુત સંશોધનમાં નમૂનાના પાત્રો ઉપર સામાજિક વિજ્ઞાન વિષયના ‘માનવવસ્તી’ એકમ પર Power point પસંદ કરવામાં આવ્યો હતો.
૧૪. માહિતી પૃથ્થકરણની રીત :-
સારણી – ૧
પ્રાયોગિક જૂથ અને નિયંત્રિત જૂઠના વિદ્યાર્થીઓના પૂર્વકસોટીના પ્રાપ્તાંકોની સરાસરી પ્રમાણવિચલન અને ‘ટી’ – મૂલ્ય
સારણી – ૨
પ્રાયોગિક જૂથ અને નિયંત્રિત જૂથના વિદ્યાર્થીઓના ઉત્તર કસોટીના પ્રાપ્તાંકોની સરાસરી પ્રમાણવિચલન અને ‘ટી’ મૂલ્ય.
સારણી – 3
પ્રાયોગિક અને નિયંત્રિત જૂથના કુમારોના ઉત્તર કસોટીના પ્રાપ્તાંકોની સરાસરી, પ્રમાણવિચલન અને ‘ટી’ મૂલ્ય.
સારણી – ૪
પ્રાયોગિક જૂથ અને નિયંત્રિત જૂથની કન્યાઓના ઉત્તર કસોટીના પ્રાપ્તાંકોની સરાસરી, પ્રમાણવિચલન અને ‘ટી’ મૂલ્ય.
સારણી – ૫
પ્રાયોગિક જૂથ અને નિયંત્રિત જૂથના ઉચ્ચ શૈક્ષણિક સિધ્ધિ ધરાવતા વિદ્યાર્થીઓના ઉત્તર કસોટીના પ્રાપ્તાંકોની સરાસરી પ્રમાણવિચલન અને ‘ટી’ મૂલ્ય.
સારણી – ૬
પ્રાયોગિક જૂથ અને નિયંત્રિત જૂથના મધ્યમ શૈક્ષણિક સિધ્ધિ ધરાવતા વિદ્યાર્થીઓના ઉત્તર કસોટીના પ્રાપ્તાંકોની સરાસરી, પ્રમાણવિચલન અને ‘ટી’ મૂલ્ય.
સારણી – 7
પ્રાયોગિક જૂથ અને નિય6ત્રિત જૂથના નિમ્ન શૈક્ષણિક સિધ્ધિ ધરાવતા વિદ્યાર્થીઓના ઉત્તર કસોટી ના પ્રાપ્તાંકોની સરાસરી, પ્રમાણ વિચલન અને ‘ટી’ મૂલ્ય.
૧૬. સંશોધનના તારણો :-
૧. પ્રાપ્ત પરિણામ પરથી નિષ્કર્ષ તારવી શકાયકે ‘માનવવસ્તી’ એકમના અધ્યાયનમાં
પ્રાયોગિક જૂથ અને નિયંત્રિત જૂથના વિદ્યાર્થીઓ કમ્પ્યુટર કાર્યક્રમના અધ્યાયન પહેલાની કસોટીમાં ગુણ સમાન હતા.
૨. પ્રાપ્ત પરિણામ પરથી નિષ્કર્ષ તારવી શકાય કે પ્રાયોગિક જૂથના કુમારો માટે કમ્પ્યુટર ‘માનવવસ્તી’ એકમના અધ્યાયનમાં પ્રાયોગિક જૂથ અને નિયંત્રિત જૂથના વિદ્યાર્થીઓ કમ્પ્યુટર કાર્યક્રમના અધ્યયન પહેલાની કસોટીમાં ગુણ સમાન હતા.
3. પ્રાપ્ત માહિતી પરથી નિષ્કર્ષ તારવી શકાય કે પ્રાયોગિક જૂથના કુમારો માટે કમ્પ્યુટર કાર્યક્રમ વધુ અસરકારક રહ્યો છે.
૪. પ્રાપ્ત પરિણામ પરથી નિષ્કર્ષ તારવી શકાયકે પ્રાયોગિક જૂથના ઉચ્ચશૈક્ષણિક નિષ્ક્રિય ધરાવતા વિદ્યાર્થઓ માટે કમ્પ્યુટર કાર્યક્રમ માટે વધુ અસરકારક રહ્યો છે.
૫. પ્રાપ્ત પરિણામ પરથી નિષ્ક્રિય તારવી શકાય કે પ્રાયોગિક જૂથના મધ્યમ શૈક્ષણિક સિધ્ધિ ધરાવતા વિદ્યાર્થીઓ માટે કમ્પ્યુટર કાર્યક્રમ વધુ અસરકારક રહ્યો છે.
૬. પ્રાપ્ત પરિણામ પરથી નિષ્કર્ષ તારવી શકાય કે પ્રાયોગિક જૂથના નિમ્ન શૈક્ષણિક નિષ્ક્રિય ધરાવતા વિદ્યાર્થીઓ માટે કમ્પ્યુટર કાર્યક્રમ વધુ અસરકારક રહ્યો છે.
૧૬. સંશોધનના શિક્ષણિક ફલિતાર્થ
૧. નમૂના તરીકે પસંદ થયેલ વિદ્યાર્થીઓ સિવાય વ્યાપ વિશ્વના અન્ય વિદ્યાર્થીઓને પણ કમ્પ્યુટર કાર્યક્રમ દ્વારા સામાજિક વિજ્ઞાન વિષયની સમજ આપી તેમને સામાજિક વિજ્ઞાન વિષયમાં વધુ સજ્જ બનાવવા જોઈએ.
૨. માધ્યમિક શાળાઓના સામાજિક વિજ્ઞાન વિષયન શિક્ષકો તથા આચાર્યએ પણ કમ્પ્યુટર શૈક્ષણિક કાર્યક્રમની શિક્ષણ પર થતી અસર જાણી તેનો ઉપયોગ નવીન પ્રયુક્તિ તરીકે અપનાવવો જોઇએ.
૧૭. સંદર્ભસૂચી
1. દેસાઈ,એચ.જી. અને દેસાઈ,કે.જી.(૧૯૯૨). સંશોધન પદ્ધતિઓ અને પ્રવિધિઓ (૫ મી આ.). અમદાવાદ : યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ – ગુજરાત રાજ્ય.
2. ઢીલા, બી.ડી. (૧૯૯૪). મનોવિજ્ઞાન ભાગ – ૨. સંભાવ ચેરીટેબલ ટ્રસ્ટ, પાલડી.
3. પંડ્યા, કુલીન (૧૯૭૬). અનુકૂલન, મનોવિકૃતિ અને માનસિક સ્વાસ્થ્ય. અનાડા પ્રકાશન.
4. શાહ, દીપિકા ભદ્રેશ (૨૦૦૪). શૈક્ષણિક સંશોધન. અમદાવાદ : યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ – ગુજરાત રાજ્ય.
5. ઉચાટ, ડી.એ. (૧૯૮૮) સંશોધનનું સંદોહન. રાજકોટ : સૌરાષ્ટ્ર યુનિવર્સિટી.
6. રાવલ, એન. દેસાઈ, કે. પટેલ, એમ. ગોહિલ, જે. (૨૦૦૫) ભારતીય શિક્ષણના પ્રવાહો અને પ્રશ્નો (પ્રથમ આવૃત્તિ) અમદાવાદ, નીરવ પ્રકાશન પૃ. ૧૬૭
7. સામાજિક વિજ્ઞાનનું અધ્યાપન (અધતન આવૃત્તિ – ૨૦૧૧ ) અમદાવાદ, અમોલ પ્રકાશન અને વારિષેણ પ્રકાશન.