As part of the 2023 Summer Internship Program, Yagnee Trivedi, a curatorial intern, carried forward the neighborhood research initiated by the 2022 interns. Her project focused on exploring the spatial and cultural landscape surrounding the Pattani family homes in Anantwadi. Her work focused on establishing a strong relationship between the neighborhood histories and the archives using community engagement, oral history documentation, and spatial documentation. These efforts later became foundational to the exhibition of Room 6: Tales of Anantwadi at the Public Launch and Open House. Her research also reflected on the impact of the Urban Land Ceiling Act of 1976, examining how policy and place intersect over time.
૨૦૨૩ના સમર ઇન્ટર્નશિપ પ્રોગ્રામના ભાગ રૂપે, ક્યુરેટોરિયલ ઇન્ટર્ન, યાજ્ઞી ત્રિવેદીએ ૨૦૨૨ના ઇન્ટર્ન દ્વારા શરૂ કરાયેલ પડોશનું સંશોધન ચાલુ રાખ્યું. તેમણે અનંતવાડીમાં પટ્ટણી પરિવારના ઘરોની આસપાસના વિસ્તારની શોધખોળ કરી, ત્યાંના લોકો, સ્થાનો અને વાર્તાઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું. તે કાર્યમાં સમુદાય વાર્તાલાપ, મૌખિક ઇતિહાસ અને સ્થળ મુલાકાતોનો ઉપયોગ કરીને પડોશના ઇતિહાસને આર્કાઇવ સાથે જોડવામાં આવ્યો. આ સંશોધને “રૂમ નં. 6 : ટેલ્સ ઓફ અનંતવાડી” ને આકાર આપવામાં મદદ કરી, જે પબ્લિક લોન્ચ અને ઓપન હાઉસમાં દર્શાવવામાં આવ્યું હતું. યાજ્ઞીએ 1976ના શહેરી જમીન ટોચમર્યાદાના કાયદાએ સમય જતાં આ વિસ્તારને કેવી રીતે બદલ્યો તેનો પણ અભ્યાસ કર્યો.
Mapping the Stories of a Neighbourhood
The exercise of documenting and drawing the Pattani Family properties made Yagnee curious about the various changes that these sites had undergone over the years. Her line of inquiry dwelled deeper into the relationship of these properties within the context of its diversified neighbourhood. This led to a detailed analysis of the ownership of land, the changing politics of the Pattani family and the people living here over the years, and their influence on shaping the cultural identity of the neighbourhood of Anantwadi. The process involved meeting the family members and mapping their memories in and around Anantwadi, meeting the residents and learning about the changes which they have experienced through the years as well as studying government records about these changes. Mapping these changes across past and present helped Yagnee identify the geographical and cultural markers that have helped the neighbourhood evolve.
The internship began with a spatial documentation exercise that led to a deep dive into the changing nature of Anantwadi. Spatial documentation explored the impact of land owned by the Pattani family and the unique microculture that developed around it. It examined the present-day condition of that same area—Anantwadi—and its evolving relationship with the city and its people. This inquiry looked at the family’s properties, their level of openness and closeness, and how they shaped community dynamics and identity. The research also questioned what the existing site plans reveal about historical ways of living, how the homes shaped habits and mindsets, and whether the architecture of that time tells a different, perhaps overlooked, story of Bhavnagar’s urban evolution.
Yagnee examined how shifts in the urban landscape influence personal and community memories and identities. Her key research question was: What impact does a changing neighborhood have on family history—and by extension, on the city's collective memory?
પડોશની વાર્તાઓનું નકશાકરણ
યાજ્ઞીએ ઇન્ટર્નશિપની શરૂઆત પટ્ટણી પરિવારની મિલકતોના દસ્તાવેજીકરણ અને ચિત્રકામ થી શરૂ કરી. આનાથી તેમને જાણવાની ઉત્સુકતા જાગી કે સમય જતાં આ સ્થાનો કેવી રીતે બદલાયા તથા અનંતવાડીનો વિસ્તાર - ત્યાંના લોકો અને જમીન બંને વર્ષોથી કેવી રીતે બદલાયા - તે વધુ નજીકથી જોવાનું શરૂ કર્યું. તેણી અનંતવાડીની યાદો સાંભળવા માટે પરિવારના સભ્યોની સાથે મુલાકાત કરી, ત્યાં રહેતા રહેવાસીઓ સાથે તેઓએ જોયેલા ફેરફારો વિશે વાત કરી અને વિસ્તારના ઇતિહાસને સમજવા માટે સરકારી રેકોર્ડનો અભ્યાસ કર્યો.
તેમના સંશોધનમાં પટ્ટણી પરિવારની જમીનની આસપાસના સમુદાયને કેવી રીતે આકાર આપ્યો અને સમય જતાં આ વિસ્તાર કેવી રીતે વિકસિત થયો તે જોવામાં આવ્યું. તેમણે શોધ્યું કે પહેલાના સમયના ઘરો અને તેની રચના કેવી હતી, તે સમયના લોકો કેવી રીતે રહેતા હતા અને તેમની જૂની રીતો હજુ પણ વર્તમાનને કેવી રીતે આકાર આપે છે.
આ કાર્ય દ્વારા, યાજ્ઞીએ સમજવાનો પ્રયાસ કર્યો કે પડોશમાં થતા ફેરફારો કૌટુંબિક યાદોને કેવી રીતે અસર કરે છે - અને આ યાદોના બદલામાં શહેરના સહિયારા ઇતિહાસનો ભાગ કેવી રીતે બને છે.
Oral Histories and Hidden Patterns
Yagnee drew from existing oral history recordings to trace lost built forms and gain deeper insights into the dynamics of neighbourhood relationships. To further support her research, she also talked with members of the Pattani family and local residents of Anantwadi. These narratives often carried emotional and reflective accounts of the house, its surroundings, and evolving city life. This led to the realization that understanding family histories required stepping outside the home and into the neighborhood. Thus, oral histories became a bridge, connecting personal memories with the larger setting of ‘A Pattani Family Home’ (Site 1)
મૌખિક ઇતિહાસ અને છુપાયેલા દાખલાઓ
યાજ્ઞીએ જૂની ઇમારતો અને પડોશના લોકો એકબીજા સાથે કેવી રીતે સંબંધિત છે તે જાણવા માટે હાલના મૌખિક ઇતિહાસ રેકોર્ડિંગ્સનો ઉપયોગ કર્યો. તેમના સંશોધનને સમર્થન આપવા માટે, તેમણે પટ્ટણી પરિવારના સભ્યો અને અનંતવાડીના સ્થાનિક રહેવાસીઓ સાથે પણ વાત કરી. આ વાર્તાઓમાં ઘણી વાર્તાઓ ભાવનાત્મક પણ હતી, અને તેમના ઘર, તેની આસપાસનો વિસ્તાર અને શહેર કેવી રીતે બદલાયું છે તે વિશે ઊંડી સમજ આપી હતી. આ દ્વારા, તેમણે સમજાયું કે પરિવારના ઇતિહાસને સમજવા માટે, પડોશને જોવું પણ મહત્વપૂર્ણ છે.પરિવારના મૌખિક ઇતિહાસે પટ્ટણી ફેમિલી હોમ' (સાઇટ 1) ની વિશાળ પૃષ્ઠભૂમિ સાથે વ્યક્તિગત યાદોને જોડવામાં મદદ કરી, જે દર્શાવે છે કે ઘર અને તેની આસપાસનો વિસ્તાર તથા નજીકમાં રહેતા લોકો આ બધું પરિવારની વાર્તાનો ભાગ છે.
Reaching Out to the Community
Yagnee ventured into the community with sketches, measured drawings, and maps to initiate conversations about what??. Initially met with hesitation, the community soon opened up, sharing personal and layered accounts that revealed a “then and now” contrast of the locality. These narratives were rich, varied, and deeply personal, shaped by ownership, tenancy, and shifts in the urban landscape.
Her work became especially meaningful when it connected to 'Sir Prabhashankar Pattani’s Pavitra Samadhi' (Site 3). By listening to people’s memories and comparing them with old maps and photographs, she helped build a bridge between the past and today, connecting the stories of everyday life with the legacy of the Pattani family. Through her work, different generations and cultural experiences came together, helping the larger auidence understand how much the place has evolved and why it still matters.
સમુદાય સુધી પહોંચવું
યાજ્ઞી સ્કેચ, નકશા અને ચિત્રો લઈને સમુદાયની પાસે ગયા, ત્યાં તેમણે સ્થળ અને તેના ભૂતકાળ વિશે વાતચીત શરૂ કરી. શરૂઆતમાં, લોકોને ખાતરી નહોતી, પરંતુ ધીમે ધીમે તેઓએ તેમની યાદો શેર કરવાનું શરૂ કર્યું. આ વાર્તાઓ દર્શાવે છે, કે સમય જતાં આ વિસ્તાર કેવી રીતે બદલાયો છે - ત્યાં કોણ રહેતા હતા, તે ઘરોના માલિક કોણ હતા અને શહેર કેવી રીતે વધ્યું તેના આધારે કાર્ય કર્યું.
જ્યારે તેમનું કાર્ય સર પ્રભાશંકર પટ્ટણીની પવિત્ર સમાધિ (સાઇટ 3) સાથે જોડાયુ ત્યારે તે વધુ અર્થપૂર્ણ બન્યું. લોકોની યાદો સાંભળીને અને તે યાદોને જૂના નકશા અને ફોટાઓ સાથે તેમની તુલના કરીને, તેમણે દૈનિક જીવન અને કૌટુંબિક ઇતિહાસ કેવી રીતે જોડાયેલા છે, તે દર્શાવ્યું. તેમના કાર્યથી વિવિધ સમય અને લોકોની વાર્તાઓ એકત્ર થઈ, જેનાથી અન્ય લોકોને એ જોવામાં મદદ મળી કે આ વિસ્તાર કેવી રીતે બદલાયો છે - અને તે આજે પણ કેમ મહત્વપૂર્ણ છે.
From Research to Curatorial Execution
The stories from ‘Tales of Anantwadi’ began with a simple but powerful question: what do people remember about living here? Through conversations with family members and neighbours, memories started to surface—of places, routines, and emotions tied to this neighbourhood. The idea was to not just collect these stories, but to understand what they meant for the community and the changing neighbourhood around it. What do these memories tell us about the place? What is lost, what remains, and what still connects people to Anantwadi?
From there, the stories became the heart of the exhibition. The neighborhood research inspired a curatorial concept where old compound walls were reimagined as storytelling surfaces. Temporarily affixed doors and windows symbolized the lost homes and fading memories of Anantwadi. These six stories are all deeply connected, each one adding a layer to the larger picture of life in Anantwadi and the values that shaped it. Together, they don’t just describe memories—they build a narrative of a community where care, joy, and belonging were part of everyday life.
The first story sets the tone, placing us in a time where nature and architecture lived in harmony. The peacocks’ calls remind us of how peaceful and connected life once was. From there, the second story brings us closer to people—how sharing something as simple as buttermilk reflects generosity and care for neighbours. This idea of care grows stronger in the third story, where education becomes the next form of support. The home turns into a space of learning and growth, especially for those who needed it most. Then, we move into the world of children in story four—where freedom, fun, and nature go hand in hand. This playful connection with land continues in story five, where wells and water trails become places of joy and imagination. The last story brings it all together—family, tradition, hard work, and happiness—through the act of making ice cream. It shows how small routines can build strong bonds and lasting memories.
Together, they offer a glimpse into a way of life where every part of the day held meaning, and where relationships with people and places shaped a sense of belonging. These six stories served as a critical window into Anantwadi’s cultural memory, and situating Pattani Archives in its larger context.
સંશોધનથી ક્યુરેટોરિયલ એક્ઝિક્યુશન સુધી
‘ટેલ્સ ઓફ અનંતવાડી' ની વાર્તાઓ એક સરળ પ્રશ્નથી શરૂ થઈ હતી. આ વિસ્તારમાં રહેણાંકની શું યાદો છે ? જેમ જેમ તેમણે પરિવારના સભ્યો અને પાડોશીઓ સાથે વાત શરૂ કરી. તેમ તેમ રોજિંદા જીવન, સ્થાનો અને લાગણીઓની યાદો ની માહિતી મળી. યાજ્ઞીએ ફક્ત આ યાદોને એકત્રિત કરવા માંગતા ન હતા - તે સમજવા માંગતા હતા કે તેઓ પડોશ વિશે શું કહે છે, શું બદલાયું છે અને આજે પણ લોકોને અનંતવાડી સાથે શું જોડે છે.
આ યાદો પ્રદર્શનનો મુખ્ય ભાગ બની. ટીમે આ વાર્તાઓ દર્શાવવા માટે જૂની દિવાલો, બારીઓ અને દરવાજાઓનો ઉપયોગ કર્યો - જે હવે અસ્તિત્વમાં નથી તેવા ઘરો અને જીવનનું પ્રતીક છે. છ વાર્તાઓ એકબીજા સાથે ગાઢ રીતે જોડાયેલી છે. તેઓ દર્શાવે છે, કે અનંતવાડીમાં જીવન કેવી રીતે કાળજી, આનંદ અને એકતા દ્વારા ઘડાયું હતું.
પહેલી વાર્તા આપણને એ સમયની યાદ અપાવે છે, જ્યારે પ્રકૃતિ અને ઇમારતો શાંતિથી સાથે રહેતા હતા - જ્યારે મોર ભાવનગરમાં મીઠા ટહૂકા કરતા હતા. બીજી વાર્તા માનવીય દયા તરફ આગળ વધે છે, જ્યાં છાશ વહેંચવાનો અર્થ સમુદાયની સંભાળ રાખવાનો હતો. ત્રીજી વાર્તામાં પરિવારે વિદ્યાર્થીઓને ખોરાક અને રહેવાની જગ્યા આપીને કેવી રીતે મદદ કરી તે વિશે વાત કરવામાં આવી છે. ચોથી વાર્તા બાળપણની યાદોને પાછી લાવે છે - ખેતરોમાં રમવું અને ફળો તોડવા. પાંચમી વાર્તામાં કુવાઓ અને પાણીના ધોરીયા ને કલ્પના અને બહાદુર મનોરંજન ના સવલતો તરીકે દર્શાવે છે. છેલ્લી વાર્તા દરેક વસ્તુને “આઈસ્ક્રીમ બનાવવા”ની કૌટુંબિક પરંપરા - સાથે જોડે છે. તે બતાવે છે કે કેવી રીતે સાથે કામ કરવાથી, પછી ભલે તે સાધારણ હોય મજબૂત બંધનો અને મીઠી યાદો બને છે.એકસાથે, આ વાર્તાઓ આપણને અનંતવાડીના માહોલ અને તે પટ્ટણી આર્કાઇવ્સના વ્યાપક કાર્ય સાથે કેવી રીતે જોડાયેલ છે, તે સમજવામાં મદદ કરે છે.
The 3D Visualisation
Yagnee developed 3D visualizations of various exhibition spaces to bring the curatorial ideas to life. These models helped the team conceptualize how visitors would engage with the installation—walking through, peeking into windows, and metaphorically entering the layered histories of Anantwadi. A significant aspect of this exercise was developing the family tree in collaboration with Astha Pandya (former research assistant) and Mansukbhai Mistri (the carpenter), which has become a permanent exhibit at Pattani Archives.
3D વિઝ્યુલાઇઝેશન
યાજ્ઞીએ પ્રદર્શનની જગ્યાઓના 3D મોડેલ્સ બનાવ્યા જેથી ક્યુરેટોરિયલ વિચારોને જીવંત બનાવી શકાય. આ મોડેલ્સે ટીમને કલ્પના કરવામાં મદદ કરી કે મુલાકાતીઓ પ્રદર્શનની જગ્યામાંથી કેવી રીતે પસાર થશે - બારીઓ માંથી જોશે અને અનંતવાડીની વાર્તાઓમાં પ્રવેશ કરશે. આ કાર્યનો એક મહત્વપૂર્ણ ભાગ પટ્ટણી પરિવાર વૃક્ષ બનાવવાનો હતો, જે આસ્થા પંડ્યા (ભૂતપૂર્વ સંશોધન સહાયક) અને મનસુખભાઈ મિસ્ત્રી (સુથાર) સાથે વિકસાવવામાં આવ્યો હતો. આ વૃક્ષ હવે પટ્ટણી આર્કાઇવ્ઝમાં કાયમી પ્રદર્શન છે.
Impact of the study
Yagnee’s work not only enriched the Open House exhibition but also shifted the Pattani Archives’ approach from a family-based archive to one that engages with the city and its people. This project bridged family archiving and urban storytelling, marking a pivotal moment where neighborhood studies became neighborhood stories.
અભ્યાસની અસર
યાજ્ઞીના કાર્યથી ઓપન હાઉસ પ્રદર્શનમાં ખૂબ મૂલ્ય ઉમેરાયું અને પટ્ટણી આર્કાઇવ્સ જે એક કૌટુંબિક આર્કાઇવ્સ તરીકે શરુ થઈ તેને લોકો સાથે જોડાવાના હેતુમાં મદદ કરી.તેમના પ્રોજેક્ટેએ પડોશ વિશેના સંશોધનને વાર્તાઓમાં ફેરવી દીધું, જે આર્કાઇવ દ્વારા સ્થાનિક ઇતિહાસ કહેવામાં એક મહત્વપૂર્ણ પગલું બન્યું.