The journey begins with a celebration of family ties—weddings and intimate gatherings. These images are not merely records; they are testaments to relationships, emotions, and traditions. Kalpana Bhatt meticulously labeled the backs of these photographs, ensuring that names and stories would not be lost to time. The photographs of family gatherings, childhood moments, and traditions unfolding provide a counterpoint to the grandeur of Bhavnagar’s political past. They remind us that history is not only about rulers and policies but also about how people lived, loved, and connected.
Rituals held a profound significance in the Pattani family, serving as expressions of the community's rich heritage and values. They acted as conduits for understanding traditions, reinforcing social bonds, and instilling a sense of belonging among individuals.
Within the Pattani family, various rituals were performed with great reverence, reflecting their deep-rooted cultural and spiritual beliefs. Let’s explore how these traditions were practiced within the family, offering a glimpse into their cultural legacy.
એક અનેરી સફર શરુ થાય છે પારિવારિક મેળાવડાંઓથી - જેની તસવીરો માત્ર અહેવાલો કે સૂચિઓ ન રહેતા, સંબંધો, લાગણીઓ અને રિવાજોના અનોખા પુરાવા બની રહે છે. કલ્પના ભટ્ટે બધી તસવીરોની પાછળ વિશેષ નોંધ પણ લખી રાખી છે, જેથી તેમાં કેદ ક્ષણો અને વ્યક્તિઓના નામ ભુલાઈ ન જાય. કૌટુંબિક મેળાવડા, બાળપણની યાદગાર ક્ષણો, કુટુંબના રિવાજો, કાંઈ કેટલુંય આ તસવીરોને રાજકીય ઘટનાઓ થી જુદી પાડે છે. ઇતિહાસ માત્ર રાજાઓ, નેતાઓ અને તેમની નીતિ સુધી સીમિત નથી હોતો, તે સમયે સમાજ અને લોકોની રહેણીકરણી, એકબીજા સાથેની લાગણી અને પ્રેમ પણ ઇતિહાસ રચે છે.
રીતિરીવાજોનું અનેરું સ્થાન પટ્ટણી પરિવારમાં રહેલું હતું અને તેનાથી સમાજના અમૂલ્ય વારસાનો ખયાલ આવે છે.પરિવારની રહેણીકરણી, મૂલ્યો, સામાજિક વ્યવહાર અને સમાજના જવાબદાર નાગરિક બનવાની સમજ કદાચ આ રીતે આવી.
પટ્ટણી પરિવારમાં અમુક રિવાજો પાળવામાં આવતા અને ઊંડી શ્રદ્ધા તથા આધ્યાત્મિક સમજ કુટુંબના સભ્યોમાં આવતી ગઈ. પાટીવાર ના રિવાજ અને ધાર્મિક વિધિઓ વિશે આવો, જાણીએ.
What does it mean to pass from childhood into responsibility?
During the Janoi (thread ceremony), observed in communities like Lohanas, Kathi Darbars, Kshatriyas, Vaniyas, Brahmakshatriyas, etc, the child’s parents sit together for the ritual, where the Guru Mantra is imparted. The father whispers the Gayatri Mantra into the child's ear while both cover their heads with a cloth. At this stage, the child is referred to as Batuk. Traditionally, the Janoi is performed when a boy is around 5, 7, 9, 11, or 13 years old. If it was not conducted in childhood, it is performed before his marriage. Rupa Pattani, a senior family member, states that in the Pattani family, the Janoi (thread ceremony) takes place before a wedding, typically during the Mandap Muhurat.
Before the ceremony, the child's hair is cut, and he wears the sacred thread (Janoi). Following the ritual, he is expected to recite the Gayatri Mantra daily and adhere to specific religious rules. In earlier times, the child would leave home to study under a guru, receiving alms in the form of books and sweets before departing. However, in today's times , an uncle ceremoniously stops the child, encouraging him to pursue his education within the family by offering gifts. This ritual, Badvo, takes place in the evening.
The Janoi ceremony symbolizes a spiritual rebirth, marking the child’s transition into disciplined learning and religious responsibilities.
બાળપણ થી જવાબદારી ની વય સુધી પહોંચવું એટલે શું?
જનોઈ સમયે પુત્ર ના માતા પિતા વિધિ પ્રમાણે, તેની સાથે બેસીને તેને ગુરુ મંત્ર આપે છે.પિતા પુત્રના કાન માં ગાયત્રી મંત્ર બોલે છે અને બંને પોતાના માથા એક કાપડ થી ઢાંકે છે. આ સમયે પુત્ર બટુક તરીકે ઓળખાય છે. પુત્ર 5,7,9,11 કે 13 વર્ષ નો થાય તે સમયે જનોઈ આપવામાં આવે છે. (યજ્ઞોપવિત સંસ્કાર) બાળપણ માં આ વિધિ ન થઇ શકી હોય તો એ તેના લગ્ન પ્રસંગે કરવામાં આવે છે. રૂપ પટ્ટણી, પરિવાર ના વડીલ સભ્ય કહે છે કે પટ્ટણી કુટુંબ માં જનોઈ ની વિધિ પુત્રના લગ્ન પહેલા, મંડપ મુહૂર્ત ના સમયે કરવામાં આવે છે.
જનોઈ ની વિધિ પહેલા, પુત્ર ના વાળ કાપીને તેનું મુંડન કરવામાં આવે છે અને જનોઈ ધારણ કરવાની વિધિ પછી તેણે પ્રતિદિન ગાયત્રી મંત્રનો જાપ કરવો જરૂરી છે તથા અમુક અન્ય રિવાજો પણ પાળવા જરૂરી છે. વર્ષો પહેલા, બાળક પોતાના ઘરથી દૂર,ગુરુ પાસે અભ્યાસાર્થે જતો અને તે હેતુ તેને જનોઈ પ્રસંગે ભિક્ષા રૂપે પુસ્તકો અને મીઠાઈ આપવામાં આવતા. હવે, સમય બદલાયો હોઈ, પુત્રને વિધિપૂર્વક ગુરુ પાસે જતો રોકીને પોતાના પરિવાર સાથે રહીને અભ્યાસ પૂર્ણ કરવા પ્રોત્સાહિત કરવામાં આવે છે. આ વિધિ, જે બડવો કહેવાય છે, તે સંધ્યા સમયે થાય છે.
જનોઈ થવા યજ્ઞોપવિત સંસ્કાર થી બાળકનો આધ્યાત્મિક પુનર્જન્મ થાય છે તેવી માન્યતા છે અને જીવન માં શિસ્ત ને જવાબદારી ની સમજણ આવે છે.
Weddings are more than just ceremonies—they are narratives of customs, symbols, and heritage. Each community and region had its own distinct rituals, deeply rooted in tradition. Unlike today, where weddings often emphasize grand celebrations, these photographs capture a time when rituals were intimate, meaningful, and centered around loved ones. These photographs stand as a testament to those rich and diverse traditions.
The wedding proceedings begin with Sanji Rasam, where women sing traditional wedding songs in their respective homes as the bride and groom get dressed for the occasion. A cherished custom, Ladka Ladoo, follows, where the bride’s favorite sweets are specially prepared and brought to celebrate her joyous occasion.
Next is the Mandap Muhurat, where a puja is performed to sanctify the mandap. This is followed by the Randal Ceremony, during which Goddess Randal Mataji is invited into the home, and women (and sometimes men) participate in a dance known as Ghodo Khundvo. A day before the wedding, women partake in Ukardi Nautaravi, a celebratory ritual.
The Grah Shanti Puja is then performed to seek divine blessings for a harmonious married life. On the wedding day, as the Baarat (wedding procession) arrives at the venue, the groom is welcomed by his mother-in-law through the Ponkhva ni Rasam. The Chab Rasam is then performed before the wedding ceremony begins. The Mandap is adorned with traditional earthen pots (matkas), either four or seven in number, known as Chori, which are later distributed among family members.
During the wedding, the sacred Mangalashtak hymns are sung, marking the sanctity of the union. As the bride leaves her maternal home, she imprints her kumkum or haldi-stained handprints on the wall, signifying a poignant farewell.
What makes these rituals special to the Pattani family? You can see in these photographs:
The groom's khup, adorned with heirloom jewels.
The bride’s ghunghat, a veil of tradition and reverence.
The Mangalashtak hymns, blessing the union.
The ritual of Kuvaru padalu, the bride’s jewels and saree are kept in a thali.
Here through this collection, we see more than just rituals—we witness relationships, emotions, and the intimate ways families come together.
લગ્નોમાં વિધિ ની સાથે સાથે રિવાજો, કથાઓ, અને કૌટુંબિક વારસો પણ જળવાતો હોય છે.પ્રત્યેક સમુદાય ની પોતાની વિશિષ્ટ પરંપરા હોય છે , જે આજના સામાન્ય અને સરખી ઉજવણી થી તદ્દન જુદા પડે છે. આ તસવીરો એ અનોખી પરંપરા નો પુરાવો છે.
પ્રત્યેક સમુદાય ના પોતાની આગવી પરંપરા હોય છે અને જેના માટે તેમને અપાર શ્રદ્ધા હોય છે.આજે જયારે લગ્ન પ્રસંગો મોટા મેળાવડા અને ઉત્સવ થી વધુ કાંઈ નથી હોતા, ત્યારે આ તસવીરો એવા પ્રસંગો ને કેદ કરે છે જયારે વિધિ અને રિવાજો સમજપૂર્વક કરવામાં આવતા અને કુટુંબ તરફની લાગણી કેન્દ્ર સ્થાને રહેતી.
લગ્નમાં સાંઝી રસમ ની એક વિશિષ્ટ પરંપરા છે જ્યાં વર અને કન્યા ના ઘરોમાં બહેનો પોતપોતાના રિવાજ પ્રમાણે લગ્ન ગીતો ગાઈને ઉજવણી ની શરૂઆત કરે છે. એક ખુબજ જાણીતી અને માનીતી પરમાર છે -લાડકા લાડુ - વાર અને કન્યાની મનભાવતી મીઠાઈઓ બનાવીને તેમનું મોઢું મીઠું કરાવાય છે.
ત્યાર બાદ આવે છે મંડપ મુહૂર્ત, જેમાં લગ્નમંડપ ને પવિત્ર કરવા ની પૂજા વિધિ થાય છે. ત્યાર પછી રાંદલ માતા ની પૂજા કરવામાં આવે છે અને બહેનો (ક્યારેક પુરુષો પણ)ને ઘરે આમંત્રિત કરીને રાંદલ માતા ના ગરબા ગવાય છે, જેને ‘ઘોડો ખૂંદવો ‘ એમ કહેવાય છે. લગ્ન ના આગલા દિવસે કુટુંબ ની બહેનો ‘ઉકરડી નોતરવી’ વિધિ કરે છે જે પણ ઉજવણીનો ભાગ છે.
ગ્રહ શાંતિ પૂજા પણ કરવામાં આવે છે, યુગલ માટે દૈવી આશીર્વાદ મેળવવા માટે. લગ્ન ના દિવસે વરપક્ષ ના મહેમાનો કન્યા ને ઘરે લગ્ન મંડપ માં પધારે છે અને વાજતે ગાજતે આવતાં આ મહેમાનો ના સમૂહ ને વરઘોડો કહે છે. કન્યા ની માતા વર નું સ્વાગત ‘પોંખવાની વિધિ’ થી કરે છે . છાબ ની વિધિ લગ્ન શરુ થતા પહેલા કરવામાં આવે છે. મંડપ ને ચાર ખૂણે ચાર અથવા સાત માટલા મૂકીને શણગારવામાં આવે છે, જેને ચૉરી કહેવામાં આવે છે. લગ્ન વિધિ બાદ આ માટલા કુટુંબીઓમાં વહેંચી દેવાય છે.
લગ્નવિધિ દરમ્યાન પવિત્ર મંગલાષ્ટકનું ગાન યુગલ ના જીવન ની મંગલ કામના હેતુ થાય છે. વિદાય સમયે કન્યા કંકુ અથવા હળદર વાળા હાથે પોતાના ઘર માં છાપ પાડે છે, જે એક શુભ વિદાય નો સંકેત બની રહે છે.
પટ્ટણી પરિવાર માટે આ રિવાજો મહત્વ શા માટે ધરાવતા હતા એ આ તસ્વીરોમાં જોઈ શકશો.
વર નો ખૂપ , જે વંશપરંપરાગત ઘરેણાં થી શણગારેલો હોય.
કન્યા નો ઘૂંઘટ, જેનાથી તેનું માન જળવાય
મંગલાષ્ટક ના શ્લોક , જે યુગલ માટે આશિર્વદ છે
કુંવારું પડલું , જેમાં કન્યા ના ઘરેણાં અને વસ્ત્રો રાખવામાં આવે.
આ અનોખા સંગ્રહ માં રિવાજો થી પણ વધારે ઘણું છે-લાગણી અને પ્રેમના સંબંધો,અને પરિવાર ના સભ્યો ની એક બીજા માટેની હૂંફ અને સન્માન .
Weddings have long been more than just a personal celebration of love—they are also a reflection of culture, tradition, and social prestige. Did you know the presence of dignitaries at a wedding is not merely ceremonial; it signifies the merging of personal relationships with societal recognition?
The connections run deep—Dharmakumar Sinhji Gohil, youngest son of Maharaja Bhavsinhji II and a noted environmentalist, was a close friend of Shashikant Pattani, as was Nanu bhai Amin, the influential chairman of Jyoti Limited, whose industrial ventures shaped Gujarat’s landscape. Ravishankar Bhatt, Kalpana Bhatt’s father-in-law and was the founder of Chairman Unit Trust of India. Nanalal Chokshi, former mayor of Baroda was a close associate of the Pattani family. Then there's Ela ben Vyas, daughter of Devendra Bhai Vyas—fondly known in the family as Babu Kaka—who founded Bhavnagar’s Young Club. Ela ben, who was the same age as Kalpana Bhatt, also took part in the wedding celebrations. Another key figure is Jagdish Vaidya, Kalpana ben's maternal uncle. These individuals weren’t just guests; they were integral to the fabric of the Pattani family’s history, reflecting friendships, alliances, and a shared vision for Bhavnagar.
As we revisit these moments through Kalpana Bhatt’s collections, we see not just faces but relationships—an era preserved in her collection.
લગ્નો એ પ્રેમ ની વ્યક્તિગત ઉજવણી થી વધીને સંસ્કાર, પરંપરા અને સામાજિક સન્માન બની રહે છે. લગ્ન પ્રસંગો માં સમાજ ના મહાનુભાવો ની હાજરીથી સંબંધો બને છે અને જળવાય છે, સાથે વ્યક્તિગત અને સામાજિક તાણાવાણા વધુ મજબૂત બને છે.
પ્રથમ તસ્વીર માં શ્રી રવિશંકર ભટ્ટ, કલ્પણભટ્ટ ના શ્વસુર અને યુનિટ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા ના સ્થાપક,બાપા સાહેબ, ભાવનગર ના મહારાજા ના નાના ભાઈ, નાનુભાઈ અમીન, જ્યોતિ લિમિટેડ ના સન્માનનીય ચેરમેન ,નાનાલાલ ચોક્સી, બરોડા ના ભૂતપૂર્વ મેયર અને પટ્ટણી પરિવાર ના મિત્ર તથા શશીકાંત પટ્ટણી, વધુ ના પિતા.બીજી તસ્વીર માં (ડાબેથી) ઇલાબેન વ્યાસ, દેવેન્દ્રભાઈ વ્યાસ (કુટુંબ માં બાબુકાકા તરીકે જાણીતા) ના પુત્રી. દેવેન્દ્રભાઈ ભાવનગર ની યંગ કલબ ના પ્રણેતા હતા. ઇલાબેન કલ્પનાબેન ની ઉંમર ના હતા. તેમની સાથે છે કલ્પનાબેન અને જગદીશ વૈદ્ય,તેમના મામા.આ સંબંધ ઘણા ઊંડા છે - ધર્મકુમારસિંહજી ગોહિલ, મહારાજા ભાવસિંહજી (...) ના સૌથી નાના પુત્ર અને જાણીતા પર્યાવરણવિદ્દ , શશીકાંત પટ્ટાઇ ના ખાસ મિત્ર હતા અને નાનુભાઈ અમીન પણ , જેમના ઉદ્યોગો થકી ગુજરાત નું નામ થયું.
આ વ્યક્તિ માત્ર મહેમાન ન હતા; પટ્ટણી પરિવાર ના અંગત સ્નેહી અને મિત્ર રહ્યા. ભાવનગર ના વિકાસ માટેની દૂરંદેશી થી સહિયારા પ્રયાસ કરી શક્યા.
Weddings mark new beginnings, but what happens after? How do families come together to celebrate life’s milestones beyond the wedding day?
These photographs from the Kalpana Bhatt Collection show us one such cherished tradition of the gathering of people attending the Khodiyar Lapsi, a traditional feast held at the Khodiyar Temple. Situated on the edge of the Tataniya Wali Lake, this temple is one of the famous holy temples near Bhavnagar. The scene highlights the communal atmosphere as individuals partake in the celebration, reflecting its cultural significance.
But you might wonder, why is this memory important to the Pattani Family?Khodiyar Temple, located 18 kilometers from Bhavnagar, is dedicated to the Khodiyar goddess, the family deity of the Bhavnagar royal family. The Pattani family also holds deep reverence for the Goddess and continues to worship at the temple. As part of this tradition, members of the Pattani family set aside time from their daily routines to gather ingredients for preparing Lapsi, a traditional feast. They also bring along various snacks to accompany the meal. Upon reaching the Khodiyar Temple, they prepare Lapsi as an offering to the goddess, expressing their devotion and gratitude. This age-old practice remains a living tradition even today.
We remain curious if Pattani Family ancestors also follow this tradition; after they celebrate the weddings of their family members.
પટ્ટણી પરિવારના સભ્યો જ્યારે બધા ફ્રી હોય એ સમયે ઘરે થી લાપસી બનાવવાની બધી સામગ્રી લઈને ભાવનગર થી 18 કિલોમીટર દૂર રાજવી પરિવારના કુળદેવી ખોડીયાર માતાજીના મંદિરે જાય છે .
પટ્ટણી પરિવારના લોકો પણ ખોડીયાર માતાજીને પૂજે છે. ત્યાં પ્રસાદમાં ખોડીયારમાં ને લાપસી ધરાવવામાં આવે છે અને તે લાપસી પરિવારના લોકો જાતે બનાવીને માતાજીને ધરીને ખાય છે.ખોડીયાર મંદિર એ મહારાજા વખતસિંહજી દ્વારા સ્થાપિત છે અને આજે મહારાજા કૃષ્ણકુમારસિંહજી દ્વારા બંધાયેલું એક નાનું મંદિર છે.વર્તમાન સમયમાં લાખો ભક્તો માટે શ્રદ્ધા, આશા અને ખાતરીનું પ્રતીક બની ગયું છે.
શ્રી ખોડિયાર માતા એ ગોહિલોના 'સહાયક દેવી’ છે તથા ભાવનગર મા રહેતા લોકો તેમને 'લોકદેવી' તરીકે માને છે. રાજવી પરિવારના કુળદેવી ખોડીયાર હોવાથી તેઓ સૌથી પહેલા ત્યાં દર્શને જાય છે લગ્ન પછીની વિધિ કરવા એવું અમે સાંભળ્યું છે; ભાવનગરના લોકો પણ જેમના કુળદેવી ખોડીયાર હોય તેઓ ત્યાં લગ્ન પછી જઈને દર્શન કરે છે.
ખોડિયાર મંદિર એ ભાવનગરના રાજપરા ગામમાં એક સુંદર તાતણીયા તળાવ ના કિનારે આવેલું છે. ત્યાં એક નાનકડા પર્વત પર સાત બહેનોનું મંદિર છે અને ત્યાંથી થોડે આગળ ખોડીયાર ડેમ છે.
What does spirituality mean to you? Is it faith, devotion, or a guiding force in your life?
The photographs from the Kalpana Bhatt collection show moments of intersection in the spiritual journey of Ramdas Swami and the Pattani family. The first photograph features a still image of Ramdas Swami. The other striking image captures him engaging in a discussion with Anantarai Pattani while addressing his followers.
Did you know that Guru Ramdas Swami used to visit Bhavnagar every year from Mangalore? His teachings left a lasting impact on many, including the Pattani family, who became devoted followers. Special horse carriages were sent to bring the revered Guru, who would stay for three days, guiding and preaching to the people.
અધ્યાત્મ તમારે મન શું છે? વિશ્વાસ, ભક્તિ કે પછી જિંદગી ના સાચા માર્ગ તરફ દોરી જનાર એક અદ્રશ્ય તાકાત? / જીવન નું પથદર્શક પરિબળ?
કલ્પના ભટ્ટ ના સંગ્રહ ની તસવીરો માં રામદાસ સ્વામી અને પટ્ટણી પરિવાર વચ્ચે નો આધ્યાત્મિક સેતુ ઉજાગર થાય છે. પ્રથમ તસ્વીર રામદાસ સ્વામી ની છે.બીજી તસ્વીર માં પોતાના અનુયાયીઓને સંબોધતાં ,અનંતરાય પટ્ટણી સાથે આધ્યાત્મિક ગોષ્ઠી કરતાં દેખાય છે.
જાણવું ગમશે કે ગુરુ રામદાસ સ્વામી પ્રતિવર્ષ મંગલોર થી ભાવનગર આવતાં અને તેમના સંબોધનો અને પ્રવચનો થી તેમના અનુયાયીઓને, જેમાં પટ્ટણી પરિવાર પણ હતો, દિવ્યતાનો અનુભવ થતો.