Pattani Archives participated in the Folk Exhibition section of Saurashtra Lokmanthan 2024 on October 19th & 20th at Maharaja Krishnakumarsinhji Bhavnagar University. This event celebrated Saurashtra's rich folk culture and provided a platform to highlight the archives' milestones.
We showcased video stories from our, Public Launch and Open House Exhibition: “Ordao Pattani Parivar Na, Vartao Kathiyawad ni" sharing captivating narratives from the Kathiawar region. Visitors engaged with these stories, which will also feature in an upcoming publication.
The exhibition was a meaningful experience, fostering deeper connections with the community and celebrating regional heritage.
મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીમાં યોજાયેલ સૌરાષ્ટ્રની લોક સંસ્કૃતિના સંવર્ધન માટે આયોજિત સૌરાષ્ટ્ર લોકમંથન 2024 કાર્યક્રમમાં તારીખ 19 અને 20 ઓક્ટોબરના રોજ લોક પ્રદર્શનની વિભાગમાં પટ્ટણી આર્કાઇવ્ઝએ ભાગ લીધો હતો.
આ પ્રદર્શનમાં પટ્ટણી આર્કાઇવ્ઝ દ્વારા ડિસેમ્બર- 2023 માં ઓપન હાઉસ અને જાહેર લોકાર્પણ પ્રદર્શન " ઓરડાઓ પટ્ટણી પરિવારના, વાર્તાઓ કાઠીયાવાડની" વાર્તાઓ વર્ચ્યુઅલ રીતે પ્રદર્શિત કરવામાં આવી હતી. આ વાર્તાઓને મુલાકાતીઓ એ જોઈ, સાંભળી અને અનુભવી તથા અમે તેમની પાસેથી દિવાળી માટે પોસ્ટકાર્ડ લખાવ્યા. આ પ્રદર્શન મુલાકાતી માટે એક ગૌરવશાળી અનુભવ રહ્યો છે. તથા આ જ વાર્તાઓને અમે ટૂંક સમયમાં પબ્લિકેશનમાં લાવી રહ્યા છીએ.
આ પ્રદર્શન અમારા માટે એક અર્થપૂર્ણ અને પ્રભાવશાળી અનુભવ હતો, જેણે સમુદાય સાથે અમારા ગાઢ સંબંધો બનાવ્યા.