“સ્ટ્રોક” કે જેને “ લકવો” અથવા ``બ્રેઈન એટેક`` પણ કહેવાય છે, તે ભારતમાં ગંભીર, લાંબા ગાળાના અપંગતા અને મૃત્યુનું પ્રમુખ કારણ છે.
સ્ટ્રોકના મુખ્ય લક્ષણો:
■ ચહેરા, હાથ અથવા પગની અચાનક નિષ્ક્રિયતા અથવા નબળાઇ (ખાસ કરીને શરીરના એક બાજુ પર)
■ અચાનક મૂંઝવણ, બોલવામાં અથવા સમજવામાં મુશ્કેલી
■ એક અથવા બંને આંખોમાં જોવામાં અચાનક મુશ્કેલી
■ અચાનક ચક્કર અથવા સંતુલન ગુમાવવું
■ અચાનક ગંભીર માથાનો દુખાવો
ઉપરોક્ત કોઈપણ લક્ષણો દર્શાવે , તે સમયે ઈમરજન્સી સેવાનો સંપર્ક કરો