હાથ/પગ/ચેહરાની નસો અને સ્નાયુઓની નબળાઈ, નસ નું દબાણ, નસો સ્નાયુઓ સુકાવા. અથવા હાથ / પગ માં ખાલી/ઝણઝાણાટીની તપાસ માટે ઈ.એમ.જી., એન. સી. વી. નો રિપોર્ટ કરવવામાં આવે છે.
તપાસ માટે દર્દી એ ઢીલા વસ્ત્રો પહેરીને આવવું. એન. સી. વી (NCV) ના રીપોર્ટ દરમિયાન બહુજ ધીમી તીવ્રતાના કરંટ દ્વારા નસોની તપાસ કરવામાં આવે છે.
અમુક દર્દીઓને એન. સી. વીની તપાસ પછી ઈ. એમ. જી. (EMG) ની જરૂર પડે છે, કે જેમાં ઝીણી સોય દ્વારા સ્નાયુઓની તપાસ કરવામાં આવે છે.
EMG NCVની તપાસ કરવામાં ૩૦ મિનીટ થી ૧ કલાક જેટલો સમય લાગી શકે છે.