જી. બી. એસ. ( ગિયાન બારે સિન્ડ્રોમ) ઝડપથી આગળ વધતો નસો/ સ્નાયુરો નો રોગ છે કે જેમાં હાથ, પગ, ખોરાક ગળવાના સ્નાયુઓં અને અમુક કિસ્સામાં શ્વાસ લેવાના સ્નાયુઓ નબળા પડતા જાય છે. અમુક જી. બી. એસ. ના દર્દીઓને આ બીમારીને કારણે વેન્ટીલેટર ( કૃત્રિમ શ્વાસોશ્વાસનું મશીન) ની પણ જરૂર પડી શકે છે. આ બીમારીમાં દર્દીઓને ધબકારા અને બ્લડ પ્રેશર માં પણ અનિયમિતતા આવી શકે છે કે જે અમુક વાર જીવલેણ પણ સાબિત થઇ શકે છે. સમયસર નિદાન અને યોગ્ય સારવારથી મોટાભાગના દર્દી સ્વસ્થ થઇ શકે છે.