વી.ઈ.પી.નો રીપોર્ટ આંખની નસ અને તેના માર્ગની તપાસ (દર્દીઓ કે જેમને જોવામાં તકલીફ હોય) માટે કરવામાં આવે છે. આ તપાસ માટે દર્દીએ માથું ધોઈ, વાળ કોરા કરી આવવું. વાળમાં તેલ કે સ્પ્રે કે જેલ નાખવું નહિ. તપાસ દરમિયાન દર્દીએ ઈ.ઈ.જી ટેક્નીશિયનની સલાહ અનુસરવી. આ તપાસમાં પીડા થતી નથી. વી.ઈ.પી.ની તપાસ કરવામાં ૩૦ મિનીટ થી ૧ કલાક જેટલો સમય લાગી શકે છે.