મલ્ટિપલ સ્કલેરોસિસ એ મગજ , કરોડરજ્જુ અને આંખની નસને ખરાબ કરતો રોગ છે, કે જેમાં દર્દીને જોવામાં તકલીફ , હાથ – પગમાં નબળાઈ, અસ્થિરતા અને પેશાબ કરવામાં તકલીફ થવા જેવા લક્ષણો જોવા મળે છે. આ રોગના યોગ્ય નિદાન અને સારવાર માટે નિયમિત તપાસ અને દવા લેવી જરૂરી બને છે.