ઈ.ઈ.જીનો રીપોર્ટ મગજમાં ઉદભવતી તરંગોની તપાસ માટે કરવામાં આવે છે. આ તપાસ માટે દર્દીએ માથું ધોઈ, વાળ કોરા કરી આવવું. વાળમાં તેલ કે સ્પ્રે કે જેલ નાખવું નહિ. તપાસ દરમિયાન દર્દીએ ઈ.ઈ.જી ટેક્નીશિયનની સલાહ અનુસાર આંખો બંધ કરીને સુઈ રહેવું. આ તપાસમાં પીડા થતી નથી. ઈ.ઈ.જી ની તપાસ કરવામાં ૩૦ મિનીટ થી ૧ કલાક જેટલો સમય લાગી શકે છે.