માયેસ્થેનીયા ગ્રેવીસએ નસો – સ્નાયુઓનો રોગ છે કે જેના મુખ્ય લક્ષણો આંખની પાંપણ ઢળી જવી, વસ્તુઓ બેવડી દેખાવી ( double vision) , ચાવવામાં કે ખોરાક ગળવામાં તકલીફ થવી, ઝડપથી થાક લાગવો – જેવા હોય છે. અમુક કિસ્સામાં શ્વાસ લેવાના સ્નાયુઓ નબળા પડે છે કે જેમાં દર્દીને વેન્ટીલેટર કૃત્રિમ શ્વાસોશ્વાસનું મશીન) ની પણ જરૂર પડી શકે છે. માયેસ્થેનીયા ગ્રેવીસના દર્દીને ન્યુરોલોજીસ્ટ પાસે નિયમિત તપાસ અને દવા લેવી અત્યંત અનિવાર્ય છે