Curatorial Note

એક શહેરને જાણવું છે,

તમે શરૂ ક્યાંથી કરો-

કયો ખૂણો વધારે જુનો છે?

શહેરને ખૂણો હોય તો ને.


આ તળાવ વધારે મોટું છે,

પણ પશુપક્ષીઓ વધારે દરિયે વસે છે,

તો શહેરને જાણવું કઈ બાજુથી?

ઇમારતો, એની છબી કે ખાનપાન,

શહેરનાં સંગ્રહાલય કે કારખાનાં,

જૂના બંદર કે નવો masterplan, 

રસ્તામાં ફરતી ગાયો કે સોડા નો ચસ્કો, 


ભાવનગર ને જાણવું છે,

પણ આપણે શરૂ ક્યાંથી કરીશું…

We went looking for old towners and their tales. Looking for people and their politics with places, that’s what defines any town distinctly from another. From discovering the ‘other’ side of બોર તળાવ (Bor Talav), where many communities still live off the ecological setting, to old-time experiences at the Bhavnagar Railway Museum, our expeditions have taken many inspiring twists and turns. When one of us was collecting stories from the old art historian of the town, two others were finding ways to study the administrative records at દરબારી કોઠાર (Darbari Kothar). On this unexplored journey, we also hit many dead ends. Not all histories are chosen to be preserved. However, the ones that have been safeguarded and passed on for generations, are found within the community.


So, we deliberately chose uncharted paths this time. The paths that led us outside of the archives, and into the unrecorded regional narratives… સંગીત માં આલાપ અને અંતરાલ સાથે, તાન ની પણ એટલી જ મઝા છે. “Taan” stands for improvisations, and the music adapts to different moods and settings. On that same note, we also kept improvising our search as we went along the bylanes of the city, and rediscovered untold relationships between different historical collections until we found the right rhythm to interpret and present the archival histories of the Pattani Family.


We have thus laid out a series of rooms, ઓરડા, of different stories: some complete within themselves, many left incomplete for the imagination of the onlooker. ઓરડો is used to say ‘rooms’ in Kathiawadi Gujarati. “Ordo” (English alliteration of ઓરડો) also means a musical phrase constructed from one or more statements of a rhythmic mode pattern and ending in a rest. Understanding the collective histories of Bhavnagar and the cultures of Kathiawar has been akin to discovering the rhythmic pattern to organise these stories, and reinstating the relevance of cultural projects like Pattani Archives for the people of the town and immediate communities.


We invite you to discover and engage with a series of such micro narratives exhibited and spread across the neighbourhood of Anantwadi to mark the public launch and open house of Pattani Archives in Bhavnagar.  

અમે જૂના નગરવાસીઓ અને તેમની વાર્તાઓ શોધતા નીકળ્યા.અમે શોધી રહ્યા હતા લોકો અને નગરના રાજકારણ અને સંસ્કૃતિ સાથે તેમની વાર્તાઓ; આ પ્રકારની આંતરદૃષ્ટિ જ કોઈપણ નગરને બીજા નગરથી અલગ રીતે વ્યાખ્યાયિત કરે છે. બોર તળાવ ની ‘બીજી’ બાજુ શોધવાથી લઈને—જ્યાં હજુ પણ ઘણા સમુદાયો કુદરતી વાતાવરણ સાથે સુમેળમાં જીવે છે—ભાવનગર રેલ્વે મ્યુઝિયમ (Bhavnagar Railway Museum) માં જૂના સમયના અનુભવો સુધી, અમારી શોધખોળએ ઘણા પ્રેરણાદાયી અને ક્યારેક નિરાશાજનક પરિચયો પણ કરાવ્યા. જ્યારે અમારામાંથી એક વ્યક્તિ શહેરના જૂના કલા ઈતિહાસકાર (art historian) પાસેથી વાર્તાઓ એકત્ર કરી રહી હતી, તે જ સમયે અન્ય બે વ્યક્તિઓ દરબારી કોઠાર ખાતે વહીવટી રેકોર્ડ્સનો અભ્યાસ કરવાની રીતો શોધી રહી હતી. આ નવી મુસાફરીમાં અમે ઘણા ડેડએન્ડ્સ (deadends) પર પણ પહોંચી ગયા…બધા ઐતિહાસિક વર્ણનો સાચવવામાં આવતા નથી! પરંતુ એવા ઐતિહાસિક વર્ણનો કે જેનું રક્ષણ કરવામાં આવ્યું છે અને પેઢીઓથી પસાર થયું છે, તે સમુદાયના સભ્યો દ્વારા સારી રીતે સચવાયેલા જોવા મળે છે.


તેથી, અમે આ વખતે જાણી જોઈને અજાણ્યા રસ્તાઓ પસંદ કર્યા. તે પ્રકારના માર્ગો કે જે અમને આર્કાઇવ્સ (archives) ની બહાર અને અલિખિત પ્રાદેશિક કથાઓની ઊંડાઈમાં લઈ ગયા… સંગીતમાં આલાપ અને અંતરાલ સાથે, તાનની પણ એટલી જ મજા છે. "તાન" નો અર્થ ઇમ્પ્રૂવાઇઝેશન (improvisation) અથવા સુધારણા થાય છે, જે સંગીતને વિવિધ મનોભાવ (moods) અને પરિસ્થિતિઓને અનુરૂપ બનાવે છે. તે જ રીતે, અમે અમારી શોધમાં પણ સુધારા કરવાનું ચાલુ રાખ્યું. વિવિધ લોકો અને તેમના ઐતિહાસિક સંગ્રહ વચ્ચેના અકથિત (untold) સંબંધોને ફરીથી શોધ્યા. જ્યાં સુધી અમને પટ્ટણી પરિવારની વારસાગત વાર્તાઓ સમજવા અને રજૂ કરવા માટે યોગ્ય લય ન મળે ત્યાં સુધી શહેરની ગલીઓમાં શોધખોળ ચાલુ રાખી.


આ રીતે અનંતવાડીના પડોશમાં અમે વિવિધ વાર્તાઓના ઓરડાઓનું પ્રદર્શન ગોઠવ્યું છે: કેટલીક વાર્તાઓ જે પૂર્ણ છે, કેટલીક વાર્તાઓ જેને જાણીજોઈને કલ્પના માટે અધૂરી છોડી દેવામાં આવી છે. “ઓરડો” કાઠિયાવાડી ગુજરાતીમાં ‘room’ કહેવા માટે વપરાય છે. “Ordo” (English alliteration of ઓરડો) also means a musical phrase constructed from one or more statements of a rhythmic mode pattern and ending in a rest. અમારા માટે ભાવનગરના સામૂહિક ઈતિહાસ અને કાઠિયાવાડની સંસ્કૃતિને સમજવી, એ આ વાર્તાઓને ગોઠવવા માટે લયબદ્ધ સ્વરૂપ (rythmic pattern) શોધવા સમાન રહ્યું છે. આ સંશોધને અમને નગર અને આસપાસના સમુદાયો માટે પટ્ટણી આર્કાઇવ્ઝ જેવા સાંસ્કૃતિક પ્રોજેક્ટનું મહત્વ સ્થાપિત કરવામાં મદદ કરી છે.



ઉત્સાહ સાથે અમે તમને ભાવનગરમાં પટ્ટણી આર્કાઇવ્ઝના જાહેર ઉદઘાટન અને ઓપન હાઉસ (Open House) માટે અનંતવાડીમાં પ્રદર્શિત આવી સૂક્ષ્મ વાર્તાઓના વર્ણનનો અનુભવ કરવા અને તેમાં જોડાવા માટે આમંત્રિત કરીએ છીએ.

Our recent exhibition will be accessible in a new format pretty soon. We invite you to join us in exploring a reimagination of an archival exhibition-publication!