કોઈ પણ માસ ની 8, 17 કે 26 તારીખે જન્મેલ વ્યક્તિનો મૂલાંક 8 થાય છે.

જેમની જન્મતારીખ, માસ તથા વર્ષ નો સરવાળો 8 થાય તેમનો ભાગ્યાંક 8 થાય છે.

અંક આઠ (૮) ની લાક્ષણિકતા :

અંક ૮ શની નો માનવામાં આવે છે તેથી શની ના ગુણધર્મો આ અંકમાં પણ જોવા મળે છે. અંક આઠ ના સકારાત્મક ગુણ નીચે પ્રમાણે જોવા મળે છે :-

* ઉદારવાદી * જોમવંત * પરિણામલક્ષી * આત્મ-શિસ્ત પ્રિય * પરંપરા નિભાવવા વાળા * કર્મના સિદ્ધાંતને માનનારા * ફિલોસોફર * ત્યાગનો મહિમા ગાનાર * અદ્વૈતવાદી * સનાતન સત્યના જિજ્ઞાસુ * અનાથબંધુ * અપવ્યય વિરોધી * સંસાધનો ની માવજત કરનાર

જે વ્યવસાયમાં ઉપરોક્ત ગુણ જરૂરી અને આવકાર્ય હોય ત્યાં અંક આઠ પ્રાધાન્યતા ધરાવતા જાતકો વધુ સફળ થાય છે.જે વ્યક્તિ નો મૂલાંક અથવા ભાગ્યાંક આઠ (૮) થતો હોય તેવી વ્યક્તિઓ માટે આ વ્યવસાય લાભકારક ગણાય છે :-

* ટ્રસ્ટી * મહંત * સખાવતી સંસ્થાઓ * રાજકાનીતિજ્ઞ * પ્રવચક * હિલર * ઓડીટર * તપસ્વી * નબળા વર્ગના કલ્યાણ માટે ની સંસ્થાઓ * ન્યાય * વિશાળ પરિયોજનાઓ * અપંગોની સેવા સંસ્થાઓ * કુષ્ટરોગીઓ ની હોસ્પિટલ * ધર્મશાળા *

અંક ૮ ના જાતકોકમાં ક્યારેક નીચેની મર્યાદાઓ જોવા મળે છે :-

* વધુ પડતી અધિકાર ભાવના * જોહુકમી બનવાની શક્યતા * અધિકારનો દૂરુપયોગ * નબળાનું ગુપ્ત રીતે શોષણ કરવાની વૃત્તિ * કંજૂસ * અવાસ્તવિક અપેક્ષાઓ * કૌભાંડોમાં સંડોવણી થી માનભંગ * ખૂશામદ પ્રીયતાને કારણે લુચ્ચાઓને હાથે છેતરામણ નો ભોગ બનવાની શક્યતા.

અંક 8 નો રંગ ઘેરો વાદળી છે અને નીલમ નંગ ધારણ કરવાથી ૮ ના અંકને સપોર્ટ મળે છે. જેમના માટે અંક ૮ શત્રુ બનતો હોય તેમણે વૃદ્ધ, ગરીબ અને ભિખારીઓથી દુશ્મની કરવી નહિ. ઉપાય તરીકે શ્રી શનિદેવ ની સ્તુતિ પૂજા કરવી.

જેમનો મૂલાંક કે ભાગ્યાંક ૮ હોય તેમના માટે અંક ૩ અને ૬ શત્રુ બને છે તેથી આ અંક વાળા ક્ષેત્ર, રંગ, વાહન, મિત્ર વગેરેથી સાવચેત રહેવું.

દરેક અંક માટેની માહિતી જાણવા માટે આ વેબપેજ ની બોટમ માં આપેલ લીંક ઉપયોગી થશે.

અંક-જ્યોતિષ નો ઉપયોગ કરી તમે જીવનને વધુ સાર્થક બનાવી શકો છો. આ માટે તમારે માત્ર આટલુંજ કરવાનું છે :-

  • મૂલાંક, ભાગ્યાંક અને જીવન પથ અંક જાણીલો

  • તમારા અંકો ની મર્યાદાઓ ને સમજી લો

  • તમારા અંક પરસ્પર પૂરક છે કે વિરોધી ?

  • તમારા અંકોના મિત્ર અંકો નો લાભ મેળવો - શત્રુ અંકોથી સાવધાન રહો

  • તમે જે ક્ષેત્રમાં કામ કરો છો તે તમારા મૂલાંક અને ભાગ્યાંકના શત્રુ અંકનં ક્ષેત્ર તો નથી ને ?

  • તમે જે રંગ વધુ વાપરો છો તે તમારા અંકના શત્રુ અંકનો રંગ તો નથી ને ?

  • તમે તમારી જન્મ તારીખ તો બદલી શકતા નથી પણ જો જરૂરત પડે નામ બદલવા તૈયાર હોવ તો નામમાં જરૂરી ફેરફાર માટે નિશુલ્ક માર્ગદર્શન મેળવવા સંપર્ક કરી શકો છો :

તમારો મૂલાંક - ભાગ્યાંક - વર્ષ-આંક શોધવા અહી ક્લીક કરો

તમારો નામાંક/ જીવન પથ-અંક શોધવા અહી ક્લીક કરો

મૂલાંક - ભાગ્યાંક - વર્ષ-આંક