કોઈ પણ માસ ની 5, 14 કે 23 તારીખે જન્મેલ વ્યક્તિનો મૂલાંક 5 થાય છે.

જેમની જન્મતારીખ, માસ તથા વર્ષ નો સરવાળો 5 થાય તેમનો ભાગ્યાંક 5 થાય છે.

અંક પાંચ (૫) ની લાક્ષણિકતા :

અંક ૫ બુધ નો માનવામાં આવે છે તેથી બુધના ગુણધર્મો આ અંકમાં પણ જોવા મળે છે. અંક પાંચના સકારાત્મક ગુણ નીચે પ્રમાણે જોવા મળે છે :-

* વ્યવહાર * પ્રદર્શન * રજૂઆત * પ્રચાર * વાર્તાલાપ * લેખન * સમજુતી * અનેક વિષયોમાં પારંગત * બહુઆયામી વ્યક્તિત્વ * તેજસ્વી * બહોળા મિત્રમંડળ વાળા * હરફન મૌલા * પ્રોત્સાહક

જે વ્યવસાયમાં ઉપરોક્ત ગુણ જરૂરી અને આવકાર્ય હોય ત્યાં અંક પાંચ પ્રાધાન્યતા ધરાવતા જાતકો વધુ સફળ થાય છે.જે વ્યક્તિ નો મૂલાંક અથવા ભાગ્યાંક પાંચ (૫) થતો હોય તેવી વ્યક્તિઓ માટે આ વ્યવસાય લાભકારક ગણાય છે :-

* શિક્ષક * લેખક * એકાઉન્ટટ * પત્રકાર * જાહેરાત એજન્સી * ટીવી * ટ્રાન્સપોર્ટ * કોમ્પ્યુટર * એક્ચ્યુઅરી * આંકડાશાસ્ત્રી * ઈમ્પોર્ટ-એક્ષ્પોર્ટ * દલાલી * શેરબજાર * ટ્રાવેલ એજન્સી

અંક પાંચ ના જાતકોકમાં ક્યારેક નીચે આપેલ મર્યાદાઓ જોવા મળે છે :-

* વાતોડિયા * ગંગા ગયે ગંગા દાસ * દરેક બાબતને જુદી જુદી રીતે ચકાસવાથી થતી ગડમથલ * નિર્ણય લેવામાં અવઢવ * અંગત જીવન માં વૈવિધ્ય * એક પાત્ર સાથે ઠરી ઠામ બેસવામાં તકલીફ * બેવફાઈ નો ઇલ્જામ લાગી શકે * જેક ઓફ ઓલ માસ્ટર ઓફ નન * વ્યક્તિત્વમાં ઊંડાણ નો અભાવ

અંક ૫ નો રંગ લીલો - બોટલ-ગ્રીન છે અને પન્નાનું નંગ ધારણ કરવાથી ૫ ના અંકને સપોર્ટ મળે છે. જેમના માટે અંક ૫ શત્રુ બનતો હોય તેમણે સંદેશ વ્યવહાર એગ્રીમેન્ટ લખાણ, યાત્રા વગેરેમાં ખાસ કાળજી રાખવી. ઉપાય તરીકે શ્રી લક્ષ્મી-નારયણ ની સ્તુતિ પૂજા કરવી.

જેમનો મૂલાંક કે ભાગ્યાંક ૫ હોય તેમના માટે અંક ૨ અને ૪ શત્રુ બને છે તેથી આ અંક વાળા ક્ષેત્ર, રંગ, વાહન, મિત્ર વગેરેથી સાવચેત રહેવું. દરેક અંક માટેની માહિતી જાણવા માટે આ વેબપેજ ની બોટમ માં આપેલ લીંક ઉપયોગી થશે.

અંક-જ્યોતિષ નો ઉપયોગ કરી તમે જીવનને વધુ સાર્થક બનાવી શકો છો. આ માટે તમારે માત્ર આટલુંજ કરવાનું છે :-

  • મૂલાંક, ભાગ્યાંક અને જીવન પથ અંક જાણીલો

  • તમારા અંકો ની મર્યાદાઓ ને સમજી લો

  • તમારા અંક પરસ્પર પૂરક છે કે વિરોધી ?

  • તમારા અંકોના મિત્ર અંકો નો લાભ મેળવો - શત્રુ અંકોથી સાવધાન રહો

  • તમે જે ક્ષેત્રમાં કામ કરો છો તે તમારા મૂલાંક અને ભાગ્યાંકના શત્રુ અંકનં ક્ષેત્ર તો નથી ને ?

  • તમે જે રંગ વધુ વાપરો છો તે તમારા અંકના શત્રુ અંકનો રંગ તો નથી ને ?

  • તમે તમારી જન્મ તારીખ તો બદલી શકતા નથી પણ જો જરૂરત પડે નામ બદલવા તૈયાર હોવ તો નામમાં જરૂરી ફેરફાર માટે નિશુલ્ક માર્ગદર્શન મેળવવા સંપર્ક કરી શકો છો :

તમારો મૂલાંક - ભાગ્યાંક - વર્ષ-આંક શોધવા અહી ક્લીક કરો

તમારો નામાંક/ જીવન પથ-અંક શોધવા અહી ક્લીક કરો

મૂલાંક - ભાગ્યાંક - વર્ષ-આંક