કોઈ પણ માસ ની 6, 15 કે 24 તારીખે જન્મેલ વ્યક્તિનો મૂલાંક 6 થાય છે.

જેમની જન્મતારીખ, માસ તથા વર્ષ નો સરવાળો 6 થાય તેમનો ભાગ્યાંક 6 થાય છે.

અંક છ (૬) ની લાક્ષણિકતા :

અંક ૬ શુક્રનો માનવામાં આવે છે તેથી શુક્રના ગુણધર્મો આ અંકમાં પણ જોવા મળે છે. અંક ૬ ના સકારાત્મક ગુણ નીચે પ્રમાણે જોવા મળે છે :-

* સૌન્દર્યના પુજારી * કલાકાર * રસિક * કુદરતના ચાહક * નૃત્ય-સંગીત-અભિનયના જીવ * આકર્ષક * ચુંબકીય વ્યક્તિત્વ * કરિશ્મેટીક * ઉદાર * મૈત્રીભાવ નં પવિત્ર ઝરણું જેમના અંતરમાં સદા વહેતું રહે * જીવનમાં વસુધૈવ કુટુમ્બકમ ના સિદ્ધાંત ને જેઓ સાકાર જીવે * પ્રેમ ની ઊર્મિ સદાય જેમના હૃદયમાં હિલોળા લેતી હોય

જે વ્યવસાયમાં ઉપરોક્ત ગુણ જરૂરી અને આવકાર્ય હોય ત્યાં અંક ૬ પ્રાધાન્યતા ધરાવતા જાતકો વધુ સફળ થાય છે.જે વ્યક્તિ નો મૂલાંક અથવા ભાગ્યાંક છ (૬) થતો હોય તેવી વ્યક્તિઓ માટે આ વ્યવસાય લાભકારક ગણાય છે :-

* ફિલ્મ * ટીવી * થીયેટર * સંગીત * બ્યુટી પાર્લર * ફેશન સ્ટુડીઓ * ડીઝાઈન સ્ટુડીઓ * કોમ્પ્યુટર ગ્રાફિક્સ * મલ્ટીમીડિયા * ભજનીક - પ્રવચક * ગઝલ ગાયક * તાંત્રિક * નર્સ * હોટેલ અને આતિથ્ય * આશ્રમ * સામાજિક ન્યાય સંસ્થા અને ચળવળ

અંક ૬ ના જાતકોમાં ક્યારેક નીચેની મર્યાદાઓ જોવા મળે છે :-

* બુદ્ધિ ને બદલે હૃદયથી નિર્ણય લેવાથી સંસારિક નુકસાન * ઉર્મીઓના વંટોળથી ઘર ગૃહસ્થીમાં ધમાસાણ * ભ્રમરવૃત્તિથી બદનામી * ઉચ્છન્દી વ્યવહાર * અતિ લાગણીશીલ * ભગ્ન-હૃદયી *

અંક ૬ નો રંગ સફેદ છે. હીરાનું નંગ ધારણ કરવાથી ૬ ના અંકને સપોર્ટ મળે છે. જેમના માટે અંક ૬ શત્રુ બનતો હોય તેમણે સ્ત્રીવર્ગ ને કષ્ટ આપવું નહિ. ઉપાય તરીકે માતા અને ગાય ની સેવા કરવી.

જેમનો મૂલાંક કે ભાગ્યાંક ૬ હોય તેમના માટે અંક ૧ અને ૮ શત્રુ બને છે તેથી આ અંક વાળા ક્ષેત્ર, રંગ, વાહન, મિત્ર વગેરેથી સાવચેત રહેવું.

દરેક અંક માટેની માહિતી જાણવા માટે આ વેબપેજ ની બોટમ માં આપેલ લીંક ઉપયોગી થશે.

અંક-જ્યોતિષ નો ઉપયોગ કરી તમે જીવનને વધુ સાર્થક બનાવી શકો છો. આ માટે તમારે માત્ર આટલુંજ કરવાનું છે :-

  • મૂલાંક, ભાગ્યાંક અને જીવન પથ અંક જાણીલો

  • તમારા અંકો ની મર્યાદાઓ ને સમજી લો

  • તમારા અંક પરસ્પર પૂરક છે કે વિરોધી ?

  • તમારા અંકોના મિત્ર અંકો નો લાભ મેળવો - શત્રુ અંકોથી સાવધાન રહો

  • તમે જે ક્ષેત્રમાં કામ કરો છો તે તમારા મૂલાંક અને ભાગ્યાંકના શત્રુ અંકનં ક્ષેત્ર તો નથી ને ?

  • તમે જે રંગ વધુ વાપરો છો તે તમારા અંકના શત્રુ અંકનો રંગ તો નથી ને ?

  • તમે તમારી જન્મ તારીખ તો બદલી શકતા નથી પણ જો જરૂરત પડે નામ બદલવા તૈયાર હોવ તો નામમાં જરૂરી ફેરફાર માટે નિશુલ્ક માર્ગદર્શન મેળવવા સંપર્ક કરી શકો છો :

તમારો મૂલાંક - ભાગ્યાંક - વર્ષ-આંક શોધવા અહી ક્લીક કરો

તમારો નામાંક/ જીવન પથ-અંક શોધવા અહી ક્લીક કરો

મૂલાંક - ભાગ્યાંક - વર્ષ-આંક