Gujarati Sher by Uday Shah
--------------------------------------------------
મનન શું, કવન શું, ચલન શું ‘ઉદય’નું?
ગઝલ છે! ગઝલ છે! ગઝલ છે! બીજું શું!
છંદ : લગાંગ઼ા લગાંગ઼ા લગાંગ઼ા લગાંગ઼ા
કાફિયા-વ્યવસ્થા : ઉંકારાંત
------------------------------------------------------
ઝંખું એનાં દર્શનને હું વલખાં મારું રાત ને દિ’;
આપ કહો કે મજા છે શેમાં, તડપનમાં કે દર્શનમાં.
છંદ : ગાંગાગ઼ાગા ગાંગાગ઼ાગા ગાંગાગ઼ાગા ગાંગાગ઼ા
---------------------------------------------------------------------
વાત ક્યાં કોઈએ મારી માની હતી;
એમ તો વાત સૌએ વખાણી હતી.
છંદ : ગ઼ાલગાં ગ઼ાલગાં ગ઼ાલગાં ગ઼ાલગાં
કાફિયા-વ્યવસ્થા : ઈકારાંત
-----------------------------------------------------------
આપને હું કો’ક દિ’યે ફોન પણ કરતો નથી;
અર્થ એનો એ નથી કે યાદ પણ કરતો નથી.
છંદ : ગાંલગા઼ગા ગાંલગા઼ગા ગાંલગા઼ગા ગાંલગા઼
કાફિયા-વ્યવસ્થા : અકારાંત
(અકારાંત કાફિયાનો પ્રયોગ કાફિયાદોષ ગણાય છે.)
-----------------------------------------------------------------
મારા કર્મોની સજા છે આ જનમમાં;
બાકી એવા ઐબ ક્યાં મારા સનમમાં.
છંદ : ગાંલગા઼ગા ગાંલગા઼ગા ગાંલગા઼ગા
કાફિયા-વ્યવસ્થા : અકાર+નમમાં
-------------------------------------------------------
ગમથી પથ્થર થઈ ગયો છું પ્રેમ ના કર;
રડવા માટે થઈ જવા મજબૂર હું દોસ્ત.
છંદ : ગાંલગા઼ગા ગાંલગા઼ગા ગાંલગા઼ગા
-------------------------------------------------------
મૃત્યુ એવું આપ તું કે લાશ પણ હાથ આવે ના;
છે જીવન અહેસાન હેઠળ મૃત્યુ તો બાકાત રાખ.
છંદ : ગાંલગા઼ગા ગાંલગા઼ગા ગાંલગા઼ગા ગાંલગા઼ગા
----------------------------------------------------------------
લોકો તોયે લોકો છે;
કંઈક વખત હું મુજને નડ્યો.
છંદ : ગાંગાગ઼ાગા ગાંગાગ઼ા
--------------------------------------
મૃત્યુ ટાણે વિજય થયો;
આજીવન હું દુઃખથી લડ્યો.
છંદ : ગાંગાગ઼ાગા ગાંગાગ઼ા
--------------------------------------
મોત છે મંઝિલ અમારી આખરી;
ત્યાં સુધી બસ ચાલવાનું હોય છે.
છંદ : ગાંલગા઼ગા ગાંલગા઼ગા ગાંલગા઼
-----------------------------------------------------
એકલો આગળ વધ્યો, રસ્તા નવો કરતો ગયો;
આજ દુનિયા એ જ રસ્તે મંઝિલો પામ્યા કરે.
છંદ : ગાંલગા઼ગા ગાંલગા઼ગા ગાંલગા઼ગા ગાંલગા઼
--------------------------------------------------------------
છે ‘ઉદય’ને મળવામાં સંકોચ કેમ;
સાવ સીધો ને સરળ માણસ છે એ.
છંદ : ગાંલગા઼ગા ગાંલગા઼ગા ગાંલગા઼
----------------------------------------------------