Gujarati Muktak by Uday Shah
-------------------------------------------------
મારા રોમેરોમ એનાં ઠામ છે;
મારે મન રહેમાન છે એ રામ છે;
દ્રષ્ટિ હો તો એનાં દર્શન થાય છે;
મારે મન કાવ્યો જ તીરથધામ છે.
છંદ : ગાંલગ઼ાગા ગાંલગ઼ાગા ગાંલગ઼ા
કાફિયા-વ્યવસ્થા : આકાર+મ
-------------------------------------------------------
કવિતાની છે ભાવ, પહેલી શરત;
ને લયબદ્ધતા એની, બીજી શરત;
અસરદાર અભિવ્યક્તિ, ત્રીજી શરત;
હૃદયમાં ઉતરશે એ, લાગી શરત.
છંદ : લગાંગ઼ા લગાંગ઼ા લગાંગ઼ા લગાં
કાફિયા-વ્યવસ્થા : ઈકારાંત
-----------------------------------------------------------
હું પહેલાં તો એક નાનો ફકરો રચું;
પછી એને ઊભા સ્વરૂપે લખું;
નથી લય છતાં મારી યુક્તિ જુઓ;
અછાંદસ કહીને કવિમાં ખપું.
છંદ : લગાંગ઼ા લગાંગ઼ા લગાંગ઼ા લગાં
કાફિયા-વ્યવસ્થા : ઉંકારાંત
--------------------------------------------------------
નથી લય જરૂરી કોઈ ગદ્યમાં;
પરંતુ જરૂરી છે લય પદ્યમાં;
વિના લય અછાંદસ કવિતા નથી;
એ લય વિણ નથી ગદ્ય કે પદ્યમાં.
છંદ : લગાંગ઼ા લગાંગ઼ા લગાંગ઼ા લગાં
કાફિયા-વ્યવસ્થા : અકાર+દ્યમાં
--------------------------------------------------------
હિન્દી-ચીની ભાઈ-ભાઈ ગાય છે;
ત્યાં જ ખંજર પીઠમાં ભોંકાય છે;
કોણ કપટી છે ને સંયમ કોનો છે;
આખી દુનિયાને બધું સમજાય છે.
છંદ : ગાંલગ઼ાગા ગાંલગ઼ાગા ગાંલગ઼ા
કાફિયા-વ્યવસ્થા : આકાર+ય
-----------------------------------------------------
મારી-એની પ્રેમ-કહાણી;
હું રાજા ને એ છે રાણી;
આંખ ખુલી ત્યાં ભાન થયું કે;
રાજા બીજો ને એ રાણી.
છંદ : ગાંગાગ઼ાગા ગાંગાગ઼ાગા
કાફિયા-વ્યવસ્થા : આકાર+ણી
-------------------------------------------------
યાદ પાછળ યાદ આવી જાય છે;
કેટલાં દ્રશ્યો પછી સર્જાય છે;
યાદ ને દ્રશ્યો કલમ થઈ જાય છે;
અવનવા કાવ્યો પછી સર્જાય છે.
છંદ : ગાંલગ઼ાગા ગાંલગ઼ાગા ગાંલગ઼ા
કાફિયા-વ્યવસ્થા : જોડાક્ષર+યો = કાફિયાદોષ
----------------------------------------------------
મારા કાવ્યોની પ્રસંશા થાય છે;
દિલની વાતો કાવ્યોમાં કહેવાય છે;
એને કહેવા કાવ્યો હું લખતો રહ્યો;
ને વળી એને જ ક્યાં સમજાય છે.
છંદ : ગાંલગ઼ાગા ગાંલગ઼ાગા ગાંલગ઼ા
કાફિયા-વ્યવસ્થા : આકાર+ય
--------------------------------------------------