Poems by Uday Shah
--------------------------------------------------------
મારી દીકરી ‘ધારા’ના નામ પરથી પ્રેરિત થઈને રચાયેલું
મારા જીવનનું પહેલુંકાવ્ય
ધારા :-
પર્વત ઉપર જન્મી ધારા;
સાગરમાં જઈ ભળતી ધારા.
ઊંચા-નીચા રસ્તાઓ પર;
ખળખળ વહેતી સરિતાધારા.
સુખ અને દુઃખ બંનેથી ભરેલી;
સૌ કોઈની જીવનધારા.
જીવતા જીવની કદર ન જાણી;
પછી વહાવી આંસુધારા.
ધર્મ અલગ પણ માણસ છે ને;
તો શા માટે લોહીધારા.
પ્રેમથી સૌને જીતી જાણો;
સૌ ધર્મોની વિચારધારા.
સા રે ગ મ પ ધ નિ સાં, સાં નિ ધ પ મ ગ રે સા;
સાત સુરોની સંગીતધારા.
-----------------------------------------------------------------
मेरी बेटी ‘धारा’ के नाम से प्रेरित हो कर रचे गए
मेरे जीवन के पहले गुजराती काव्य की
हिन्दी आवृत्ति
धारा :-
परबत से है निकली धारा;
सागर में मिल जाती धारा।
ऊंची-नीचीराहों पर भी;
खल-खल बहती सरिताधारा।
सुख और दुःख दोनों से भरी है;
सब लोगों की जीवनधारा।
जिंदा थे तब मोल न समझे;
बाद बहाई आंसूधारा।
धर्म अलग पर इन्सां है सब;
फिर काहे को ख़ून की धारा।
प्रेम से सब लोगों को जीतो;
सब धर्मों की विचारधारा।
सा रे ग म प ध नि सां, सां नि ध प म ग रे सा;
सात सुरों की संगीतधारा।
------------------------------------------------------------------------
મા :-
ખૂબ જ પ્રેમાળ મારી મા;
સૌથી સુંદર મારી મા.
ગુસ્સે જો થાય તો મારી પણ દે;
પછી રડી પડે મારી મા.
કેટકેટલાં હું દુઃખ આપું;
માફ કરી દે મારી મા.
દેવ દેવી ને ભગવાન શું છે;
એનાથી વિશેષ મારી મા.
--------------------------------------
હાલરડું :-
સૂઈ જા સૂઈ જા સૂઈ જા મારા (મારી) લાડકવાયા (લાડકવાયી) સૂઈ જા.
આખો દિ’ તું રમતાં-રમતાં સાંજને છેડે થાકે,
તું જાગે તો કેમ કરીને મુજને નીંદર આવે,
નહીં મુજને નીંદર આવે,
સૂઈ જા સૂઈ જા સૂઈ જા મારા (મારી) લાડકવાયા (લાડકવાયી) સૂઈ જા.
ચાંદામામા તારા માટે સુંદર સપના લાવે,
રંગબિરંગી ફૂલોના ઉપવનમાં એ લઈ જાયે,
ઉપવનમાં એ લઈ જાયે,
સૂઈ જા સૂઈ જા સૂઈ જા મારા (મારી) લાડકવાયા (લાડકવાયી) સૂઈ જા.
તારા માટે તારી માતા વહેલી સવારે જાગે,
આખો દિ’ બધું કામ કરીને તારી માતા થાકે,
અરે તારી માતા થાકે,
સૂઈ જા સૂઈ જા સૂઈ જા મારા (મારી) લાડકવાયા (લાડકવાયી) સૂઈ જા.
----------------------------------------------------------------------------------------------
Poem by my daughter Dhara Shah
ગ્રીષ્મની કવિતા :-
તપતી ભૂમિ, તપતું આભ,
તપતાં છોડ ને તપતાં ફૂલ,
તપતું પાણી વર્ષા બનતું,
તું છે એનું સાચું મૂળ.
તરસ જગાડે, આશ જગાડે,
વિરહ જગાડે, પ્રેમ જગાડે,
તરસ વગર તો નકામો મેહ,
આગ તું જ તો એ પ્રગટાવે.
હોય ભલે હરિયાળી માટે
વર્ષારાણી સૌની વ્હાલી,
ગુલમહોર ને ગરમાળો છે
ખૂબ જ તારી મીઠી વાણી.
ખાટી મીઠી કેરી જેવા
રંગો તારા એવા મિશ્ર,
હોય ભલે તું ગરમ ગરમ પણ
તું છે મારો વ્હાલો ગ્રીષ્મ.
તા. ૧૯-૫-૨૦૧૭ શુક્રવાર
-----------------------------------------------------
Geet by my wife Manisha Shah
વ્યસનમુક્તિનું ગીત :-
જાગો જાગો જાગો જાગો જાગો જાગો રે
આવો આવો સૌ જન આવો સૌને જગાડો રે
વ્યસનોનું આ બંધન ખોટું તોડી દો ભઈ તોડી દો
જીવનનો છે આ જ તબક્કો મહામૂલો ભઈ મહામૂલો
જ્ઞાન દીપકને પ્રગટાવો, અજવાળાને ફેલાવો
જાગો જાગો જાગો જાગો જાગો જાગો રે
દારૂ તાડી ચરસ ને ગાંજો છોડી દો ભઈ છોડી દો
જીવનરસ તમે ચાખી લો ને માણી લો ભઈ માણી લો
માતપિતાના લાડા છો, તમે દેશના તારા છો
જાગો જાગો જાગો જાગો જાગો જાગો રે
તમે તમારી નૈયાના ખુદ સુકાન છો ભઈ સુકાન છો
નાચો ગાવો ધૂમ મચાવો ઝૂમી લો ભઈ ઝૂમી લો
દવા નશીલી છોડી દો, જીવન આમ સંવારી દો
જાગો જાગો જાગો જાગો જાગો જાગો રે
-----------------------------------------------------------------------