“મારા હૃદયની દુનિયા”
આભ ને જોઈને હું વાદળ બની જાઉ,
આ વરસાદના છાંટાઓમાં હું બાળક બની જાઉ,
લીલીછમ લાગે છે આ દુનિયા,
ચાલ તેનો એક ભાગ બની જાઉ,
જાણે કે અજાણે પતંગિયાને હું ગમી જાઉ,
જો હું ચાહું તો એની પાંખો બની જાઉ,
લખું છું એટલે કેમ કે આ હરિયાળી મને શોભે છે,
જેનું ઉદાહરણ આ ફૂલડાઓ પોતે છે,
સૂવું છું આ લીલાછમ ઘાસમાં,
મારી ઈચ્છા છે એટલે નહીં, તેને ગમે છે એટલે,
પક્ષીઓની કલરવ જાણે રમવા બોલાવે,
બાળક છું એટલે આ વૃક્ષોની ડાળીઓ મને હિંચકે જુલાવે,
લોકોને નથી ખબર આનું મૂલ્ય,
એટલે જ જંગલોને કરે છે શૂન્ય,
હા વાદળ છું એટલે જ બધું જોઈ શકું છું,
નહીં તો અંધકારમાં કાળો છાયડો પણ આ લીલાછમ ધરતીને સુગમ રાખે છે.
~By Jay Solanki