ધોરણ : 1,2, અને બાલવાટિકા માં વર્ષ : 2025-'26 થી પત્રક D1,D2,D3,D4 જગ્યાએ HPC (હોલિસ્ટીક પ્રોગ્રેસ કાર્ડ) નિભાવવાના છે.
HPC એ સમયાંતરે વર્ગખંડની પ્રવૃત્તિઓ દ્વારા એકત્રિત પુરાવાના આધારે બાળકની પ્રગતિનો વ્યક્તિગત અને વ્યાપક અહેવાલ છે. HPCનું લક્ષ્ય પરંપરાગત ગોખણીયા જ્ઞાનને બદલે સતત અને રચનાત્મક મૂલ્યાંકન કરવાનું છે.
પ્રસ્તુત માર્ગદર્શિકા HPC સંબંધિત ખ્યાલ, માળખું, મૂલ્યાંકન અને વ્યૂહરચના નિર્દેશિત કરે છે. આ માર્ગદર્શિકા શિક્ષકને બાળકની પ્રગતિના સર્વગ્રાહી દ્રષ્ટિકોણ માટે તથા તેમના વર્ગમાં ક્ષમતા આધારિત મૂલ્યાંકન (Competency based Assessment) કરવા માટે અવકાશ આપે છે. શિક્ષકે બાળકો માટે પ્રવૃત્તિઓનું આયોજન કરતા પહેલા આ માર્ગદર્શિકામાંથી પસાર થવું જરૂરી છે. આ દિશા-નિર્દેશો HPCના મહત્વને સમજવામાં અને તેના અમલીકરણમાં મદદરૂપ થશે.
હોલિસ્ટિક પ્રોગ્રેસ કાર્ડ (HPC) શું છે?
NEP 2020 ના પેરા 4.35ના સંદર્ભે પ્રગતિનો 360 ડિગ્રી, બહુપરિમાણીય અહેવાલ રજૂ કરવા HPC તૈયાર કરવાની ભલામણ કરે છે, જે વિગતવાર પ્રગતિ દર્શાવે છે. તે દરેક બાળકના વિકાસના વિવિધ ક્ષેત્રોમાં વિશિષ્ટતા દર્શાવે છે. તેમાં શિક્ષકના મૂલ્યાંકનની સાથે સ્વ-મૂલ્યાંકન, સહાધ્યાયી મૂલ્યાંકનનો અને વાલી મુલ્યાંકનનો પણ સમાવેશ થાય છે. પ્રોજેક્ટ, ક્વિઝ, રોલ પ્લે, ગ્રુપ વર્ક, પોર્ટફોલિયો વગેરેનો બાળકની પ્રગતિને જાણવા માટે ઉપયોગ કરવામાં આવશે. HPC ઘર અને શાળા વચ્ચે એક મહત્વપૂર્ણ કડી બનશે અને માતા-પિતા/વાલીને શિક્ષકની સાથે તેમના બાળકના સર્વગ્રાહી શિક્ષણ અને વિકાસમાં સક્રિયપણે સામેલ કરશે. પ્રોગ્રેસ કાર્ડ શિક્ષકો અને માતા-પિતા/વાલીને વર્ગખંડમાં અને વર્ગ બહાર દરેક વિદ્યાર્થીને કેવી રીતે આગળ વધારવો તેની મૂલ્યવાન માહિતી પણ પ્રદાન કરશે.
HPC પાયાની સાક્ષરતા અને સંખ્યાજ્ઞાન (FLN) માટે દરેક બાળકનો શિક્ષણની સ્થિતિનું માપન કરે છે. તે ચોક્કસ સમયગાળા દરમિયાન બાળકની પ્રગતિનું એકંદર વર્ણન આપે છે. આમ, શિક્ષકોને અધ્યેતાની શક્તિ, કુશળતા, તકો અને મુશ્કેલીઓને ઓળખવામાં સક્ષમ બનાવે છે.
શિક્ષકોએ ધ્યાનમાં રાખવાની બાબતો
ફાઉન્ડેશનલ સ્ટેજમાં મૂલ્યાંકન બધાની ભાગીદારીથી તેમજ અને સંકલિત રીતે કરવાનું હોય છે.
અધ્યેતાઓ દ્વારા થતું સ્વ-મૂલ્યાંકન અને સહાધ્યાયી મૂલ્યાંકન એ શિક્ષકના મૂલ્યાંકન જેટલું જ મહત્વપૂર્ણ રહેશે. મૂલ્યાંકનમાં માતાપિતા/વાલીના પ્રતિભાવનો સમાવેશ થાય છે.
યાદ રાખો કે વિદ્યાર્થીના મૂલ્યાંકન કરતા શિક્ષક દ્વારા કરાવવામાં આવેલ પ્રવૃતિના મૂલ્યાંકન પર વધારે ભાર મૂકવાનો છે.
આ માર્ગદર્શિકામાં કાર્ડનું દરેક પેઈજ મૂકી અને તેની નીચે તે કેવી રીતે ભરવું તેની માહિતી આપેલ છે જેના આધારે કાર્ડમાં મૂલ્યાંકન કરવાનું રહેશે.
HPC ની વિશેષતાઓ
HPC બાળકના વિકાસના પુરાવાની સાથે સાથે એવી તકોનું નિર્માણ કરે છે કે જેના માધ્યમથી વિદ્યાર્થીઓએ પોતે કરેલ પ્રગતિને સમજી શકે.
HPC શિક્ષકોને બાળકોના શિક્ષણ અને વિકાસનું સ્પષ્ટ અને વ્યાપક ચિત્ર મેળવવામાં મદદ કરે છે જેથી તેઓ અધ્યયન ધ્યેય (Goal) પ્રાપ્ત કરવા માટે યોગ્ય આયોજન કરી શકે અને બાળકની શીખવાની ક્ષમતાઓ (Competency) માટેના અપેક્ષિત પરિણામો પ્રાપ્ત કરવામાં મદદ કરી શકે. HPC એ ઘર અને શાળા વચ્ચે એક મહત્વપૂર્ણ કડી છે.
HPC માતા-પિતા/વાલી અને શિક્ષક સાથે મળીને વિદ્યાર્થીઓને વર્ગખંડમાં અને વર્ગખંડ બહાર કેવી રીતે મદદરૂપ થવું તે અંગેની માહિતી પૂરી પાડે છે.
HPC શિક્ષકોને માત્ર બાળકોમાં રહેલી શૈક્ષણિક કચાશ ઓળખવામાં જ નહીં, પણ બાળક-શિક્ષકના આંતર સંબંધો, શૈક્ષણિક પ્રગતિ, ડ્રોપ-આઉટ દર અને શૈક્ષણિક અવરોધોથી માંડીને શાળાઓમાં બહુ-પરિમાણીય મુદ્દાઓને ઉકેલવામાં પણ મદદ કરે છે.
HPC દરેક વિદ્યાર્થીને સત્રની શરૂઆતથી અધ્યયન નિષ્પતિ અને ક્ષમતાના માપદંડો પુરા પાડે છે.
HPC કેવી રીતે ભરવું તે માટે : શિક્ષક માર્ગદર્શિકા PDF
HPC અધ્યયન નિષ્પતિ : પ્રવૃત્તિ માર્ગદર્શિકા PDF
HPC બાલવાટિકા : BV HPC PDF
HPC ધોરણ 1 : STD 1 HPC PDF
HPC ધોરણ 2 : STD 2 HPC PDF
HPC LIVE DEMO : VIDEO LINK
શિક્ષકે ખાસ વિડીયો જોઈ HPCનું કામ કરવું.