मुक्तक / મુક્તક
(1)
राजे मोर-मुकुट पीतांबर,
गल बैजंती-माला सोहे,
शंख चक्र भी सोहे फिर भी,
मुरली बिना है क्रिष्ना अधूरे।
(छंद : गागागागा गागागागा)
- उदय शाह
(2)
મારા રોમેરોમ એનાં ઠામ છે,
મારે મન રહેમાન છે એ રામ છે,
દ્રષ્ટિ હો તો એનાં દર્શન થાય છે,
મારે મન ગઝલો જ તીરથધામ છે.
(છંદ : ગાલગાગા ગાલગાગા ગાલગા)
- ઉદય શાહ
(3)
મારી આખી જિંદગી બદનામ છે,
છું રતન પણ કોડીઓના દામ છે,
મારી બરબાદીનું કારણ હું જ છું,
પણ હવે લાગે છે તારું કામ છે.
(છંદ : ગાલગાગા ગાલગાગા ગાલગા)
- ઉદય શાહ
(4)
હિન્દી-ચીની ભાઈ-ભાઈ ગાય છે,
ત્યાં જ ખંજર પીઠમાં ભોંકાય છે,
કોણ કપટી છે ને સંયમ કોનો છે,
આખી દુનિયાને બધું સમજાય છે.
(છંદ : ગાલગાગા ગાલગાગા ગાલગા)
- ઉદય શાહ
(5)
હું પહેલાં તો એક નાનો ફકરો રચું,
પછી એને ઊભા સ્વરૂપે લખું,
નથી લય છતાં મારી યુક્તિ જુઓ,
અછાંદસ કહીને કવિમાં ખપું.
(છંદ : લગાગા લગાગા લગાગા લગા)
- ઉદય શાહ
(6)
નથી લય જરૂરી કોઈ ગદ્યમાં,
પરંતુ જરૂરી છે લય પદ્યમાં,
વિના લય અછાંદસ કવિતા નથી,
એ લય વિણ નથી ગદ્ય કે પદ્યમાં.
(છંદ : લગાગા લગાગા લગાગા લગા)
- ઉદય શાહ
(7)
કવિતાની છે ભાવ, પહેલી શરત;
ને લયબદ્ધતા એની, બીજી શરત;
અસરદાર અભિવ્યક્તિ, ત્રીજી શરત;
હૃદયમાં ઉતરશે એ, લાગી શરત.
(છંદ : લગાગા લગાગા લગાગા લગા)
- ઉદય શાહ
(8)
24-2-2019
યાદ પાછળ યાદ આવી જાય છે;
કેટલાં દ્રશ્યો પછી સર્જાય છે;
યાદ ને દ્રશ્યો કલમ થઈ જાય છે;
અવનવા કાવ્યો પછી સર્જાય છે.
(છંદ : ગાંલગા઼ગા ગાંલગા઼ગા ગાંલગા઼)
(9)
24-2-2019
મારા કાવ્યોની પ્રસંશા થાય છે;
દિલની વાતો કાવ્યોમાં કહેવાય છે;
એને કહેવા કાવ્યો હું લખતો રહ્યો;
ને વળી એને જ ક્યાં સમજાય છે.
(છંદ : ગાંલગા઼ગા ગાંલગા઼ગા ગાંલગા઼)