સ્વામિનારાયણ મહામંત્ર જયંતી
સ્વામિનારાયણ મહામંત્ર જયંતી
૨૧૨ કલાકની સ્વામિનારાયણ મહામંત્ર અખંડ ધૂન
આગામી તારીખ 23, 24 અને 25, જાન્યુઆરીના રોજ ઉજવાઈ રહેલા ‘શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ’ના પાવન અવસરના અન્વયે શિક્ષાપત્રીમાં આવેલા કુલ 212 શ્લોકોના અનુસંધાને ભગવાનને રાજી કરવા માટે SMVS સંસ્થા દ્વારા 212 કલાકની ‘સ્વામિનારાયણ મહામંત્ર’ની અખંડ ધૂનનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. આ ધૂનનો પ્રારંભ 1 ડિસેમ્બરના રોજ સ્વામિનારાયણ ધામ ખાતેથી થયો હતો અને સતત 212 કલાક ચાલેલી આ ધૂન 10 ડિસેમ્બરની સવારે ગુરુદેવ પ.પૂ. બાપજી દ્વારા સર્જિત SMVS સંસ્થાના આદ્ય સ્થાન ઘનશ્યામનગર ખાતે સંપન્ન થઈ હતી. આ દિવ્ય આયોજનમાં પુરુષ વિભાગ દ્વારા જુદાં જુદાં ૭૦ થી વધુ સેન્ટરોમાં 5000 થી વધુ હરિભક્તોએ પોતાની અનુકૂળતા 2 કલાક, 3 કલાક કે 5 કલાક ધૂન બોલવાનો હોંશે હોંશે લાભ લીધો હતો.
શિક્ષાપત્રી દ્વિશતાબ્દી ઉત્સવ
શિક્ષાપત્રી દ્વિશતાબ્દી Day -1
શિક્ષાપત્રી દ્વિશતાબ્દી Day -2
શિક્ષાપત્રી દ્વિશતાબ્દી Day -3