અનાદિમુક્ત પીઠિકાનો પરિચય
અનાદિમુક્ત પીઠિકાનો પરિચય
‘અનાદિમુક્ત પીઠિકા’ એ માત્ર સ્મારક નથી, પરંતુ ગુરુદેવ પ.પૂ. બાપજીના અપાર ઋણ અને તેમના દિવ્ય સંકલ્પોનું સાક્ષાત્ સ્વરૂપ છે. જે ભૂમિ પર ગુરુદેવ પ.પૂ. બાપજીની અંતિમ વિધિ કરવામાં આવી હતી, તે પાવન ભૂમિ સ્વામિનારાયણ ધામ ખાતે ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીના સંકલ્પથી એક ભવ્ય અને દિવ્ય સ્મૃતિ સ્થાન આકાર લઈ રહ્યું છે, જેનું નામ છે – ‘અનાદિમુક્ત પીઠિકા’
આ સ્થાન શ્રીજીમહારાજના કારણ સત્સંગના સિદ્ધાંતો અને અનાદિમુક્તની સ્થિતિના પ્રવર્તનનું વૈશ્વિક કેન્દ્ર બની રહેશે.
અનાદિમુક્ત પીઠિકા લાઈવ દર્શન અનુભવ
અનાદિમુક્ત પીઠિકાનો મહિમા
ગુરુદેવ પ.પૂ. બાપજીએ આપણા એક એક મુક્તના જીવમાં સર્વોપરી ઉપાસના અને અનાદિમુક્તની સ્થિતિ કરાવવા માટે જીવનભર અપાર કષ્ટો વેઠ્યાં છે. તેમના આ ઋણમાંથી મુક્ત થવા અને તેમની હંમેશને માટે સ્મૃતિ જળવાઈ રહે તે હેતુથી આ અનાદિમુક્ત પીઠિકાનું નિર્માણ થઈ રહ્યું છે.
આ સ્થાન ભવિષ્યમાં સમગ્ર વિશ્વમાં અનાદિમુક્તના સિદ્ધાંતનો જયજયકાર કરાવશે. અહીં બિરાજમાન મહારાજ અને બાપજીની મૂર્તિઓ માત્ર પ્રતિમા નથી, પરંતુ સાક્ષાત્ પ્રગટ સ્વરૂપે બિરાજમાન છે.
અનાદિમુક્ત પીઠિકાનો પ્રેરણા
અન્ય
અનાદિમુક્ત પીઠિકા લોકેશન
અનાદિમુક્ત પીઠિકા, સ્વામિનારાયણ ધામ,
ઇન્ફોસિટીની સામે, કોબા-ગાંધીનગર હાઇવે,
ગાંધીનગર, ગુજરાત, ભારત - ૩૮૨૪૨૬