છે ઘણો અધુરો ને અટપટો
અર્થ જીવનનો શેષ સમજાય છે જ ક્યાં ?--દીપક ત્રિવેદી
અકબંધ હોય જો છબી શણગાર હોય છે
તૂટી પડે જો કાચ તો ભેંકાર હોય છે
એવી રીતે તમે દુઃખ માં રડો નહીં
હોય છે બધું પળવાર હોય છે
કાંઠે ઊભા-ઊભાનાચો નહીં તમે
જીવ ની કસોટી મઝધાર હોય છે
જે ક્ષણો અમીરી છાતીએ લગાડી
સરકી ગયા પછી દળદાર હોય છે
"દીપ"ની શિખામણ ઝાંપા સુધી હશે
પાળી શકે છે જે સમજદાર હોય છે ---દીપક ત્રિવેદી
જાણ છે ઈશ્વરની સહુને પણ-
ખુદમાં જ એનો પ્રવેશ સમજાય છે જ ક્યાં ?
ઉપયોગ કરવામાં કંજુસાઈ, એટલે
ચમત્કારી આ ખેસ સમજાય છે જ ક્યાં ?---દીપક ત્રિવેદી
ઝીંકો જો ઘાવ જળમાં તો જળ ને શું થવાનું ?
તડકા ની આવ-જા થી વાદળને શું થવાનું ?
ભીના પતંગિયા કે ઈચ્છા નું હો સરોવર;
સઘળું લખી જવાથી કાગળને શું થવાનું?
આંખો માં જઈ અચાનક પળ માં વળે જે પાછા..
કંઈ કેટલાં મુકામે પહાડ-ખીણ-કોતર..
નદીમાં આવવાથી ખળખળ ને શું થવાનું ?
તોફાન સૂસવે કે વંટોળીયા સામે પડે
સૂર્યના વલયને ઝળહળ ને શું થવાનું ?-----દીપક ત્રિવેદી
પહેલો વરસાદ...
મને પહેલા વરસાદમાં પલળવું ગમે !
મને તારી સાથે એમ મળવું ગમે ...
!તારી આંખોમાં હોય સાત દ્વારિકા ગામ :
કૈક તારું રટણ એક તારું છે નામ !
મને કંચનજંઘાથી ખળખળવું ગમે !!મને તારી સાથે એમ મળવું ગમે ...!
મારી આંગળિયે ઓચિંતા સપના ફૂટેલાં..
વળી ઓસરિયે મોરલાના ટહૂકા ઝીલેલાં ...
મને તારા કાંઠે થી ઝળહળવું ગમે !!મને પહેલા વરસાદમાં પલળવું ગમે ! ------ દીપક ત્રિવેદી
kankavati ne......
तु अने तारी हवा
कोक दी तो आवशे तु अने तारी हवा !
रेशमी पल लावशे तु अने तारी हवा !
सप्तरंगी आभ के वरसाद ताडको छायडो
क्या स्वरूपे आवशे तु अने तारी हवा ?
आ रनकता पादरे के सरोवरपाळ पर
क्या सुधी दोडावशे तु अने तारी हवा ?
आ अमारी जातने धडमूलथी ओग़ालवा
कई रीतो आजमावशे तु अने तारी हवा ?
शुं नादीकांठो अने शुं पर्वतोnee कन्दरा-
केटलू समजावाशे तु अने तारी हवा ?----दीपक त्रिवेदी
નિજ શ્વાસોચ્છવાસ ડંખે છે મને !
આંધળો વિશ્વાસ ડંખે છે મને !
ખૂબ ઊડ્યો છું હવા લઇ પાંખમાં-
એ નું એ આકાશ ડંખે છે મને !
એક મુઠ્ઠી લઇ અને વાવી દીધો-
એ જ લીલો ચાસ ડંખે છે મને !
આંગળીમાં એ અચાનક જઈ ચડી-
વાંસની એ ફાંસ ડંખે છે મને !
ગોખલે દીવો કરું છું તે દિવસ-
બે-ઘડી અજવાસ ડંખે છે મને ! ---દીપક ત્રિવેદી
દેશના ભાગાકાર કરીને માગે સહુ ડોનેશન (દો-નેશન),
કૉલેજમાં તો જલસા યારો, કોચિંગ ક્લાસમાં ફેશન....!
-----
એકતા---દીપક ત્રિવેદી
મબલખ તારા, એક જ સૂરજ, એક જ છે આકાશ/
એક હવા ને એક જ ધરતી એક સરીખો શ્વાસ !
છેક શ્વાસની ભીતર વહેતી , પાંચ નદી પંજાબી/
ગંગા-જમના, ઈડા-પિંગલા, કોઈ એ કાં ન આંબી ?
મંદિર-મસ્જીદ-ને ગુરુદ્વારા, સાથ રહે અવિનાશ/
મબલખ તારા, એક જ સૂરજ, એક જ છે આકાશ
હો ગુજરાતી કે બંગાળી,અષાઢ- શ્રાવણ સરખો/
કોઈ દિવસ ચાલે છે અંદર ઊંધા-ચતો ચરખો?
ચંદ્ર નથી તો બધી જગા એ સરખો છે અમ્માસ/
મબલખ તારા, એક જ સૂરજ, એક જ છે આકાશ
ઝમકું ડોશીને પૂછો કે સપના કેવા લાગે ?
ઝમકું ડોશી એમ ભણે કે પરીયું જેવા લાગે !
સપના ને ઉલાળો તો સપના થઇ જતા વાદળ ;
આંગળિયું માં બાંધો તો ભાઈ સપના કન્કુકાગળ ...
સપનાનું ચાંદરડું લેવા ઝમકું ડોશી ભાગે ! !
ઝમકું ડોશીને પૂછો કે સપના કેવા લાગે ? ------દીપક ત્રિવેદી
સપનાને પંપાળો તો સપના ને ઊગે મૂછો !
મારા રોયાં સપના વિષે કઈ મને ના પૂછો !!
નીન્દરમાંથી ઉઠી સપના દરિયો પીવા માંગે !
ઝમકું ડોશીને પૂછો કે સપના કેવા લાગે ?
ઝમકું ડોશી એમ ભણે કે પરીયું જેવા લાગે ! ------દીપક ત્રિવેદી
સાંવરિયો વટનો કટકો
સાંવરિયો વટનો કટકો !
ઘડી ઘડીમાં રીસાતો-ભીંસાતો એનો લટકો !
ફૂલ ખીલે અધમધ રાતે ને ભાર બપ્પોરે કીટ્ટા!!
અક્ષરને બદલે ચીતરતો આડા-અવળા લીટા!
મધદરિયે કહેતો અટકો !
સાંવરિયો વટનો કટકો !
નહિ હોડી નહિ હલેસું નહિ ફૂલપદમણી રાણી;
પાંપણમાં રેડી ચોમાસું વરસે એક કહાણી !
એ રહે આંખને ખટકો !
સાંવરિયો વટનો કટકો ! ----દીપક ત્રિવેદી
तु अने तारी हवा
कोक दी तो आवशे तु अने तारी हवा !
रेशमी पल लावशे तु अने तारी हवा !
सप्तरंगी आभ के वरसाद ताडको छायडो
क्या स्वरूपे आवशे तु अने तारी हवा ?
आ रनकता पादरे के सरोवरपाळ पर
क्या सुधी दोडावशे तु अने तारी हवा ?
आ अमारी जातने धडमूलथी ओग़ालवा
कई रीतो आजमावशे तु अने तारी हवा ?
शुं नादीकांठो अने शुं पर्वतोnee कन्दरा-
केटलू समजावाशे तु अने तारी हवा ? ---दीपक त्रिवेદી
तु अने तारी हवा
कोक दी तो आवशे तु अने तारी हवा !
रेशमी पल लावशे तु अने तारी हवा !
सप्तरंगी आभ के वरसाद ताडको छायडो
क्या स्वरूपे आवशे तु अने तारी हवा ?
आ रनकता पादरे के सरोवरपाळ पर
क्या सुधी दोडावशे तु अने तारी हवा ?
आ अमारी जातने धडमूलथी ओग़ालवा
कई रीतो आजमावशे तु अने तारी हवा ?
शुं नादीकांठो अने शुं पर्वतोnee कन्दरा-
केटलू समजावाशे तु अने तारी हवा ?
कोक दी तो आवशे तु अने तारी हवा
रेशमी पल लावशे तु अने तारी हवा !
सप्तरंगी आभ के वरसाद ताडको छायडो
क्या स्वरूपे आवशे तु अने तारी हवा ?
आ रनकता पादरे के सरोवरपाळ पर
क्या सुधी दोडावशे तु अने तारी हवा ?
आ अमारी जातने धडमूलथी ओग़ालवा
कई रीतो आजमावशे तु अने तारी हवा ?
शुं नादीकांठो अने शुं पर्वतोnee कन्दरा-
केटलू समजावाशे तु अने तारी हवा ?----दीपक त्रिवेदी
ઉભેઉભી કોઈ ક્ષણોને બીબામાં મેં ઢાળી દીધી છે;
હતી કોઈ ગુલમહોરી ડાળો અરીસે વીંટાળી દીધી છે !
અરે! કોઈ વડવાઈ માથે લટકતા આ સપના ને પૂછો;
અમારા જ હાથે અમે સ્વપ્નભારી ઉછાળી દીધી છે !
નથી ગામ પાદર કુવા પાવઠા કઈ અમથા જ આંખે ;
મળી જે ગલીમાં બધી સ્મૃતિઓને પખાળી દીધી છે !---દીપક ત્રિવેદી
પ્રગટશે અહીં થાંભલામાં કદાચિત નરસિંહ જેવું ;
નારી આંખમાં જે કીડીની કતારો હુંફાળી દીધી છે !
ના વાગે કશુયે ના ચુગે કશુયે સમયના નગારે ;
બધી હસ્તરેખાઓ ભૂંસી દઈ હાથતાળી દીધી છે ! ---દીપક ત્રિવેદી
પર્વત નદી ઝરણનું મૌન સાંભળો;
માટી મહેક કણનું મૌન સાંભળો.
આવી ગયો છું મંચ પર એ ક્ષણે-
પાત્રમાં હરેક જણનું મૌન સાંભળો.
અટકી ગયા અચાનક, જે થનગને
કોઈના સ્મરણનું મૌન સાંભળો.
ગેબી અવાજ આવશે આકંઠમાં પછી-
અલખ આવરણનું મૌન સાંભળો.
વીજ ચમકે છે મોતી પરોવ તું-
ગંગાસતીના અવતરણનું મૌન સાંભળો ---દીપક ત્રિવેદી
શબદ એટલે ગધનો, ગધની થાતી કાનો-માતર....
પવન એટલે ગધનો , ગધની એના ફરતી ચાદર...
ગધનો અર્ધો પાણી જેવો અર્ધો છે પગથાર ,ગધની એમાં ડૂબી જાય !!
ગધનાની આંખોમાં છલકે સરવરિયા બે-ચાર ,ગધની એમાં ડૂબી જાય !! ---કવિશ્રી દીપક ત્રિવેદી
કોઈ બગીચો ગધનો , ગધની એના ફરતી વંડી....
મઘમઘ જંગલ ગધનો ગધની એની તો પગદંડી....
ગધનો ફુગ્ગો ફૂલાનશીનો નો ફૂટે પારાવાર ,ગધની એમાં ડૂબી જાય !!
ગધનાની આંખોમાં છલકે સરવરિયા બે-ચાર ,ગધની એમાં ડૂબી જાય ------દીપક ત્રિવેદી
ગધનાની આંખોમાં છલકે સરવરિયા બે-ચાર ,ગધની એમાં ડૂબી જાય !!
ગધનો ખીલે સોળ કળાએ નદીયુંની મોજાર , ગધની એમાં ડૂબી જાય !!
કમળ એટલે ગધનો ,ગધની કમળ પાંદડી જેવી....
વમળ એટલે ગધનો , ગધની ગતિશાસ્ત્ર ની દેવી ....
ગધનો ઝીલે ઝરમર વરસે અનરાધાર, ગધની એમાં ડૂબી જાય !!------DEEPAK TRIVE
તડકામાં આરપાર થવું બહુ કઠીન છે;
તારાથી ધારદાર થવું બહુ કઠીન છે !
બહુબહુ તો મુઠ્ઠી એક ધન દઈ શકીશ તું -
કોઈનો જીવન આધાર થવું બહુ કઠીન છે !
ઋણાનુબંધ હોય છે બધા સંબંધમાં ;
સંબંધનું ધરાર થવું બહુ કઠીન છે !
એક પલ ખુશી મળે તો ઝૂમવાના સહુ :
કાયમનું સદાબહાર થવું બહુ કઠીન છે !
બની શકે તો કોઈનો દીપક બની જજે :
આ મેઘ આ મલ્હાર થવું બહુ કઠીન છે !---દીપક ત્રિવેદી
વિસ્તરે તારા સુધી એવું ગગન મળે;
કહ્યાં વિના કહે એવું કવન મળે !
સમાવી શકે જે આખા આકાશલોકને;
ધરતી પર સુહાનું એવું સદન મળે !
પંખીની જાત જેમ કાલે ઉડી જશું ;
રોઈ શકે અધીરું એવું વદન મળે !
પોતાની જાત હોમતું દૂર જી શકે;
સહજ રીતે માર્ગમાં એવું સુમન મળે !
જેના થકી તારી શકું અંધકારને :
દીવાની જ્યોતમાં મને એવું સપન મળે ! ---દીપક ત્રિવેદી
આમ બધુયે સરખું ચાલે ** એમ છતાં ક્યાં ચરખું ચાલે ?? ** divalma થાપા પાડીને **વિદાયનું અંગરખું ચાલે !!**વૈતરણીને પાર ઉતારવા ** આતામનું જ ચાબરખું ચાલે !!જીવન આખું જીવી જાવા ** નાનું એક અભરખું ચાલે !!હાલ પરોવી લઈએ વીજળી ** માનસ મોતીપરખું ચાલે !!----દીપક ત્રિવેદી
સુખ નામનો પ્રદેશ સમજાય છે જ ક્યાં ?
ફકીરનો પહેરવેશ સમજાય છે જ ક્યાં ?
ઘૂંટાવા છતાય ઘૂંટાતો નથી, તે-
પવનનો ગણવેશ સમજાય છે જ ક્યાં ?----દીપક ત્રિવેદી
PAHONCH MARA SUDHI BADHU BAROBAR AVSHE;
KAMAL TO SHU SAROVAR DHARAR AVSHE !
AA HAVA NA KANMA BE SHABDA KAHETA VENT;
SANDHANI PAR BESI NE ASWAR AAVSHE !
--kavi shree DEPAK TRIVEDI
har taraf pachha valo to badhu samjay chhe , jo tame khud ne malo to badhu samjay chhe !!! -
kshno ni aarpar thavu bahu kathin chhe; tara thi dhardar thavu bahu kathin chhe; bahu bahu to mutthi ek dhaan dayi shakish tu; koi no jivan aadhr thavu bahu kathin chhe; runanubandh hoy chhe badha sambandh ma; sambandh nu dharar thavu bahu kathin chhe; bani shake to koyi no DEEPAK bani jaje; aa megh, aa mlhar thavu bahu kathin chhe !! kavi shree DEEPAK TRIVEDI