ઉભેઉભી કોઈ ક્ષણોને બીબામાં મેં ઢાળી દીધી છે;
હતી કોઈ ગુલમહોરી ડાળો અરીસે વીંટાળી દીધી છે !
અરે! કોઈ વડવાઈ માથે લટકતા આ સપના ને પૂછો;
અમારા જ હાથે અમે સ્વપ્નભારી ઉછાળી દીધી છે !
નથી ગામ પાદર કુવા પાવઠા કઈ અમથા જ આંખે ;
મળી જે ગલીમાં બધી સ્મૃતિઓને પખાળી દીધી છે !
પ્રગટશે અહીં થાંભલામાં કદાચિત નરસિંહ જેવું ;
નરી આંખમાં જે કીડીની કતારો હુંફાળી દીધી છે !
ના વાગે કશુયે ના ચુગે કશુયે સમયના નગારે ;
બધી હસ્તરેખાઓ ભૂંસી દઈ હાથતાળી દીધી છે !
–દીપક ત્રિવેદી