ક્યાંથી ફાવે ?

Post date: Nov 05, 2020 5:55:7 AM

બ્હીતાં બ્હીતાં જીવવું મારે,  સાલુ ક્યાંથી ફાવે?

વિષાણુને કાયમ કરગરવું , સાલુ ક્યાંથી ફાવે?

 

મેલા ઘેલા હાથોને તો,  રોજ ઘસીયે ચાલો.

ચોખ્ખા ચટ્ટને ઘસતા રહેવુ, સાલુ ક્યાંથી ફાવે?

 

ભેટા-ભેટી, ધબ્બા-ધબ્બી ના,  હૂંફ વિનાનું જીવન,

આઘે રહિને રડવુ હસવું , સાલુ ક્યાંથી ફાવે?

 

ન વાંક છતાંય મોઢા ઉપર, પડદો બાંધી ફરવુ,

આ કારણે અંતરથી સમસમવું, સાલુ ક્યાંથી ફાવે?

 

મૌજુદા હાલાતે ભગવન્ , “હ્રદય”થી સમજી શકીએ,

તમને પણ આમા અવતરવું , સાલુ ક્યાંથી ફાવે??

 

-    “હ્રદય” નિરવ મહેતા

સહાયક પ્રાધ્યાપક,

પા. ઇ. વિભાગ , વિજીઇસી  ચાંદખેડા