આપ સૌ ને નમસ્કાર !

જીવન જીવવાની કળાનો હું ઉપાસક છું. છેલ્લા ઘણા વર્ષોથી ફિલોસોફી, આદ્યાત્મ અને જ્યોતિષ જેવા ગૂઢ વિષયોનો હું અભ્યાસુ રહ્યો છું. ભારતીય સંસ્કૃતિ અને જીવન મૂલ્યોનો હું પ્રસંશક છું.

ભારતીય જ્યોતિષ ઉપરાંત વિવિધ ગૂઢ વિષયો જેવાકે ન્યુમરોલોજી, ફેસ રીડીંગ, ટેરોટ, ડીસ્ટન્ટ હિલિંગ, Hypnosis, Past Life Regression(PLR), Law of Attraction, NLP' થિયોસોફી, રેકી, સંકલ્પ સિદ્ધિ, તંત્ર, ધ્યાન ની વિવિધ પદ્ધતિઓ, સુર્ય સાધના, તત્વ સાધનામાં હું ઘણો રસ ધરાવું છું.

જ્યોતિષના સરળ ઉપાયો, પશ્ચ્યાત જ્યોતિષના પ્રોગ્રેસન તેમજ કૃષ્ણમૂર્તિની નક્ષત્ર જ્યોતિષ પદ્ધતિ વિષે મને ખાસ અહોભાવ છે.

ઈન્ટરનેટ પર મારી પોતાની વેબસાઈટ www.gujjujyotish.com અને www.astrosage.asia ઉપરાંત expertall તથા ammas.com પર હું જ્યોતિષ સલાહ આપુછું તેમજ કાઉન્સિલ મેમ્બેર તરીકેની સેવા પણ આપતો રહ્યો છુ. ezine, articlebase, bukisa વગેરે સાઈટ્સ ઉપર મારા આર્ટીકલ્સ પ્રકાશિત થતા રહે છે.

માર્ગદર્શન મારફત હું નિરાશ અને નાસીપાસ વ્યક્તિઓને તકલીફવાળા સમયને પસાર કરવા માં નિમિત્ત બની શકુછું તેનો મને આનંદ છે.

જ્યોતિષ ઉપરાંત કોમ્પ્યુટર ગ્રાફિક્સ, આદ્યાત્મ, વાંચન વગેરે મારા શોખ છે. કર્મના સિદ્ધાંત માં મને શ્રદ્ધા હોવા છતાં જ્યોતિષ ઉપાયો કેવી રીતે કારગત નીવડે તે શોધતા રહેવું મને ગમે છે. પ્રારબ્ધના ભોગવટા ની સાથે ક્રિયમાણ કર્મની સ્વતંત્રતામાં હું શ્રી કૃષ્ણ ની ગીતા નો મર્મ સમજવા ગડમથલ કરતો રહુછું.

ઈશ્વરે મને જીવન નિર્વાહનું સારું સાધન આપ્યું અને મારી અંગત કૌટુંબિક ફરજો અને જવાબદારીઓ સારી રીતે પૂર્ણ કર્યા પછી સમાજ માટે કંઈક ઉમદા કરવાની પ્રેરણા આપી .. મારા જેવા બીજા મિત્રો મને મળતા ગયા અને તેમાંથી વિભૂતિ વિહારની પરિકલ્પના નો જન્મ થયો.

યથા પિંડે તથા બ્રહ્માંડે સુત્ર મારું અંગત માર્ગદર્શન કરેછે. સમષ્ટિ ને હું એક સર્વ-સમાવિષ્ટ પ્રણાલી (cosmic system) તરીકે જોઉં છું અને તેમાં મારી જાતને એક અદની ઉપપ્રણાલી તરીકે ઓળખીને નિશ્ચિંત બની જીવું છું. આદ્યાત્મમાં ઊંડો રસ હોવા છતાં મને મોક્ષની ખેવના નથી. ઈશ્વર ને આપણી સૃષ્ટિ ના રચયિતા માનીએ તો પછી મોક્ષની ઈચ્છા કરવી એતો આ સર્વ શ્રેષ્ટ રચના પર આપણને મોકલવાની તેની અનુકંપાનું અપમાન કરવા બરાબર છે.

આમ હું ઈશ્વરીય યોજનાનો દ્રઢ આસ્તિક છું અને જ્યોતિષ સલાહ લેવા આવનાર ને પણ ગુરુ, શની જેવા ગ્રહ પિંડો કરતા તેમના સ્વ-પિંડ ની સાચી ઓળખ અને વિશેષ વિકાસ કરવા પ્રોત્સાહિત કરવાની મારી કોશિશ કાયમ રહે છે.

|| ઓમ તત્ સત્ ||

-વિભુતિગણેશ