અવ્યક્ત ને સમજવું શા માટે જરૂરી છે?

અવ્યક્ત પરિબળો ની સમજૂતી આપણે આગળ જોઈ ગયા. અહીં આપણે અવ્યક્તમાં પ્રવેશવાની વાત કરીશું.

અંદરથી અને બહારથી આપણી ચેતના ના સંસર્ગમાં આવતાં વાઇબ્રેશન્સ ને આપણે સમજીએ - પારખીયે ત્યારે જે તે પદાર્થ કે સંવેદના આપણાં માટે વ્યક્ત થઈ છે તેમ કહી શકાય. તે સિવાયની બાબતો અવ્યક્ત રહે છે.

આપણે સહુ જેને ' જગત ' કહીએ છીએ તે સઘળું ખરેખર તો આપણી મનોચેતના ની સાધારણ અવસ્થામાં જ્ઞાનેન્દ્રિયોની સીમામાં આવતા તરંગો અનુસાર વ્યક્ત થયેલ બાબતો હોય છે. પરંતુ આપણી ઇન્દ્રિયોની પહોંચમાં ન હોય - તેની ક્ષમતાથી ઉપર હોય તેવા વાઇબ્રેશન્સ પણ જગતમાં છે જે આપણા માટે વ્યક્ત નથી એટલે કે અવ્યક્ત છે.

બુદ્ધિગમ્ય ચેતના આપણા દૂન્વયી અસ્તિત્વ માં મન રૂપે પ્રગટ થાય છે જેને આપણે મનોચેતના ના નામથી ઓળખીએ છીએ. જુદા જુદા સ્તર (frequencies) ના સ્પંદનો નો અનુભવ કરવાની તેની ક્ષમતા અનુસાર આ મનોચેતનાના વિવિધ આયામ હોય છે. આ જુદા જુદા આયામો પર કામ કરતી મનોચેતનાને આપણે ચેતન મન, અચેતન મન અને ઉચ્ચતર મન કે અતિમનસ કહીએ છીએ.

એવી મનોચેતના જેને જ્ઞાનેન્દ્રિય ની ક્ષમતા માં સમાવેશ થાય તેવા સ્પંદનો સાથે અને તેમાથી અનુભવેલ બાબતો ની સ્મૃતિ સાથે નિસ્બત છે તેને આપણે Conscious Mind, Logical Mind, ચેતન મન, તાર્કિક મન કે જાગૃત મન કહીએ છીએ.

મનોચેતના જેને જ્ઞાનેન્દ્રિય ની ક્ષમતા ઉપરાંતના સ્પંદનો સાથે અને ચાલુ જીવનના અનુભવેલ બાબતો ઉપરાંતની સ્મૃતિ સાથે નિસ્બત છે તેને આપણે Subconscious, અર્ધ ચેતન મન, કે અચેતન કે અર્ધજાગૃત મન કહીએ છીએ. મનોચેતના ની આ અવસ્થા માં જે સ્મૃતિ હોય છે તે ભૂતકાળમાં કે પૂર્વ-જન્મ માં ઘટિત બાબતો વિષેની હોય છે.

આપણી ચેતના ની સંવેદના માત્ર ભૌતિક જીવન ની ઘટનાઓની સ્મૃતિ સુધી મર્યાદિત હોતી નથી. અચેતન મન ની વળી એક વધુ સૂક્ષ્મ અવસ્થા હોય છે જ્યાં ભૌતિક જીવન ઉપરાંત - એટ્લે કે મરણ પછીની અને જન્મ પહેલાની અવસ્થામાં અનુભવ કરેલ ઘટનાઓ ની સ્મૃતિ હોય છે. મનોચેતના ની આ અવસ્થા કે આયામ ને આપણે Super-conscious એટ્લે કે અતિમનસ કહીશું.

ચેતના ના તરંગો brain-waives પ્રમાણે જોઈએ તો ચેતન મન જાગ્રત અવસ્થામાં બીટાતરંગો Beta waves મારફત કાર્ય કરે છે. આ તરંગો ધીમા થતા જાય અને આલ્ફા Alpha waves થાય . ધ્યાન અને Relaxation દરમાયન આ અવસ્થા હોય છે.

Brain waves જ્યારે આલ્ફાથી પણ વધુ ધીમા પડી જાય ત્યારે તેને થેટા Theta waves કહેછે. આ હિપ્નોટિક ટ્રાન્સ અવસ્થા કહેવાય છે. આ અવસ્થામાં જાગ્રત મન સુષુપ્ત થાય છે જ્યારે અજાગ્રત મન ક્રિયાશીલ થાય છે.

થેટા Theta જ્યારે વધુ ધીમા પડી જાય ત્યારે Superconscious અતિમનસ જાગૃત થાય છે.

Superconscious અવસ્થા થી પણ આગળની અવસ્થામાં ડેલ્ટા Delta waves હોય છે.આ અવસ્થામાં ચેતન મન ઊંઘી જાય છે અને સ્વપ્નાવસ્થા કહે છે.

હવે આપણે એ સમજી શકીશું કે જીવન ને ઉદાત્ત રીતે જીવવા સામે જે પરિબળો અવ્યક્ત રહી અવરોધ ઉભો કરતા હોય તે જોઈ જાણી શકીએ, તેમનો સામનો કરી શકીએ તે માટે આપણે ચેતનાના અન્ય આયામ ઉપર કાર્યશીલ બનવું જરૂરી થઈ જાય છે.

જ્યારે આપણે મનોચેતનાના બીટા તરંગો થી મંદ તરંગોમાં એટલે કે થેટા તરંગો ના આયામ ઉપર ઉતરીએ છીએ ત્યારે અતીતની દુનિયામાં ડોકિયું કરી શકીએ છીએ. આપણી માન્યતાઓ, ડર, ફોબિયા, ક્રોનિક બીમારીઓ વગેરે માટે કારણભૂત ઘટનાઓ ની યાદ અહીં સંગ્રહિત હોય છે. અર્ધજાગૃત મન માં રહેલ અતીત ની આ સ્મૃતિઓ નું જ્ઞાન થાય ત્યારે જાગૃતમનથી જે કોઈ કાળે ઉકેલી શકાય નહિ તેવા કોયડા ઉકેલી શકાય છે. આ અવસ્થામાં હયાત જીવનના અતીત ની સાથે સાથે પૂર્વજન્મ ની ઘટનાઓ પણ જાણી શકાય છે. કેટલાય મૂંઝવતા પ્રશ્નો ના જવાબ અહીંથી આપણે મેળવી શકીએ છીએ. જેમ કે :-

  • સારું શું છે ને ખોટું શું છે તે જાણ્યા પછી અને નિર્ણય કર્યા પછી પણ સારું કેમ અપનાવી શકાતું નથી અને ખોટું કેમ છોડીદઈ શકાતું નથી?
  • તબિબી પરીક્ષણ માં કોઈ કારણ ન પકડાય તેમ છતાં કેમ અમુક પીડાથી આપણે મુક્ત થઇ શકતા નથી?
  • કોઈની સાથે સાવ સરળ રહીએ તોય કેમ મિત્રતા થતી નથી અને કોઈની ઉપર વગર કારણે હેત કેમ થઇ આવે છે?
  • દેખીતિ રીતે કાઈ ખોટું કર્યું હોય નહિ અને છતાં કેમ જાત જાતની આધી, વ્યાધી, ઉપાધિઓ આપણો છેડો છોડતી નથી?

દેખીતી રીતે જ જ્યારે આપણે આવા મૂંઝવતા પ્રશ્નો નો ઉત્તર મેળવી શકીએ ત્યારે જ તેને દૂર કરવામાં સફળતા મેળવી શકીએ છીએ. આમ અવ્યક્ત ને જાણવાથી આપણી જીવન યાત્રા સરળ બની શકે છે.

વળી આપણે મનોચેતના ના વધુ ધીમા તરંગો ના આયામ ઉપર પહોંચી શકીએ તો બાળપણ અને પૂર્વજન્મની ઘટનાઓથી પણ પર; મૃત્યુ અને બીજા જન્મની વચ્ચે ના ગાળામાં એટલે કે આત્મિક આયામ - Spirit world માં મહાત્માઓ સાથેના સંસર્ગમાં થયેલ અનુભવો ની સ્મૃતિ તાજી કરી આપણા આધ્યાત્મિક સ્વરૂપ અને જીવન ઉદ્દેશ્યને તાદૃશ કરી શકીએ છીએ. આ અનુભવની મદદ થી આપણે જાણી શકીએ છીએ કે :-

  • મૃત્યુ પછી શું થાય છે?
  • સ્વર્ગ અને નરક જેવું કાઈ છે કે કેમ?
  • જીવન યાત્રામાં આપણા બીજા કયા આત્મિક સાથીઓ છે
  • 'હું કોણ છુ ?'
  • આ જગતમાં મારો જન્મ કેમ થયો છે?'
  • મારા જીવન નો ઉદ્દેશ્ય શું છે?

સામન્ય રીતે જે અવ્યક્ત હોય છે તે વાસ્તવિકતાઓ નું જ્ઞાન થવાથી દુન્વયી કષાયો ને કાપવાની આપણી ક્ષમતા વધે છે. જીવનની અનંતતા વિષે શ્રદ્ધા પેદા થવાથી અજુગતી અધીરાઈઓ અને શુલ્લક બાબતો માટે થતા કલેશો શાંત થઇ જાય છે અને આ સુંદર સંસારની લાક્ષણિક ખૂબીઓ અને માનવતાના ઉચ્ચ ગુણ શીખવાની આપણી સફર સાર્થક કરી શકીએ છીએ.

આપણે એ સમજને દ્રઢ કરવાની છે કે વારંવાર આ જગતમાં આવવું તે કોઈ દુખ જનક બાબત નથી કે નથી કોઈ સજા. આતો આપણી Study-Tour છે. અહી આવીને આપણે આપણા અન્ય આત્મિક સાથી જીવાત્માઓ સાથે આ સંસારની ખૂબીઓ અરસપરસ શીખતા-શીખવતા ઋણાનુબંધ આટોપતા જઈએ તેવી એક અદભૂત વ્યવસ્થા નો લાભ લેવા પ્રમાણિત (Qualified) થયા છીએ તેનું ગૌરવ અનુભવવાનું છે.

સાધારણ રીતે જીવનમાં જ્યારે મુશ્કેલીઓ આવે છે ત્યારે માણસે જે ઉચ્ચ ગુણ શીખવાની દિશામાં પ્રવૃત થયો હોય છે તે તેના માર્ગથી ભટકી જાય અથવા તેનો સમય અને શક્તિ આ મુશ્કેલીઓ હટાવવામાં વપરાઈ જાય તેવું બની શકે છે - જો આપણે અવ્યક્તમાં ડોકિયું કરી અદ્રષ્ટ પરિબળો ને જાણી શકીએ તો આપણી સફર સરળ થઇ શકે છે.

પાછલા જન્મોની ઘટનાઓના અનુભવ - વેદના વગેરે ના કારણોની સ્મૃતિ જાગૃત મન પાસે હોતી નથી અને તે અધુરપ ને કારણે ગુણ ગ્રહણ કરવાની કવાયતમાં સાતત્ય જળવાઈ રહેતું નથી. આ કારણે અનેક સંતાપો સહેવાના થાય છે. આ ઉણપ આપણે અવ્યક્ત વિષેનું જ્ઞાન મેળવી દૂર કરી શકીએ છીએ.