આવો ! તમારું હાર્દિક સ્વાગત છે..!

આપની હાલની સજાગતાના આ મુકામ પર તમારું અભિનંદન. આપ ઈરાદાપૂર્વક અહીં સુધી આવી પહોંચ્યા હોવ તો આ તમારી સિદ્ધિ ગણાય અને જો એમ જ અનાયાસ આવી ચઢ્યા હોવ તો પછી મુલાકાત ની મઝા ઉઠાવો..!

આપનું અહી સુધી પહોંચવું અને આ સાઈટ ખંખોળવિ એ કોઈ અકસ્માત નથી. આ તો બ્રહ્માંડ ની બૃહદ જીવન ઉત્ક્રાંતિની સંરચના નો એક ભાગ છે જે વ્યક્તિ અને સમષ્ટિ ના વિકાસને પુલકિત કરે છે.

જીવન નો ઉદ્દેશ્ય શોધતા સાધારણ વ્યક્તિ ની સમજ ને પોષવાના હેતુથી આ સાઈટ બનાવવામાં આવી છે. આ સમજદારી કેળવવાના મુખ્ય પ્રયાસના પરિપાક રૂપે આદ્યાત્મિક ડહાપણ અને જીવન જીવવાનો ઉલ્લાસ તો ઉપ-પેદાશ ની માફક પ્રગટ થશે જ તેવું અમારું દ્રઢ માનવું છે.

અઠંગ આધ્યાત્મિક સાધનાઓ વિષે વિચારતા સાધકો કે જિજ્ઞાસુઓ માટે આ સાઈટ ઉપયોગી થશે તેવી અમારી કોઈ મંશા, દાવો કે ધારણા નથી. જોકે એક સાધારણ માણસના વિવેક ને સક્રિય કરવા તથા આધ્યાત્મિક માર્ગ પર રહેલ કેટલાક ભયસ્થાનો તરફ સજાગતા કેળવાય તે અર્થે કેટલાક આધ્યાત્મિક રૂઢ-પ્રયોગોને એક અલગ અંદાજ થી સમજાવવા અહીં પ્રયાસ કરેલ છે. વળી આવા જ ઉદ્દેશ્ય થી કેટલાક કહેવાતા આધ્યાત્મિક ગુરુઓ, રૂઢીઓ અને કર્મ-કાંડ વિગેરેની નિરર્થકતા તરફ અંગુલી નિર્દેશ કર્યો છે. જોકે અમે કોઈ ખાસ વ્યક્તિ, સંસ્થા, સંઘ, સમુદાય, સંપ્રદાય કે પ્રણાલીનાં વિરોધી નથી - તેથી વિપરીત, અમે તો સાચા જ્ઞાની અને સદગુરુઓને શ્રદ્ધા થી વંદીએ છીએ.

guide