શ્રીજીમહારાજ અને મોટાપુરુષ આધ્યાત્મિકતાના માર્ગે આગળ વધારવા માટે પ્રયત્નશીલ છે પરંતુ એ સાથે સાથે ઘર પરિવારમાં આત્મીયતા રહે, સંપ, સુહ્રદભાવ તથા એકતાસભર વાતાવરણ રહે અને બાળકોને માતા-પિતા તરફથી હૂંફ અને સમય મળી રહે તેવી મોટાપુરુષની કાયમી રુચિ છે.
જેટલી પરિવારમાં આત્મીયતા રહે તેટલું સત્સંગમાં આગળ સહેલાયથી વધી શકાય.
આજના આ આધુનિક યુગમાં તમામ સભ્યો ઘર - પરિવાર તથા બાળકો માટે સમય ફાળવી શકે તે માટે ગુરુદેવ પ.પૂ. બાપજીના દિવ્ય સંકલ્પે ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીએ નુતન પ્રોજેક્ટ ‘હેપી ફેમિલી’ નું આયોજન આપ્યું છે.
જ્ઞાનસત્ર-૧૯ ઉપક્રમે વ્હાલા ગુરૂજીએ આપેલું લેશન