હેતુ: નજીકમાં રહેતા વિસ્તૃત કુટુંબના સભ્યો (જેમ કે ભાઈઓના પરિવારો, માતા-પિતા વગેરે) વચ્ચે આત્મીયતા અને સંપ વધારવો, અબોલા જેવી સ્થિતિ દૂર કરવી, પરસ્પર પ્રીતિ દ્રઢ કરવી અને સૌમાં દિવ્યભાવ રાખી મૂર્તિમાં રહેવાનો વ્યવહાર કરવો. ભૂતકાળની વાતો ભૂલી જવી.
આવૃત્તિ: દર મહિને એક વખત (Monthly).
સમય: અઠવાડિયાનો કોઈપણ એક દિવસ જે પરિવારના સૌ સભ્યોને સાનુકૂળ હોય, તે દિવસે રાત્રે એક કલાક માટે ભેગા બેસવું.
સ્થળ: વારાફરતી કુટુંબના અલગ અલગ સભ્યોના ઘરે આયોજન કરવું.
સભ્યો: નજીકમાં રહેતા બે-ત્રણ ભાઈઓના પરિવાર, માતા-પિતા વગેરે મળીને આશરે ૧૫-૨૫ સભ્યો ભેગા થાય.
સત્સંગ: ભેગા મળીને આશરે અડધો કલાક સત્સંગ કરવો.
પૂજન/આનંદ: ક્ષમા યાચના દિનની જેમ જ એકબીજાને ચંદન ચર્ચવા, સાથે મળીને આનંદ કરવો.
ભોજન: સૌએ સાથે મળીને ભોજન કરવું, એકબીજાને પ્રેમથી જમાડવા.