હેતુ: પરિવારના સભ્યો વચ્ચે અઠવાડિયા દરમિયાન થયેલા નાના-મોટા મનદુઃખ, બોલાચાલી કે ભૂલોનો નિકાલ લાવી, પરસ્પર માફી માંગી, સંબંધોને સ્વચ્છ અને પ્રેમભર્યા રાખવા. કોઈ વાત લાંબી ચાલવા ન દેવી
આવૃત્તિ: દર અઠવાડિયે (Weekly).
સમય: અઠવાડિયાનો કોઈપણ એક દિવસ જે પરિવારના સૌ સભ્યોને સાનુકૂળ હોય, તે દિવસે રાત્રે એક કલાક માટે ભેગા બેસવું.
માફી માંગવી: અઠવાડિયા દરમિયાન પોતાનાથી જાણ્યે-અજાણ્યે કોઈનું મન દુભાયું હોય તો તેની હૃદયપૂર્વક માફી માંગવી ("મારી ભૂલ છે, મને માફ કરજો"). સામેની વ્યક્તિમાં ગુરુજી/ઠાકોરજીના દર્શન કરીને માફી માંગવી. નાના બાળકની પણ માફી માંગતા સંકોચ ન રાખવો.
દંડવત પ્રણામ: પરિવારના સૌ સભ્યોએ એકબીજાને બે-બે દંડવત પ્રણામ કરવા. મહિલા સભ્યોએ પંચાંગ પ્રણામ કરવા. સૌમાં મહારાજના મુક્તનો દિવ્યભાવ રાખવો.
ચંદન પૂજન: એકબીજાને ભાવથી ચંદનનો ચાંદલો કરવો, જાણે સ્વયં ઠાકોરજીનું પૂજન કરતા હોઈએ તેવા ભાવથી કરવું.
પ્રસાદ: તે દિવસે સારું ભોજન બનાવી, ઠાકોરજીને થાળ ધરી, થાળ ગાઈ, સૌએ સાથે બેસી પ્રેમથી એકબીજાને આગ્રહ કરી પ્રસાદ જમવો.
નોંધ: આ દિવસને સાપ્તાહિક ફેમિલી સભા (Family Sabha) તરીકે જ ગણવાનો છે, જેમાં આ ક્રિયાઓ મુખ્ય રાખવી. ત્યારપછી ધૂન, ભજન, કથા વગેરે કરી શકાય.