શહેરને ચાઈલ્ડ ફ્રેન્ડલી બનાવવા માટે, એટલે કે શહેરમાં બાળકો માટે સ્વસ્થ અને સુરક્ષિત વાતાવરણની જરૂરિયાતને પુરી પાડવા, બાળકો પર કેન્દ્રીત સામાજિક સુરક્ષાના કાર્યક્રમો અને નીતિઓનું વ્યવસ્થિત અમલીકરણ કરવું જરૂરી છે. તેનું સફળપૂર્વક અમલીકરણ અને તેને સમાવિષ્ટ ત્યારે કરી શક્શે જ્યારે સ્થાનિક કર્તાઓ તેને હાથ ધરશે.
પરંતુ આ માહિતી ક્યાંથી મેળવવી એ બાબતની જાણકારી વ્યવસ્થિત રીતે ઉપલબ્ધ નથી. આ માહિતી એક જગ્યાએ ભેગી કરેલી ન હોવાથી કાઉન્સિલરોને માહિતી મેળવવામાં ઘણા પ્રયાસો કરવા પડતા હોય છે અને તેમાં ઘણો સમય લાગી જતો હોય છે. આટલા/ ઘણા પ્રયાસો કર્યા બાદ પણ અમુક વાર માહિતી મળી શકતી નથી. કાઉન્સિલરોએ વ્યક્ત કર્યું કે બાળકો પર કેન્દ્રીત સામાજિક સુરક્ષાના કાર્યક્રમો અને નીતિઓ વિષે માહિતી જો એક સાથે અથવા એકત્રિત કરીને મળી શકે તો એ તેમને ખૂબ મદદરૂપ થઇ શકે. તેથી સંશોધન ટીમે અમદાવાદના શહેરી વિસ્તારના બાળકો માટે લાગુ થતી યોજનાઓ અને કાર્યક્રમોનું લિસ્ટ બનાવીને તેના વિષે માહિતી એકત્રિત કરવાનું કાર્ય હાથ ધર્યું. અમે આશા રાખીએ છે કે આ બુકલેટ માત્ર કાઉન્સિલર જ નહિ, પણ NGO, સંશોધકો અને વહીવટી ખાતા ને પણ મદદરૂપ થશે.