Book Review

જવાબ

લેખક : બાલેન્દુશેખર જાની


જવાબ નવલકથા એટલે આતંકના ઓથાર સામે પ્રેમની ઢાલ

જગતની હરકોઈ વ્યક્તિ પ્રેમ ઝંખતી હોય છે, પણ આ હાઈફાઈ યુગમાં ટેલીફોનના દોરડે લટકતા સંબંધ અને સેટેલાઈટના સથવારે પનપતા પ્રેમની સમૂળગી વ્યાખ્યા જ બદલાઈ રહી છે ત્યારે આત્મીય પ્રેમ કોને કહેવાય તે વાત કરતી નવલકથા એટલે  "જવાબ" 

ગુજરાતનો નાથ - કનૈયાલાલ મુનશી


આલેખન : ઈશા પાઠક


https://library.darshan.ac.in/Home/BookInformation?MaterialID=3333


ગુજરાતના મૂર્ધન્ય સાહિત્યકાર કનૈયાલાલ મુનશીની ઐતિહાસિક નવલત્રયીનું બીજું સોપાન એટલે ‘ગુજરાતનો નાથ’. ‘પાટણની પ્રભુતા’થી શરૂ થયેલી જયસિંહગાથાના આ બીજા પગથિયામાં સ્વતંત્ર બનવા મથતા યુવાન જયસિંહની કથાનું નિરૂપણ છે.


કથાની શરૂઆત કાકના પાટણમાં આગમનથી થાય છે. કાક એક બહાદુર, વિચક્ષણ, બ્રાહ્મણ યોદ્ધો અને પાટણના દંડનાયક ત્રિભુવનપાળનો મિત્ર છે. વિપરીત સંજોગોમાં પાટણનો સાથ આપી તેને મુસીબતથી બચાવતો લાટનો આ યોદ્ધો જયદેવ તેમજ મુંજાલ મહેતાનો વિશ્વાસ જીતી લે છે. મુંજાલ મહેતાનો તે દિલથી આદર કરે છે. ઉદયન મંત્રીની શંકાસ્પદ ગતિવિધિને કારણે મુંજાલ તેમને કર્ણાવતીથી ખંભાત મોકલે છે. કાકને તેની ગતિવિધિ પર નજર રાખવા ખંભાત મોકલવામાં આવે છે. ત્યાં તેની મુલાકાત કાશ્મીરના મહાપંડિત રૂદ્રનાથ વાચસ્પતિની અત્યંત સ્વરૂપવાન અને તેજસ્વી પુત્રી મંજરી સાથે થાય છે, જેને તેની ઈચ્છા વિરુદ્ધ તેની માતા ઉદા મહેતા સાથે પરણવા દબાણ કરી રહી છે.


કાક ઉદા મહેતાની કેદમાંથી તેને છોડાવે છે. મંજરી ખૂબ ઘમંડી છે અને કાક તેની જેમ પંડિત ન હોવાથી તેને વાતવાતમાં ઉતારી પાડે છે. કાક તેને લઈને પાટણ આવે છે અને ત્રિભુવનપાળ રા’નવઘણ સાથે લડાઈ કરવા ગયા છે તેની જાણ થતા તે તેમની મદદે જાય છે અને રા’નવઘણને હરાવે છે. બીજી બાજુ માળવાનો સેનાપતિ ઉબક રાજદરબારમાં માળવા અને પાટણને એક કરવા માળવાની રાજકુંવરી સાથે જયદેવના વિવાહનો પ્રસ્તાવ લઈને આવે છે. જેનો અસ્વીકાર કરવાની સલાહ મીનળદેવી અને મુંજાલ જયદેવને આપે છે. ત્રિભુવનપાળનાં પત્ની કાશ્મીરા મંજરીને કાક સાથે પરણવા સમજાવે છે. મંજરી પોતાનાથી બધી રીતે ઉતરતા કાક સાથે પરણવા તૈયાર નથી પરંતુ ઉદા મહેતાની ચુંગલમાંથી બચવા તે કાકને કમને પરણે છે. બંને વચ્ચે અંતર ખૂબ વધી જાય છે. આ લગ્નથી અજાણ ઉદા મહેતા મંજરીનું અપહરણ કરી તેને કેદ કરે છે. અનેક પ્રયત્નો પછી કાક તેને શોધી કાઢે છે, ત્યારે તેને ખબર પડે છે કે તેનો મિત્ર કીર્તિદેવ જેને કૃષ્ણદેવ તરીકે પાટણમાં પ્રવેશતી વખતે તે મળ્યો હતો તે પણ કેદમાં છે. મંજરી તેને પણ છોડાવવાની જીદ કરે છે.


માળવાના રાજાને ચક્રવર્તી બનાવવા માગતા કીર્તિદેવ અને મુંજાલ વચ્ચે ઉગ્ર દલીલ થાય છે. મુંજાલ તેને મારવા જાય છે ત્યારે અનાયાસે કાક ત્યાં પહોંચી મુંજાલને જણાવે છે કે કીર્તિદેવ એ ખરેખર તો વર્ષો પહેલા ખોવાયેલો તેમનો પુત્ર છે. કાક મંજરીને છોડાવે છે અને મંજરી પરાક્રમી કાકને પોતાના પતિ તરીકે મનથી સ્વીકારે છે. જયદેવ સોરઠની રાણકને પોતાની કરવા માગે છે, પરંતુ રાણક રા’ખેંગારને પોતાનો પતિ માની ચૂકી હોવાથી કાક જયદેવનો સાથ ન આપતાં એ બંનેને એક થવામાં મદદ કરે છે. મુંજાલ પોતાના પુત્ર કીર્તિદેવને માળવા જવા અનુમતિ આપે છે અને કથાના અંતમાં મુંજાલ પાટણના વટવૃક્ષની જેમ અડીખમ ઊભા રહીને પોતાના પુત્રને જતો જોઈ રહે છે.


લાગણીઓ, રહસ્યો, ષડયંત્રો અને સાહસના તાણાવાણામાં ગૂંથાયેલ આ કથા ગુજરાતી સાહિત્યમાં અનુપમ સ્થાન ધરાવે છે.

YES TO LIFE - તકલીફમાં જીવનની તલાશ 

વિક્ટર ફ્રેન્કલ

ઝંઝાવાતો સામે ટકાવી રાખતો આશાનો દીપ

“માણસ પાસેથી બધું જ છીનવી શકાય છે, સિવાય એક ચીજ: કોઇપણ પરિસ્થિતિ સામે ઝઝૂમવાની તેની આઝાદી.”

વિક્ટર ફ્રેન્કલના પુસ્તક ‘મેન્સ સર્ચ ફોર મિનીંગ’માં તમે આ વાત વાંચી હશે. તમારા હાથમાં જે પુસ્તક છે, તેમાં ફ્રેન્કલ એ જ વાતનો વધુ એક પુરાવો આપે છે.

એક માણસ બીજા માણસની જિંદગીને જીવતા નર્ક જેવી બનાવી દે, તો એ લોકો, એ નર્કનો સામનો કેવી રીતે કરે? જ્યારે ચારે તરફ પાશવી અત્યાચાર, ભૂખમરો અને માથા પર મોત ભમતું હોય, ત્યારે એ માણસોએ શું અનુભવ્યું હશે?

દુનિયામાં એવો એક પણ માણસ નથી, જેના જીવનમાં સંકટ ન આવ્યું હોય અને તેની સામે નિરાશાનો અંધકાર છવાયો ન હોય. સંકટમાં માણસનું મોત ત્યારે થાય છે, જ્યારે તેની આશા મરી જાય છે. છેલ્લે તો માત્ર શરીર જ મરે છે.

જીવનના ઝંઝાવાતો સામે ટકાવી રાખતા આશાના દીપને સળગતો રાખવા માટે આ પુસ્તક એક પ્રશ્ન પૂછે છે:

“તમારી જિંદગીનો અર્થ શો છે?”

આ પુસ્તક એનો જવાબ પણ આપે છે. 

એલ્કેમિસ્ટ by પોલો કોએલો

Alchemist : (Gujarati) https://library.darshan.ac.in/Home/BookInformation?MaterialID=5450  


The Alchemist (English)

https://library.darshan.ac.in/Home/BookInformation?MaterialID=2643

https://library.darshan.ac.in/Home/BookInformation?MaterialID=5291


આ સરસ પુસ્તક, એક માણસની શક્તિ અને તે સપનાને ઉજાગર કરે છે. આ કથા આપણને આપણા હૃદયનો અવાજ સાંભળવાની, આપણા જીવનમાં વિખરાયેલાં ચિહ્નો અને શુકનોને યોગ્ય સમયે ઓળખી પોતાનાં સ્વપ્નાં પૂરાં કરવા માટે પ્રયત્નશીલ રહેવાની કળા શીખવે છે.માનવી તેના વિચારો કરતાં વધુ મજબૂત અને સક્ષમ છે. વાર્તા એટલી મહાન અને પ્રેરણાદાયી છે કે ઉપર જવા માટે અને ચાલવા માટે અટકશો નહીં!

આ એક છોકરાની વાર્તા છે જે પોતાનું ભાગ્ય જાણવા માંગે છે.

લાઈફ IMપોસિબલ- સંક્ષિપ્ત વિચાર

કચ્છના ગાંધીધામમાં રહેતા યુવાન દિનેશ કલવાની સંઘર્ષ ગાથા પર આધારિત ગુજરાતી નવલકથા 'લાઇફ IMપોસિબલ'ને જોરદાર પ્રતિસાદ સાંપડી રહ્યો છે. જાણીતા લેખક અને પીઢ પત્રકાર પ્રફુલ શાહની આ ડૉક્યુ-નોવલ અંગ્રેજી, ગુજરાતી અને હિન્દીમાં સફળતા બાદ ટૂંકમાં મરાઠી ભાષામાં પણ પ્રકાશિત થઈ રહી છે.

‘લાઇફ IMપોસિબલ. હા, આ 'લાઇફ ઇમ્પોસિબલ' નથી, 'લાઇફ આઇ એમ પોસિબલ' છે. દરેક વિપરીત સંજોગોમાં દુ:ખના દરિયામાં ઊંડે ઊંડે ડૂબકી મારીને જીવનના, જોમના, જીવવાના અને આશાના મોતીડા લાવનારા દિનેશ કલવાની પ્રેરણાદાયક કથા છે આ પુસ્તક.

'લાઇફ IMપોસિબલ'માં. કચ્છના ગાંધીધામમાં રહેતો યુવાન દિનેશ કલવા તકલીફો-મુસીબતો સામે 'ચલ હટ, આધી રહેજે હોં'નો પડકાર ફેંકીને વટભેર જીવ્યો .

પ્રેરણાના પાવરહાઉસ જેવી પત્નીને દિલોજાનથી ચાહે છે અને હજારોને જીવવાના-જીતવાના જામ પાય છે એની કથા એટલે 'લાઇફ આઈએમપોસિબલ'. 

વાંચવા જેવા પુસ્તકો 

પારેવા

https://library.darshan.ac.in/Home/BookInformation?MaterialID=31570 

વન મિનિટ મેનેજર One Minute Manager

આ પુસ્તક વાર્તા દ્વારા કાર્યસ્થળ અને સંચાલન વિશે વાત કરે છે. મુખ્ય પાત્ર સ્ટેફન છે જે MBAનો વિદ્યાર્થી છે. સ્નાતક થયા પછી, તે કાર્યસ્થળે કંઈક સિદ્ધ કરવા માંગે છે. જો કે, તેને આપણા બાકીના લોકોની જેમ ઘણા અવરોધોનો સામનો કરવો પડ્યો જેણે તેને હતાશ બનાવ્યો. પાછળથી, તે જીલ નામના વન મિનિટ મેનેજરને મળ્યો. તે તેની પાસેથી નવું જ્ઞાન અને અનુભવ શીખે છે અને જીવનમાં સમસ્યાનું નિરાકરણ લાવે છે. અંતે, તે એક સફળ મેનેજર બન્યો. 

ઈકિંગાઈ - લાંબા, સુખી અને સાર્થક જીવનનું જાપાનીઝ રહસ્ય

હેક્ટર ગાર્સિયા અને ફ્રાન્સેસ્ક મિરાલેસ


લાંબા, સુખી અને સાર્થક જીવનનું જાપાનીઝ રહસ્ય


"લાંબું જીવન જીવવું છે ? સન તે વ્યસ્ત રહો. ઈકિંગાઈ એટલે કશું જ ન કરવાની કળા, તો ઈકિગાઈ એટલે ધ્યાનસ્થ થઈ આનંદપૂર્વક કશુંક કરતા રહેવાની કળા.” – ન્યૂ ચોક પોસ્ટ


“ઈકિગાઈ એ રીતે લોકોને પોતાનું જીવન સરળ બનાવવાનું કહે છે કે જેમાં આનંદ આવે એ કામ જ કરો... જે રીતે “The Life Changing Magic of Tyding Up" ’માં એ વાત પર ભાર મૂકાયો છે કે "જેને કાયમ રાખવાનું છે અને પસંદ કરો, નહીં કે જેનાથી મુક્તિ પામવાની છે’, એવી જ રીતે આ પુસ્તકમાં એમ દર્શાવવામાં આવ્યું છે કે વૃદ્ધ ન થવું એટલે સતત કામ કરતા રહેવું, હસતા અને સક્રિય રહેવું અને આસપાસના લોકોને મળતા રહેવું.” – કોનમારી ન્યૂઝલેટર


જાપાનના ઓકિનાવામાં 100 વર્ષથી વધુ જીવનારા લોકોની સંખ્યા શા માટે સૌથી વધારે છે? તેમના લાંબા, સુખી અને સાર્થક જીવનનું જાપાનીઝ રહસ્ય શું છે? તેમાં ‘ઇકિંગાઇ'નો શું ફાળો છે? ‘ઇકિંગાઇ' એટલે શું? કઇ રીતે તમે તમારું ‘ઇકિંગાઇ' પામીને લાંબુ, સુખી અને સાર્થક જીવન જીવી શકશો? એ બધું જ તમને વાંચવા મળશે આ પુસ્તક ‘ઇકિગાઇ’માં.

The 5 Am Club - Robin Sharma

આ જીવન-બદલનારી પુસ્તકમાં, લેખક દ્વારા ચાર વર્ષના સખત સમયગાળામાં હસ્તકલા, તમે પ્રારંભિક ઉભરતી આદત શોધી શકશો જેણે ઘણા લોકોને તેમના સુખ, મદદરૂપતા અને જીવંતતાની લાગણીઓને અપગ્રેડ કરતી વખતે મહાકાવ્ય પરિણામો પ્રાપ્ત કરવામાં મદદ કરી છે. બે સંઘર્ષ કરતા અજાણ્યા લોકો જેઓ તેમના ગુપ્ત માર્ગદર્શક બને છે તે એક વિચિત્ર ટાયકૂનને મળે છે તે વિશે એક મનોરંજક ઘણીવાર મનોરંજક રીતે, 5 am ક્લબ તમને લઈ જશે: કેટલા મહાન પ્રતિભાઓ, બિઝનેસ ટાઇટન્સ અને વિશ્વના સૌથી બુદ્ધિમાન લોકો આશ્ચર્યજનક સિદ્ધિઓ પ્રાપ્ત કરવા માટે તેમની સવારની શરૂઆત કરે છે.ન્યુરોસાયન્સ-આધારિત પ્રેક્ટિસ જે મોટા ભાગના લોકો સૂતા હોય ત્યારે તેને સરળ રીતે ઊઠવામાં મદદ કરવા માટે સાબિત થાય છે, જે તમને તમારા માટે વિચારવા, તમારી સર્જનાત્મકતા વ્યક્ત કરવા અને ઉતાવળ કરવાને બદલે શાંતિથી દિવસની શરૂઆત કરવા માટે કિંમતી સમય આપે છે. રોબિન શર્મા પુસ્તકો સમગ્ર વિશ્વમાં લોકોને ઉત્તમ જીવન જીવવામાં મદદ કરે છે. 

માણસાઈના દીવા

લેખક : ઝવેરચંદ મેઘાણી

આ નવલકથા ગુજરાતના લોકસેવક રવિશંકર વ્યાસના કાર્યો અને તેમને મુખે સાંભળાયેલ વાતોનો સંચય છે. દસ્તાવેજી મુલ્ય જાળવવા વાર્તાની ભાષા રવિશંકર મહારાજના લઢણવાળી જ રાખવામાં આવી છે. ખેડા જિલ્લાના બારૈયા-પાટણવાડિયા કોમના બહારવટિયા લૂંટારુઓના જીવન પર આધારિત નવલિકાઓ આ પુસ્તકનો મુખ્ય વિષય છે.

આ પુસ્તક નવલિકા સ્વરૂપે કુલ ૧૭ વાર્તાઓ ધરાવે છે. મહીકાંઠા વિસ્તારના ધારાળા, બારૈયા, પાટણવાડિયા વગેરે ગુનેગાર ગણાતી કોમોના જીવનમાં રહેલી માણસાઈની મહત્તાને આ વાર્તાઓમાં દર્શાવવામાં આવી છે. અમુક વાર્તાઓ આ પ્રમાણે છે "હું આવ્યો છું બહાવટું શીખવવા" - નામની કથામાં રવિશંકર મહારાજ આ લોકો વચ્ચે રહી તેમને ચોરી અને દારૂની લત છોડાવતા અંગ્રેજ સરકાર વિરુદ્ધ ગાંધીજીની ઢબે બહારવટું શીખવવા મથે છે. "હાજરી" નામના પ્રકરણમાં અંગ્રેજ સરકારના શાસન હેઠળ આ લોકોને થાણામાં "હાજરી" નોંધાવી પડતી. રવિશંકર મહારાજ આ ધારો કઢાવવા મથે છે અને કઢાવીને જ જંપે છે. "મારાં સ્વજનો" નામની વાતમાં રવિશંકર એક નિર્દોષ માણસને ફાંસીએ ચઢતો બચાવે છે. 

આધા ગાંવ (નવલકથા)

આધા ગાંવ ( નવલકથા )

લેખક : રાહી માસૂમ રઝા

અનુવાદ : શરીફા વીજળીવાળા

‘આધા ગાંવ’ ઉર્દૂના જાણીતા શાયર, હિંદી ફિલ્મોના જાણીતા પટકથા લેખક રાહી માસૂમ રઝાની હિંદી નવલકથા છે. આ નવલકથાની બોલી ભોજપુરી ઉર્દૂ છે, પણ લિપિ દેવનાગરી છે. મુનશી પ્રેમચંદની જેમ રાહી જેટલા ઉર્દૂના લેખક હતા એટલા જ હિંદીના પણ હતા. ‘આધા ગાંવ’ સહિત રાહીની તમામ રચનાઓનાં મૂળમાં ઊંડી માનવીય સંવેદના અને કરુણા છે. એમનું સમગ્ર સાહિત્ય હિન્દુસ્તાનની સભ્યતા અને સંસ્કૃતિની સહિયારી વિરાસતનું સમર્થક છે. રાહીએ હંમેશાં એવી શક્તિઓ અને પ્રવૃત્તિઓનો વિરોધ કર્યો જે આપણી એકતાને ધર્મ, સંપ્રદાય, પ્રદેશ કે ભાષાના નામ પર તોડવાની કોશિશ કરે છે.

‘આધા ગાંવ’ જાનપદી નવલકથા કોને કહેવાય તેનો ઉત્તમ નમૂનો છે. 1940 આસપાસના ગ્રામીણ હિંદુસ્તાનનું એક રંગીન ચિત્ર દર્શાવતી આ કૃતિનો મૂળ સૂર છે કે જ્યાં સુધી રાજકારણે આપણને બે ભાગમાં – હિંદુ અને મુસ્લિમ નહોતા વહેંચ્યા ત્યાં સુધી આપણે એક દેશ હિંદુસ્તાનના વતની હતા. સદીઓથી એક જમીન, એક આકાશ અને એક જ હવા-પાણી વહેંચવા ટેવાયેલી પ્રજાની સંસ્કૃતિ પણ એક જ હતી, પણ વિભાજને આ બધું વિખે૨ી નાખ્યું.  

સ્વાતંત્ર્ય રત્ન લાલાકાકા

ભુપેન્દ્ર લાલા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રથમ શારીરિક શિક્ષણ નિયામક હતા. તેમજ રાજકોટ અપંગ માનવ મંડળના પ્રમુખ તથા વિકલાંગ પ્રેરણા ટ્રસ્ટ, રાજકોટના આજે સ્થાપક હતા. લાલા કાકા, અર્જુન લાલા તથા ભુપેન્દ્ર લાલા એ ત્રણે પેઢીએ ગુજરાતની ભૂમિ માટે હંમેશા તત્પર રહી કાર્ય કરેલું. આ પુસ્તક ત્રણ પેઢીને પિતૃ તર્પણ રૂપે એક સંશોધનાત્મક કુટુંબ કથા છે.

પૂજ્ય બાપુની એક હાકલે લાલા કાકાએ વકીલાત છોડી અને આઝાદી આજે ભોગવેલા કષ્ટો વગેરે અનેક જાણવા જેવી વાતો દ્રુતિબેને આ પુસ્તકમાં ખુબ સુંદર રીતે આલેખી છે.  

કૃષણાયન

'ગોવિંદનું અપેલું સ્વીકારીને ગોવિંદને જ અર્પણ કરવું, એ જ જીવન છે.'આ એક સુંદર નવલકથા છે. લેખિકાએ કૃષ્ણને ભગવાન તરીકે ન જોતાં, એક વિરાટ વ્યક્તિત્વથી પ્રભાવિત થઈ માનવીય લાગણીઓ સાથે એમને સૂઝેલી એક કૃષ્ણકથા છે.

કૃષ્ણના જીવનમાં ત્રણ સ્ત્રીઓનું મહત્વ અને એમના કૃષ્ણ સાથેના આત્મીય સંબંધો વિશેની આ કથા છે. પ્રેમિકા રાધા સાથેનો પ્રયણ એટલો તો સાચો છે કે લગ્ન ને જ માન્યતા આપનાર આ સમાજે રાધાકૃષ્ણની પૂજા કરી છે. દ્રોપદી સાથેના એના સંબંધો આજથી કેટલા હજારો વર્ષ પહેલાં સ્ત્રી-પુરુષની મિત્રતાનો એક ઉદાત્ત નમુનો છે. રુકમણિ સાથેનું તરબોળ દાંપત્ય વિદ્રત્તા અને સમજદારી પર રચાયેલુ સ્નેહ અને એક્બીજા પરત્વેના સન્માનથી ભરપૂર દાંપત્ય છે.

કૃષ્ણ જીવનની છેલ્લી પળોમાં જીવનની કેટલીક ઘટનાઓ ફરી એક્વાર જુએ છે, અનુભવે છે, એમને ફરી જીવે છે અને એ અંતિમ પ્રયાણ પહેલાંની છેલ્લી પળોનો એક નાનકડો પડાવ એટલે *કૃષણાયન*  

Amazon launches ‘Book Club’ in association with Ankur Warikoo

https://www.medianews4u.com/amazon-launches-book-club-in-association-with-ankur-warikoo/

26 Famous Children’s Books Every Kid Should Read by Iva-Marie Palmer

https://www.weareteachers.com/famous-childrens-books/

પુસ્તક એક એવી ભેટ છે જેને તમે વારંવાર ખોલી શકો છો. - ગેરીસન કીલોર (અમેરિકન ઓથર)

શરૂઆત કરીએ બે અલગ-અલગ પરિવારની વાતથી, એક જ્યાં પોતાના માતા-પિતા પોતાની કમાણી પોતાના બાળકોના ભૌતિક સુખ સાધન આપવામાં વધુ, અને જ્ઞાન-પુસ્તકો, બૌદ્ધિક વિકાસ પર ઓછી ખર્ચતા હતા. બીજો પાડોસી પરિવાર તેનાથી ઉંધુ, જ્યાં પૂરેપુરું જોર બાળકોના બૌદ્ધિક વિકાસને મહત્વ આપતા હતા. તેઓ પુસ્તક, પેપર્સ, કાર્ટુન બુક્સ ઘણી ખરીદતા હતા, અને ઘરમાં એક મિની લાયબ્રેરી બનાવી હતી. જ્ઞાનને જ્ઞાન માટે પ્રાપ્ત કરવો એક ટેવ બની ગઈ હતી.

સમય પસાર થતો ગયો અને દુનિયા બદલાતી ગઈ. જે બાળકો ભૌતિક સુખ-સાધનને વધુ મહત્વપૂર્ણ ગણાવતા હતા, તેઓ નવી દુનિયા અને કામ કરવાની નવી રીતમાં તાળમેળ બેસાડવામાં સફળ થઈ શકતા ન હતા. પરંતુ બીજા પરિવારના બાળકો પોતાના વધુ બૌદ્ધિક ઓરિએન્ટેશનના કારણે પોતાને નોલેજ ઈકોનોમીમાં ઢાળતા રહેતા હતા. નવી વસ્તુ શીખવા તેમને એન્જોયેબલ લાગતું હતું, બોઝ નહીં.

જોત જોતમાં, તેમનામાં અંતર એકદમ સ્પષ્ટ થઈ ગયું હતું. જાણો છો શું થયું હતું? પહેલા પરિવારે આજે પકડેલી માછલી ખાવા પર ફોકસ કર્યું, અને બીજાએ પોતાના બાળકોને માછલી પકડવાનું શીખડાવ્યું. તેમને સ્વતંત્ર બનાવ્યા અને તે ટૂલ આપ્યા જેનાથી તેઓ કોન્ફિડન્ટ બન્યા.

સૌથી મોટો સંદેશ

જો તમે પેરેન્ટ્સ છો, તો પોતાના બાળકો માટે બુક્સ ખરીદો. જો તમે પ્રોફેશનલ છો તો બુક્સ ખરીદો. અને જો તમે સ્ટુડન્ટ્સ છો તો બુક્સ ખરીદવા માટે પેરેન્ટ્સને જણાવો.

સતત રીડિંગથી, અને વાંચન કરતા રહેવાથી, ધ્યાન, સ્મૃતિ (મેમરી), સહાનુભૂતિ અને કોમ્યુનિકેશન સ્કિલ્સમાં સુધારો આવે છે. રીડિંગ હેબિટ તમારા મેન્ટલ હોરાઈઝનને ઘણી જ વિકસિત કરે છે, અને તમે એક વ્યક્તિ તરીકે સારા ડેવલપ થાવ છો.

હું તમને આઠ બુક્સ વાંચવાના કારણ હેતુસર જણાવવા માગુ છું- તૈયાર છો?

આજે જ ખરીદો આ બુક્સ અને શરૂ કરો પોતાની પર્સનલ લાયબ્રેરી

1) ધ અલ્કેમિસ્ટ આ બ્રાઝીલના લેખક પાઉલો કોએલ્હોની નોવેલ છે જે પહેલી વખત 1988માં પ્રકાશિત થઈ હતી. આ 'સોલ (આત્મા) ઓફ ધ વર્લ્ડ'માં પોઝિટિવ યોગદાન આપવાના રૂપમાં વ્યક્તિ અને વ્યક્તિગત સપનાંની શોધ પર કેન્દ્રિત છે. જે દર્શાવે છે કે કોઈના પણ વ્યક્તિગત જીવનમાં અડચણ માત્ર અડચણો જ છે- નાકાબંધી નથી. આ "સપનાં જીવવા"ના અર્થની તપાસ કરે છે. આ ઉપરાંત તેને સરળ ભાષામાં લખવામાં આવ્યું છે, અને ઈંગ્લિશ વાંચવાની શરૂઆત કરનારા લોકો માટે આ પુસ્તક આઈડિયલ છે.

2) હૂ મૂવ્ડ માઈ ચીઝ સરળ અંગ્રેજીમાં ડૉ. સ્પેન્સર જોનસન દ્વારા લિખિત આ પુસ્તક રીડરને આસાની અને સ્થિતસ્થાપકતાની સાથે આપણા પરિવેશમાં થઈ રહેલા પરિવર્તનોને અનુકુળ થવા માટે પ્રોત્સાહિત કરે છે. ઉંદરના જોડાંનું ઉદાહરણ આપીને લેખક પરિભાષિત કરે છે કે આપણે જીવનમાં થનારા પરિવર્તનોનો સ્વીકાર કે અસ્વીકાર કરીને પોતાના જીવનને કેટલું આસાન અને કઠિન બનાવી શકીએ છીએ. આ તમને ફ્લેક્સિબલ બનાવવાનું શીખવાડશે.

3) ધ કાઈટ રનર આ અફઘાન-અમેરિકી લેખક ખાલિદ હોસૈનીની પહેલું નોવેલ છે, જે મિત્રતા, વિશ્વાસઘાત, અપરાધબોધ અને છુટકારાને સંબોધિત કરે છે. જે દર્શાવે છે કે આ સંબંધો તમારા અને તમારી આજુબાજુના લોકોના જીવનને કઈ રીતે પ્રભાવિત કરી શકે છે. તે નિશ્ચિત રૂપે તમને મોટી તસવીર અંગે જાગરુક કરે છે. આ જીવનની જીજીવિષાનું સુંદર અને માર્મિક ચિત્રણ છે.

4) ટૂ કિલ અ મૉકિંગબર્ડ અમેરિકી લેખક હાર્પર લીનું આ ઉપન્યાસ 1960માં પ્રકાશિત થયું હતું અને તરત જ સફળ પણ થઈ ગયું હતું. આ નસ્લીય પૂર્વાગ્રહ અને અન્યાયની સાથે-સાથે, તે ચીવટતાથી દેખાડે છે કે કઈ રીતે એક સમુદાયમાં સારા અને ખરાબનું સહ-અસ્તિત્વ હોય છે. આ પુસ્તક તમારામાં માનવતા જગાડશે.

5) ઈકિગાઈ- ધ જાપાની સીક્રેટ ટૂ અ લોન્ગ એન્ડ હેપ્પી લાઈફ તમને અંદરથી વધુ પોઝિટિવ બનવામાં મદદ કરે છે. આ તમને પોતાના અને પોતાના જીવનની સાથે શાંતિ અનુભવવા માટે પ્રેરિત કરતા તમારા પોતાના મનની શાંતિ અને જીવવાની ઈચ્છા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં સક્ષમ બનાવે છે. પોઝિટિવિટી તમારી અંદરથી આવે છે જ્યારે તમે તમારા લક્ષ્ય, સ્વસ્થ જીવન શૈલી અને યોગ્ય પરિપ્રેક્ષ્યમાં પોતાનો ઉદ્દેશ્ય રાખો છો.

6) ચાણક્ય ચાંટ (Chanakya's Chant) આ ઉપન્યાસ એક ભારતીય લેખક અશ્વિન સાંઘી દ્વારા લખવામાં આવી છે. લેખત દ્વારા પોતાના વાંચકોને એક ગુરુ અને એક રણનીતિકાર ચાણક્યના જીવનની વાર્તાને કાલ્પનિક રીતથી જાણવામાં મદદ કરવાનો એક પ્રયાસ છે. જો કે આ એક કાલ્પનિક ઉપન્યાસ છે, પરંતુ જ્યાં સુધી ચાણક્યના ચરિત્રનો સવાલ છે, તો પાઠકોને આ વાસત્વિક લાગે છે. જેનું અંગ્રેજી સરળ છે.

7) રિચ ડેડ પુઅર ડેડ (Rich Dad Poor Dad) આ 1997ની રોબર્ટ ટી. કિયોસાકી અને શેરોન લેચર દ્વારા લિખિત પુસ્તક છે. જો તમે સારું જીવન માત્ર સઘન મહેનત કરીને કે સંઘર્ષથી નથી મેળવવા માગતા, પરંતુ ચાલાકીથી ધન કમાઈને તેને વધારવા માગો છો, કે જેથી આવનારી પેઢી આર્થિક સંકટમાં ફસાયેલી ન રહે. આ બુકમાં તમારી લાઈફને ટોટલી ચેન્જ કરવાની તાકાત છે.

8) હાઉ ટૂ વિન ફ્રેન્ડ્સ એન્ડ ઈન્ફલુઅન્સ પીપલ આ ડેલ કાર્નેગી દ્વારા લેખિત 1936ની બેસ્ટસેલર સેલ્ફ હેલ્પ બુક છે. પુસ્તકની ઈંગ્લિશ સરળ છે અને તમામને આસાનીથી સમજાય જાય છે. આ તમને લોકો સાથે મધુર સંબંધ બનાવવાનું શીખવાડે છે, જેનાથી તમે ફ્રિક્શનની જગ્યાએ સ્મૂથ રિલેશન્સ પર ફોકસ કરવાનું શીખો છો.

આજનું કરિયર ફન્ડા છે કે દરેક મોડર્ન થિંકિંગ સ્ટુડન્ટ, પ્રોફેશનલ અને પેરેન્ટને બુક્સમાં ઈન્વેસ્ટ કરવું જ જોઈએ, અને તેની શરૂઆત આજથી જ કરો.

સ્ટાર્ટઅપ શરૂ કરતા પહેલા આ બે પુસ્તકો વાંચો

Read these two books before starting a startup