Welcome

To

Government Polytechnic Godhra

સંસ્થા પરિચય- સરકારીપોલીટેકનીક ગોધરા

  • સરકારી પોલીટેકનીક, ગોધરાપંચમહાલજીલ્લા ખાતે આવેલ સરકારશ્રી દ્વારા ચલાવવામા આવતી ડીપ્લોમા ઇજનેરી કોલેજ છે. જેની સ્થાપના દસમી પંચવર્ષીય યોજનામા કેન્દ્ર સરકારની ખાસ યોજના હેઠળ વર્ષ ૨૦૦૫ માં કરવામા આવેલ છે.

  • સરકારી પોલીટેકનીક, ગોધરા૧૫ એકરમાં ફેલાયેલ પોતાનુ વિશાળ કેમ્પસ શહેરના સુવિકસિત બામરોલી રોડ પર મારૂતિ નગરની પાછળ ના ભાગે ધરાવે છે. જે બસ સ્ટેશનથી ૦૩ કી.મી. તથા રેલ્વે સ્ટેશન થી ૦૪ કી.મી. ના અંતરે આવેલ છે. સંસ્થા ખાતે હાલ ૧૩૦૦ થી વધુ વિદ્યાર્થીઓ ટેકનીકલ શિક્ષણ લઇ રહ્યા છે.

  • સંસ્થા ની શરૂઆત (વર્ષ૨૦૦૫) માં ત્રણ વિધ્યાશાખા ડીપ્લોમા ઇન સિવિલ ઇજનેરી, ડીપ્લોમા ઇન મીકેનીકલ ઇજનેરી, ડીપ્લોમા ઇન ઇલેક્ટ્રીકલ ઇજનેરી દરેકમાં ૬૦ વિદ્યાર્થીઓને સમાવવાની ક્ષમતા , કુલ ૧૮૦ વિદ્યાર્થીઓની ઇનટેક કેપેસીટી સાથે કરવામાં આવેલ હતી.

  • ટેકનીકલ શિક્ષણનો વ્યાપ વધારવાના શુભ આશયથી સરકારશ્રી દ્વારા વર્ષ ૨૦૦૮ માં સંસ્થાની ત્રણેય વિધ્યાશાખામાં બીજી શીફ્ટ ચાલુ કરી ઇનટેક કેપેસીટી બમણી કરવામાં આવેલ છે. હાલ અત્રેની સંસ્થા ખાતે ડીપ્લોમા ઇન સિવિલ ઇજનેરી, ડીપ્લોમા ઇન મીકેનીકલ ઇજનેરી,ડીપ્લોમા ઇન ઇલેક્ટ્રીકલ ઇજનેરી દરેકમાં ૧૨૦ + ૩૦ સુપરન્યુમરી બેઠકો સાથેસંસ્થાની કુલ ઇનટેક કેપેસીટી ૪૫૦ વિદ્યાર્થીઓની કરવામાં આવેલ છે.

  • સંસ્થા ૧૫ એકર જમીનમાં પોતાનુ વિશાળ કેમ્પસ ધરાવે છે. જેમાં આશરે ૨૨૦૦૦ હજાર ચો.મી. જગ્યા ધરાવતુ મુખ્ય ભવન, ૧૨૦ વિદ્યાર્થીઓને સમાવવાની ક્ષમતા ધરાવતી બોયઝ હોસ્ટેલ, વિદ્યાર્થીનીઓ માટે ગલ્ર્સ હોસ્ટેલ, આચાર્યશ્રીનો બંગલો તથા વિવિધ કક્ષાના કર્મચારીઓના ૧૪ રહેઠાણ બ્લોક્સ ધરાવે છે. હાલમાં સંસ્થાના કેમ્પસમાં અધતન સુવિધાયુક્ત એમેનીટી બ્લોક નું બાંધકામ રૂ ૨૮૦ લાખના ખર્ચે પ્રગતિમાં છે.

  • સંસ્થા પરિસરમાં ઓડીટોરીયમ, ઓપન એર થીયેટર તથા લાયબ્રેરી ની સુવિધા ઉપલબ્ધ છે.

  • સરકારી પોલીટેકનીક, ગોધરા ખાતે છેલ્લા વર્ષના તથા પાસ-આઉટ વિદ્યાર્થીઓ માટે કેમ્પસ ઇંટરવ્યુ નુ આયોજન કરવામાં આવે છે. સંસ્થાના વિદ્યાર્થીઓ ટાટા મોટર્સ, એલ. એંડ ટી, એસ્સાર, એચ. એન. જી. ફ્લોટ ગ્લાસ, એપોલો ટાયર્સ જેવી સારી કંપનીઓ માં નોકરી મેળવે છે.

  • સંસ્થાના વિદ્યાર્થીઓ પ્રોજેક્ટમાં અન્ય સરકારી એજ્ંસીઓ સાથે સંકળાયેલા છે. તેઓ ટેક્નોસાથી,નરેગા યોજના,વિશ્વકર્મા યોજના હેઠળ જીલ્લાના વિવિધ ગામોનો વિકાસનો રીર્પોટ બનાવી આપે છે. સરકારશ્રીનીSSIP (Student Startup and Innovation Programme) યોજના સાથે પણ સંસ્થા સંકળાયેલ છે.

  • સંસ્થાના વિદ્યાર્થીઓ માટે ટ્રાયબલ સબ પ્લાન યોજના હેઠળ એસ.ટી. બુકબેંક રૂ 3.5 લાખ ના ખર્ચે પ્રાયોજના વહિવટદારશ્રી ની કચેરી ની ગ્રાંટ દ્વારા હાલ સ્થાપવામાં આવેલ છે.

  • સંસ્થાના વિદ્યાર્થીઓ માટે એસ.ટી બસ પાસ, રેલ્વે પાસ, વિવિધ પ્રકારની શિષ્યવ્રુતિ ની સુવિધા ઉપલબ્ધ છે.સંસ્થા દ્વારા પાત્રતા ધરાવતા ST-SC- OBC- OPEN- MINORITY વિદ્યાર્થીઓ ને સરકારશ્રીની જુદી-જુદી યોજનાઓ, MYSY હેઠળ શિષ્યવ્રુતિ નો લાભ આપવામાં આવે છે.

  • સંસ્થા ખાતે અધતન કેમ્પસ વાઇડ એરીયા એરીયા નેટવર્ક (CWAN) તથા સંપુર્ણ કેમ્પસ નમો વાઇ-ફાઇ ની સુવિધા થી સજ્જ છે.

  • સંસ્થાની બોયઝ હોસ્ટેલ ખાતે વિદ્યાર્થીઓ તથા ગલ્ર્સ હોસ્ટેલ ખાતે વિદ્યાર્થીનીઓ ને રહેણાંક ઉપરાંત અન્ય સુવિધાઓ જેવીકે મેસ, આર. ઓ. વોટર મેડીકલ વગેરે પુરી પાડવામાં આવે છે.

  • સંસ્થા નું સમગ્ર કેમ્પસ CCTV કેમેરા તથાGISF ની સિક્યુરિટી સગવડથી સુસજ્જ છે. કૂલ ૪૧ CCTV કેમેરા લગાડવામાં આવેલ છે.

  • સંસ્થા ખાતે વિદ્યાર્થીઓ માટેઆર. ઓ. વોટર નું પાણી INDUSTRIAL R. O. PLANT દ્વારા પુરુ પાડવામાં આવે છે.

  • સંસ્થા ખાતે વિદ્યાર્થીઓ માટે તમામ પ્રકારની ફી ઓનલાઇન સીસ્ટમ એસબીઆઇ ઓનલાઇન દ્વારા લેવાની સગવડ છે. જેથી વિદ્યાર્થીઓ પોતાની અનુકુળતા અનુસાર ફી ભરી શકે છે.

  • સંસ્થા ખાતે હાલ માઇક્રોસોફ્ટ ટીમ ના માધ્યમથી ક્વોલીફાઇડ વ્યાખ્યાતાઓ દ્વારા ઓનલાઇન શિક્ષણ કાર્ય પ્રગતિમાં છે.

  • સંસ્થા ખાતે તમામ વિભાગોમાં અધતન સાધનો સહિતની પ્રયોગશાળાઓ તથા ક્વોલીફાઇડ વ્યાખ્યાતાઓ પુરતા પ્રમાણ મા ઉપલબ્ધ છે.સંસ્થા ના વિદ્યાર્થીઓને વિષય લક્ષી માર્ગદર્શન માટે શૈક્ષણિક તથા અન્ય પ્રવાસોનું આયોજન કરવામાં આવે છે.

  • સંસ્થા ખાતે વિદ્યાર્થીઓ ના સર્વાંગી વિકાસ માટે ઇતર પ્રવ્રુતિઓ જેવી કે ખેલકુદ માટે રમત ગમત નું આયોજન,N.S.S. યુનિટ દ્વારા અનેક સમાજ ઉપયોગી કાર્યો,વિદ્યાર્થી પ્રતિભા વિકાસ માટે ફીનીશીંગ સ્કુલ અને સાનસ્કૃતિક કાર્યક્રમો વગેરે નું આયોજન કરવામાં આવે છે.