સરકારી પોલીટેકનીક નવસારી દ્વારા તારીખ ૧૩/૦૫/૨૦૨૬ બુધવાર અને ૧૬/૦૫/૨૦૨૬ શનિવાર ના રોજ ધોરણ ૧૦ પછીના ડિપ્લોમા એન્જિનિયરિંગ અભ્યાસક્રમોમાં પ્રવેશ લેવા માટે માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન સવારે ૧૧.૩૦ થી બપોરે ૧.૩૦ વાગ્યા દરમિયાન સી-૧૦૮, કોમ્પ્યુટર સેન્ટર, સિવીલ એન્જિનિયરિંગ વિભાગ, સરકારી પોલીટેકનીક નવસારી, મટવાડ ગામ, દાંડી રોડ, નવસારી ખાતે કરેલ છે. સરકારી પોલીટેકનીક નવસારીના એ.સી.પી.ડી.સી. ના અધિકારીઓ દ્વારા ચર્ચા સભા અને માર્ગદર્શન નું આયોજન કરેલ છે. આ કાર્યક્રમમાં ડિપ્લોમા એન્જિનિયરિંગ અભ્યાસક્રમોમાં પ્રવેશ લેવા અંગેની સંપૂર્ણ માહિતી આપવામાં આવશે. પ્રવેશ ઇચ્છુક વિદ્યાર્થી અને વાલીઓને હાજર રહેવા જણાવવામાં આવે છે.