Creative Writing 

Critisismમાં વેસ્ટ અને east નો દ્વંદ્વ થયો.

મજા ત્યારે આવી જ્યારે ભારતીય મીમાંસાનો

સાચો પરિચય થયો.

ભાવના જાણીતાં ભરતમુનિની રસ પ્રત્યેની જાણી પ્રીતિ,

કે, વિભાનુભવ વ્યભિચારી સંયોગત રસનિષપતી.

સંપ્રદાયના મેળામાં રસ આવ્યો પહેલો,

ભાવસેતુના ખેલમાં ભાષા ને શબ્દોનો 

ખેલ થયો મજાનો.

ચાર ભાષ્યકરોએ ભાવનગરમાં ધૂમ મચાવ્યો મજાનો.

અભિધા, લક્ષણા ને વ્યંજના ફર્યા ધ્વનિના ચકડોળમાં,

આનંદવર્ધનનો પ્રતિયમાન અર્થ આવ્યો પહેલીઓની ભાવનામાં

વક્રોક્તિનુ સૌંદર્ય કુંતકના નટ ખેલમાં છ પ્રકારની નટીઓ રમે છે.

સાંજ ઢળતા હવે રમત પુરે થવાને આરે છે.

મનની યાત્રાનો મેળો પુરો થયો, ને યાદો સંઘરી લીધી મનમાં,

સાથોસાથ ખરેખરો દ્વંદ્વ હવે શરૂ થયો, મનની યાત્રામાં.



बार बार समाने आता है वो अंधेरा,

अब तो अपना सा लगने लगा है।

पीड़ाओ का भवंडर

दर्द की मीठी सी गुदगुदी करवाता हैं।

अब तो ये ना आए,

तब मरने को दिल बेमिसाल धड़कता हैं।

इतना ज़ोर से की

आवाज़ ही नही सुनाई देती।

~डी.जे 



समंदर की गहेराइया परख रहे थे

पैर रखा तब पता चला, की

किनारा बिक चुका हैं ।

अब गहराइयों को बीते ज़माना हो गया

नज़रिए का रूप बदल चुका हैं।

सांस रखी तब पता चला, की

जिस्म बिक चुका हैं।

अब सांस को हवा हुए बरसों हो गए

हवाओं का मोड़ बदल चुका हैं।

~दिव्या शेटा




The Importance of Being  જોશીલા

આ બે મિત્રોની વાર્તા છે, જ્યાં એક નામ કોમન છે, જોશીલા.

લંડનની ગલીઓ જણાતી, કે એક નામ કોમન છે, જોશીલા.

વિદેશની વાર્તા એ, ભાવનગરમાં ધબ ધબો બોલાવ્યો,

19th સેન્ચુરી અને એકવીસમી સદીમાં એક નામ કોમન છે, જોશીલા.

Half Moon Street થી Drawing room of Manor House સુધી,

Woolton  ના આ ભાગોમાં, ત્રણ એકટ માં એક નામ કોમન છે, જોશીલા.

શરૂઆત Algernon ના પિયાનો અને dear friend Jack  થી થાય છે,

ને નવા પન્ના હળવે હળવે ખુલ્લે જ્યાં એક નામ કોમન છે, જોશીલા.

સિગરેટ કેસ ને તો પળ-પળ ની બધી જ ખબર પાડવા લાગી!

સીસીલી સાથે હવે આલગનૂન દ્વારા કૈક સાકળ  બંધાવા લાગી!

એવું જ કંઈક Mr.Worthing દ્વારા ગવેન્ડલીન સાથે થવા લાગ્યું!

બે સાંકળોમાં ભાવનગરને જાણવા મળતું એક નામ કોમન છે જોશીલા.

Lady Bracknell નામનો કાંટો વાગ્યો Jack અને Gwendolen ના પ્રેમને,

તો અહીં, ડન્કો વાગ્યો Algernonના મનમાં અને ગયો Cecily પાસે Ernest બનીને!

વાર્તામાં વાર્તા ઉમેરાતી જતી હતી, કે એક નામ કોમન છે, જોશીલા.

નામકરણની વ્યથા અને પ્રેમિકાઓની વ્યથાઓમાં એક નામ કોમન છે જોશીલા.

જોશમા ને જોશમા અંતે અર્નેસ્ટ વાળો તુક્કો સાચો પડ્યો!

બન્ને ભાઈઓનું મિલન થયું એક નામના ચમત્કારથી કે Earnest,

વાર્તાની વાર્તા અંતે એક વાક્યએ આવી કે એક વસ્તુ કોમન છે, THE IMPORTANT OF BEING EARNEST.

કાળા ઘોડા પર તેની સવારી નીકળી.

બીજા અદ્દભુત વિશ્વને નિહાળવા.

અભ્યાસ પણ કરવાં.

(માણસ છે તો માણસ જ છે ને? તેનો.)

લખતી હતી ત્યાંનો નજારો.

ત્યાં જ અચાનક

પેન્સિલની અણી બટકી ગઈ.

સંચાને ખબર હતી,

કે છોલાયા પછી, તે બટકાવાની છે.

કેમ કે પેન્સિલમાં પેહેલેથી જ તીરાડ હતી.

પેન્સિલ બિચારી મૂંગી ને ભોળી

તેને વગર આંસુનું ખાલી રડતાં જ આવડે.

કેમ કે તેને ખ્યાલ છે, કે

આજે નહિ તો કાલે, હું પૂરી થઈ જઈશ.


ત્યાં જ બાજુમાં બેઠેલા પથ્થરો સામા આવ્યાં.

અભદ્રતાનો ઝભ્ભો, અષ્લિષ્તાની ધોતી,

પાપની ટોપી, ને હાથમાં

લોહી કાઢી નાખે તેવાં રુવાંટા.

તેને ગભરાહટ થઈ, ચીસો પાડી પણ

તેની સિવાય ત્યાં બીજું કોઈ પહોચ્યું નહતું

છતાં પણ ચીસો પાડતી રહી,

તેના પરિવારજનો, બહારથી નાટક જોતા હતાં

પણ મદદે કોઈ આવી શકે તેમ નહોતું.

અંદર પણ તેનું કોઈ જ નહોતું.

અંતે ચીસો એ પાડતી રહી,

પણ સ્વપ્ન હજુયે ચાલુ જ છે.

~દિવ્યા શેટા.

#VirtualRape

પ્રવાહના ધમધમતાં શ્વાસે રોકાઈને પૂછ્યું,

"મારો દેહ ક્યાં? આ સતત વહેવું એ શું છે?

પવન સાથેનો મારો સંબંધ

પહેલાં જેવો હવે કેમ નથી?

એ બીજી દિશામાં ને હું પણ બીજી દિશામાં..."

પથ્થરની કોરે બેઠેલા સૂકાઈ ગયેલા

કાંટાએ જવાબ આપ્યો,

"તારું તો ઘણે અંશે સારું છે.

હું તો શૂન્ય છું. અસ્તિવ વિહોણો.

પવન છે એટલે તું વહે છે ને આગળ ચાલે છે.

મને કોઈ હલાવી નથી શકતું.

એટલે જ અગમ્ય છું. પણ અસ્તિત્વ ઘણું બળવાન છે."

"હોય તે શું કામનું? કોઈ નથી તારી પાસે!

મને તો ઘણા લોકો નિહાળે છે" પ્રવાહ એ કહ્યું.

"તું પણ રોકાઈ જો. થોડું હળવું લાગશે. કદાચ...

"કદાચ? એટલે કોઈ શક્યતા છે કે નહિ?"

"છે પણ અને નથી પણ."

"મારે આ બંને માંથી શું સમજવું?"

"કંઈ નહિ."

પ્રવાહ રોકાઈ ગયો. અને રોકાઈ જ રહ્યો.

~ દિવ્યા શેટા.