બંધારણ -યુવકમંડળ,મહેસાણા
બંધારણ -યુવકમંડળ,મહેસાણા
શ્રી કચ્છ કડવા પાટીદાર યુવક મંડળ ,મહેસાણા
બંધારણ અને માર્ગદર્શિકા
08-10-2025
સ્થાપના :- ૨૪-૧૦-૧૯૮૮
1. સંસ્થા નું નામ :- યુવક મંડળ નું નામ શ્રી કચ્છ કડવા પાટીદાર યુવક મંડળ, મહેસાણા રહેશે .
2. કાર્યાલય :- મુખ્ય કાર્યાલય શ્રી કચ્છ કડવા પાટીદાર સમાજવાડી ,મહેસાણા મધ્યે રહેશે .
3.ઉદેશો અને હેતુઓ :- આ સંસ્થા ના યુવાનોનો સર્વાંગી વિકાસ થાય તેવા કાર્યો કરવા ,દરેક ક્ષેત્રે
યુવાનોની પ્રતિભા બહાર આવે અને જેને લઈને સમાજ નો સર્વાંગી વિકાસ થાય તેવા કાર્યક્રમો
કરવા અને તે અંગેની તકો ઉભી કરવી , શ્રી કચ્છ કડવા પાટીદાર સમાજ , મહેસાણા ના દરેક
કાર્યોમાં મદદરૂપ થવું તેમજ સમાજની સંસ્કૃતિઓ ,પરંપરાઓ અને રાષ્ટ્રહિત નું જતન થાય તેવા કાર્યો કરવા .
4.પ્રવુતિઓ:- સ્નેહમિલનો, યુવા અધિવેશનો ,વિવિધ વિષયો પર ચર્ચા સભાઓ ,સેમીનાર ,વર્કશોપ ,
ચિંતન શિબિરો જેવા કાર્યક્રમો હાથ ધરવા .
નેતૃત્વ વિકાસ થાય, યુવા પ્રતિભા બહાર આવે , શિક્ષણ અંગે જાગૃતતા ઉભી થાય ,સરસ્વતી સન્માન,
વગેરે આયોજન કરવા
રમતગમત , સંસ્કૃતિક, ક્વિઝ તથા તહેવારોની ઉજવણી જેવા કાર્યક્રમો નું આયોજન
યુવાનો માં સ્નેહ સંપ સંગઠન વધે તે માટે મિલનો , પ્રવાસો , પીકનીક વગેરે નું આયોજન
આર્થિક વિકાસ માટે બિઝનેશ સેમિનારો ,એક્સીબીસન, ઉદ્યોગોની વિઝીટ નું આયોજન
વ્યસન મુક્તિ ,અંધશ્રદ્ધા નિવારણ તથા આરોગ્ય ને લગતા કાર્યક્રમો નું આયોજન ,ધાર્મિક કાર્યક્રમોનું આયોજન
5.સભ્ય પદ :- શ્રી કચ્છ કડવા પાટીદાર સમાજ માં સભ્યપદ ધરાવતા અને સમાજે માન્ય કરેલ સભ્યો અથવા તેમના સંતાનો
યુવાનો કે ૧૮ વર્ષના થાય ત્યારે યુવક મંડળ નું સભ્યપદ ફી સ્વીકારીને આપી દેવામાં આવશે અને તે સમય થી યુવક મંડળનું વાર્ષિક ભરણું શરુ થઇ જશે .
ઉપરોક્ત લાયકાત ધરાવતા સભ્યો વહીવટીય હેતુસર આજીવન સભ્ય ફી રૂ ૫૦૦/- ભરવાની રહેશે તથા વાર્ષિક
ફી રૂ ૪૦૦ /- ભરવાની રહેશે , જે સમય અને સંજોગ પ્રમાણે ફેરફાર કરી શકાશે .
સમાજ નો સભ્ય ૧૮ વર્ષની ઉમર નો થાય ત્યારે તેને ફરજીયાત યુવક મંડળ નું સભ્ય પદ ફી ભરી ને આપોઆપ સભ્યપદ આપી દેવામાં આવશે .
અન્યથા તે સભ્ય કે તેના પરિવારજનો ને યુવક મંડળ ના કાર્યક્રમો થી વંચિત રાખવામાં આવશે
6.વહીવટીય માળખું :- આ સંસ્થા નો વહીવટ લોકશાહી તથા સામાજિક રીતરિવાજ મુજબ કરવામાં આવશે .
સમાજની કારોબારીની જે ટર્મ હશે તે મુજબ યુવક મંડળ ની ટર્મ રહેશે . કારોબારી માં ઓછામાં ઓછા ૧૨ અને વધુ માં વધુ ૧૫ સભ્યો રહેશે .જરૂર પડે કો.ઓપ્ટ સભ્ય લઇ શકાશે .
વહીવટીય વ્યવસ્થા હોદેદારશ્રીઓની સત્તા અને ફરજો :- પ્રમુખ થી ખજાનચી સુધી ના તમામ હોદેદારો પોતાના હોદ્દા ની ગરિમા અને મર્યાદાને અનુરૂપ ફરજો નિભાવશે .
6.1-પ્રમુખશ્રી :-
યુવક મંડળની દરેક સભાઓનું પ્રમુખ સ્થાન સંભાળશે અને સભાઓ નું સંચાલન કરશે ,યુવક મંડળ ના બંધારણમાં લખાયેલ કોઈ શબ્દ અથવા વાક્યના અર્થ અંગે મતભેદ ઉભો થાય ત્યારે પ્રમુખ નો અર્થ આખરી ગણાશે તેમનો નિર્ણય સૌ સભ્યો ને માન્ય અને બંધનકર્તા રહેશે સભામાં કોઈ વિષય પર મત લેતા બંને પક્ષે સમાન સમાન મતો હશે ત્યારે પ્રમુખ નો મત નિર્ણાયક રહેશે .કોઈપણ હોદેદાર ની ગેરહાજરી માં તેમની કામગીરી હંગામી રીતે બીજા સભ્ય ને જવાબદારી સોંપી શકશે .કોઈ પણ સભા કે કાર્યક્રમોમાં સભ્ય નું નિવેદન કે વર્તન અયોગ્ય જણાય ત્યારે તેને અટકાવી શકશે. બંધારણ ને આધીન યુવક મંડળ ની કોઈપણ પ્રકાર ની સભા બોલાવવાનો અધિકાર રહેશે.
6.2-IPP:- સમાજ અને યુવક મંડળ વચ્ચેનો સુમેળ જાળવવા અને સાધવામાં કડીરૂપ ભૂમિકા નિભાવશે સાથે સાથે સંપૂર્ણ ટીમ ને સહયોગ કરવાનો રહેશે .યુવક મંડળ દ્વારા થતા કાર્યક્રમો માં પ્રમુખશ્રી તથા અન્ય હોદેદારો નું ધ્યાન દોરશે .કોઈ પ્રશ્ન કે મડાગાંઠ નકારાત્મક આકાર પામે નહિ તેનું ખાસ ધ્યાન રાખશે . પ્રવર્તમાન ટીમ ના મુખ્ય સલાહકાર અને મોતીવેટર ની ભૂમિકા નિભાવશે .
6.3-ઉપપ્રમુખશ્રી :- પ્રમુખની ગેરહાજરી માં પ્રમુખની બધી જ સતાઓ ભોગવશે અને ફરજો અદા કરશે .દરેક પેટા સમિતિઓ ના કાર્યની માહિતી તેમજ તેના રીપોર્ટ કન્વીનરો પાસેથી લેશે અને તેનું પ્રમુખશ્રી સાથે સંકલન કરી કાર્ય કરાવશે .
6.4-મહામંત્રી :- પ્રમુખશ્રી ની અનુમતિથી દરેક સભા બોલાવશે અને તેના ઠરાવનો અમલ કરશે .દરેક સભ્યો ને મીટીંગ ની જાણ મેસેજ કે કોલ દ્વારા કરશે મંડળનું તમામ દફતર અને ડોક્યુમેન્ટ્સ રાખશે અને હિસાબો સંભાળશે .દરેક સભા નું સંચાલન કરશે તથા મંડળ ની કામગીરી રજુ કરશે .મંડળ વતી પત્રવ્યવહાર કરશે .ખજાનચી સાથે હિસાબ ક્રોસ ચેક કરશે .કોપણ પેટા સમિતિ માં હાજર રહી વિચાર મૂકી શકશે .સમિતિઓએ કરેલ કાર્યો નો અહેવાલ સભામાં રજુ કરશે .
6.5-સહમંત્રી :- મહામંત્રીના કાર્યોમાં સંપૂર્ણ સાથ અને સહકાર આપશે .મીનીટસ બુક રાખશે . જનરલ સભા માં સભ્યોની હાજરીની નોંધ રાખશે .મહામંત્રી ની ગેરહાજરીમાં મહામંત્રી ની તમામ સત્તા ભોગવશે તેમજ ફરજો નું પાલન કરશે .
6.6-ખજાનચી :-મીટીંગ દરમિયાન લવાજમ ઉઘરાવશે તેમજ થયેલ કાર્યો ના નાણાનો હિસાબ તેમજ કલેક્શન કરશે .રોકડ તથા બેન્કનો વહીવટ સંભાળશે .દર વર્ષે આવક જાવક ના હિસાબો , સરવૈયું કારોબારી ના આદેશ અને મંડળ ના સિદ્ધાંતો પ્રમાણે રાખશે અને મહામંત્રી પાસે હિસાબો નું ક્રોસ ચેક કરાવશે ત્યારબાદ કારોબારી માં પાસ કરાવી અને વાર્ષિક સભામાં હિસાબો રજુ કરશે અને મંજુર કરાવશે .
6.7-કારોબારી સભ્યો :- દરેક આયોજન માં પદાધિકારીને સહયોગ કરવો .આયોજન સમયે કાર્યવાહી સમિતી સાથે રહીને કાર્યક્રમ નું કો-ઓર્ડિનેટ કરવું . પદાધિકારી દ્વાર આપેલ કાર્ય ની જવાબદારી સ્વીકારવી.
6.8-સમિતિ કન્વીનરો :- મંડળ ના દરેક કાર્યો માં મુખ્ય હોદેદારો સાથે રહી અને મંડળ ના દરેક કાર્ય માં મદદરૂપ થશે .દરેક કન્વીનર પોતાને મળેલ કાર્ય માં મંથન કરી તે કાર્ય માં પોતાનું બેસ્ટ કાર્ય આપશે અને તેનો રીપોર્ટ પ્રમુખ મહામંત્રી ને આપશે .
6.9સલાહકારશ્રીઓ :-કારોબારી ટીમ ને જરૂર પડે હાજર રહી વહીવટ માં ઉદભવતા પ્રશ્નોનું નિરાકરણ લાવવું .નવી કારોબારી ટીમ ની રચના વખતે ચૂંટણી પંચ(પસંદગી સમિતિ )તરીકેની જવાબદારી અદા કરવી .સલાહકારશ્રીઓ શ્રી સમાજ અને યુવક મંડળ વચ્ચે સંપર્ક સેતુ બની મંડળ અને સમાજ વચ્ચે સુમેળ સાધશે .યુવક મંડળ ના IPP -૧ અને સલાહકારશ્રીઓ -૩ રહેશે .IPP ને પૂર્વ પ્રમુખ તથા મુખ્ય સલાહકાર તરીકે સંબોધવામાં આવશે .IPP ની ટર્મ ૩ વર્ષની રહેશે ત્યારબાદ સલાહકાર તરીકે રહેશે . સંજોગવશાત પ્રમુખશ્રી નો હોદ્દો રીપીટ થશે ત્યારે IPP નો હોદ્દો પણ રીપીટ થશે .સલાહકારશ્રીઓ ને વયમર્યાદા બંધનકર્તા રહેશે નહિ
6.10-હોદેદાર ની પસંદગી માટે કોઈપણ સભ્યે ઓછામાં ઓછી એક ટર્મ કારોબારી સભ્ય તરીકે ની સેવા આપેલ જરૂરી રહેશે .
6.11-સેવામાંથીં સમય પહેલા નિવૃત થવા માટે પ્રમુખશ્રી ને લેખિત રાજીનામું આપવાનું રહેશે .
6.12-સંસ્થાનો વહીવટ ચલાવવા માટે ભંડોળ , દાન ભેટ , લોન બક્ષિશ વગેરે દાતાઓ પાસેથી મેળવશે તથા સભ્ય નોંધણી ફી ,લવાજમ જેવી આવકો થી ભંડોળ ઉભું કરી શકાશે .
6.13-આ સંસ્થા ના હોદેદાર તેમજ કારોબારી ટીમે વિના વેતન માનદ સેવા આપવાની રહેશે .
7-સભ્યો ના હક અને ફરજો :- આ સંસ્થાના સભ્યો સંસ્થા દ્વારા થતી પ્રવૃતીઓ ,કાર્યક્રમો માં ભાગ લઇ શકશે
દરેક કાયમી સભ્યો ને મતાધિકાર નો સમાન હક રહેશે .
આ સંસ્થા ના નોધાયેલ કાયમી સભ્યો સંસ્થા ના વહીવટી માળખામાં નિયમ અનુસાર કારોબારી સભ્ય માટે પોતાની ઉમેદવારી નોધાવી શકશે.
નોમિનલ સભ્યો ને મતાધિકાર ,ધિરાણ તેમજ કારોબારી સભ્યપદ નો હક મળશે નહિ .
નોધાયેલ સભ્યો નો સમૂહ જનરલ સભા ગણાશે .
કારોબારી સભા અને જનરલ સભા એ પસાર કરેલ તમામ ઠરાવો આદેશોનું પાલન કરવું અને કરાવવું તે દરેક
સભ્યની ફરજ રહેશે .
નિયમોને આધીન સંસ્થાના હિસાબો જોવાનો અધિકાર રહેશે .
મીટીંગો માં હાજર રહી પોતાના વિચારો અને સમસ્યાઓ રજુ કરી શકશે .
8-સભ્યપદની સમાપ્તિ :- સભ્યના અવશાન થવાથી સભ્યપદ રદ થશે .
સભ્ય નું લેખિત રાજીનામું આપવાથી મંજુર થયે સભ્યપદ રદ થશે
સમાજે કોઈપણ કારણોસર સભ્ય નું સભ્યપદ રદ કરેલ હોય તેની હિત જાણકારી મળ્યે આ સંસ્થાનું સભ્યપદ
રદ કરવામાં આવશે .
કોઈપણ સભ્ય નું વર્તન સંસ્થા ના ઉદેશો ,હેતુઓ અને પ્રવુંતીઓ વિરોધનું હશે તો કારોબારી સભા તથા જનરલ સભા
ની મંજુરી ને આધીન સભ્યપદ રદ કરવામાં આવશે .
વયમર્યાદા વર્ષ ૪૭ પૂર્ણ થયે સભ્યપદ આપોઆપ રદ થશે .
9-સભાઓ તેની ફરજ અને અધિકારો :-
જનરલ સભા:- યુવક મંડળની જનરલ સભા દર બે મહીને મહિના ની ૧૦ તારીખે બોલાવવામાં આવશે તથા અનિવાર્ય સંજોગો અનુસાર તારીખ માં ફેરફાર કે રદ કરી શકાશે .
ખાસ સામાન્ય સભા :- કારોબારી ને ખાસ કારણોસર જરૂર પડ્યે સામાન્ય સભા બોલાવવા માં આવશે
જનરલ સભામાં ફર્મ દીઠ એક સભ્ય એ હાજરી આપવી ફરજીયાત રહેશે , અનિવાર્ય કારણોસર ગેરહાજર રહેનાર સભ્ય એ
પ્રમુખશ્રી અને મહામંત્રી શ્રી ને મેસેજ કે ફોન દ્વારા જાણ કરવાની રહેશે . સભામાં જાણ કાર્ય વિના ગેરહાજર રહેનાર સભ્યને 200/- ગેરહાજર ફી આપવાની રહેશે .
10.બંધારણ માં ફેરફાર :- બંધારણ મંજુરી અને ફેરફાર કરવાનો અધિકાર જનરલ સભામાં હાજર ૨/૩ (૬૬ %)સભ્યો ની સંમતિ થી ઠરાવ પસાર કરી
કરી શકાશે .
11.આર્થિક વ્યવહાર અંગે :- આકસ્મિક કારણોસર જયારે જનરલ સભા બોલાવી શકાય તેમ ન હોય તેવા સંજોગો માં સંસ્થા ને ખર્ચ કરવાની જરૂરિયાત ઉભી થાય ત્યારે પ્રમુખશ્રી રૂ ૧૦૦૦૦ /- અને સમગ્ર કારોબારી ને રૂ ૨૫૦૦૦ /- ના નાણા ખર્ચ કરવાનો
અધિકાર રહેશે.
યુવક મંડળ ના ભંડોળની રકમ ને વાર્ષિક ૧૨% વ્યાજ પર યુવક મંડળ ના કાયમી સભ્યો બે જામીનદાર ની સહી સાથે
ધિરાણ ૩ વર્ષ ના સમયગાળા માટે અથવા કારોબારી ની ટર્મ પૂર્ણ થાય ત્યાં સુધી લઇ શકશે તથા તેના વ્યાજની રકમ દર જનરલ સભા માં જમા કરાવવાનું રહેશે .
ફર્મ દીઠ કાયમી સભ્ય એક ટર્મ માં મહતમ ૫૦૦૦૦૦/- સુધીનું ધિરાણ લઇ શકશે .