અંક જ્યોતિષ ની વેબ સાઈટ ઉપર જવા માટે ચિત્ર ઉપર ક્લિક કરો

અંક જ્યોતિષ એટલે?

ભવિષ્ય જાણવાની અને મનુષ્ય જીવનની સમસ્યાઓના નિરાકરણ માટેની વિવિધ પદ્ધતિઓ માં અંક-જ્યોતિષ પણ એક ઘણી જ પ્રચલિત પદ્ધતિ છે. જોકે અમારા અંગત અભિપ્રાય મુજબ અંક જ્યોતિષ ને ભવિષ્ય જાણવાની વિદ્યા ને બદલે વ્યક્તિ વિકાસ ની વિદ્યા માનવું વધુ વ્યાજબી છે. અંક જ્યોતિષ એક પુરાતન વિદ્યા છે જેની મદદ થી વ્યક્તિગત ગુણ વિષે ખુબ ઉપયોગી જાણકારી મેળવી શકાય છે. આમ તો અંક જ્યોતિષ ની જુદી જુદી શાખાઓ છે પરંતુ અહીં આ સાઈટ ઉપર આપણે પાયથાગોરસની પદ્ધતિ અપનાવીશું.

અંક જ્યોતિષ ની મદદ થી વ્યક્તિ નો મૂળ સ્વભાવ, તેની ખૂબીઓ અને ખામીઓ જાણી શકાય છે અને લાઈફ પાથ આંક ની મદદથી વ્યક્તિ નું જીવન લક્ષ શું હશે તે વિષે જાણકારી મેળવી તેને વ્યક્તિ વિકાસ માટે ખુબ ઉપયોગી દિશા સુચન થઇ શકે છે. આપનું વ્યક્તિત્વ અને અન્ય આપના વિષે શું સમજે છે તે બાબત ની જાણકારી ચરિત્ર ઘડતર માં એક મહત્વનું સાધન પુરવાર થઇ શકે છે.

પોતાના અંતરંગ સ્વભાવ ની સાથે સાથે પોતાના સ્વજનો વિષે અંક જ્યોતિષ ની જાણકારી થી પરસ્પર ને વધુ સારી રીતે સમજી ને સ્વસ્થ સંબંધો વિકસાવી શકાય છે.

અંક જ્યોતિષમાં દરેક અંક ને જુદા જુદા ગુણધર્મો વાળા માનવામાં આવેછે અને સાથે સાથે દરેક અંક ને જે તે ગ્રહ સાથે, જેતે રંગ અને દવાની તરંગો સાથે, અને ભાષા ના દરેક અક્ષર સાથે સંબંધિત માનવામાં આવે છે.

આમ અંક-જ્યોતિષ ને ટેરોટ અને જ્યોતિષ શાસ્ત્રનં પુરક શાસ્ત્ર ગણી શકાય. સવારથી રાત સુધી અને જન્મ થી મૃત્યુ સુધી,દરેક માનવીય પ્રવૃત્તિમાં અંકનો ઉપયોગ આપણે કરતાજ રહીએ છીએ.

અક-જ્યોતિષ દ્વારા ઉપાય માટે મુખ્યત્વે વ્યક્તિની જન્મ તારીખ, વ્યક્તિના નામના અક્ષરો ઉપરથી મેળવવામાં આવતો આંક તથા જે તે વર્ષનાં આંક નો ઉપયોગ કરવામાં આવે છે. જુદી જુદી પદ્ધતિ વાપરનારા વિદ્વાનો આ આંક ને જુદા જુદા નામે ઓળખાવે છે. – જેમ કે – હાલમાં એક ટીવી ચેનલ પર પ્રોગ્રામ આપતા અંક-શાસ્ત્રી ડ્રાયવર – કંડકટર અને પર્સનલ ઈયર જેવા શબ્દો વાપરે છે. અંક-જ્યોતિષ ને સારી રીતે ઉપયોગ માં લેવા માટે આપણે સૌ પ્રથમ આ વિષયના કેટલાક સાધનો સમજવા પડશે.જેમ કે:

  • બર્થડે નંબર
  • લાઈફ પાથ નંબર
  • હિડન ડીઝાયર નંબર
  • પર્સનાલીટી નંબર
  • એક્ષ્પ્રેસન નંબર
  • સબ-કોન્શિઅસ નંબર
  • ચેલેન્જ નંબર
  • કાર્મિક નંબર
  • લાઈફ સાયકલ નંબર
  • નામ પરિવર્તન