પોરબંદર માં હાલ સારું થયેલ પ્રિસિઝન મેનેજમેન્ટ એકેડમીએ સમાજ માં ચાલી રહેલ કોરોના સંક્રમણ અને આર્થિક મંદીને ધ્યાન માં લઇ ને તમામ વિદ્યાર્થીઓને ફી માં રાહત આપવાનું સાહસ હાથ ધારિયું છે. હાલ ચાલી રહેલી આર્થિક મંદી માં ઘણા બધા વાલીઓ ને ધંધા વ્યાપાર કે રોજગાર માં માર પડતા ફી ભરવી તથા વિદ્યાર્થીઓ ને રાષ્ટ્રીય કક્ષાએ યોજાવનારી MBA ની પ્રવેશ પરીક્ષા ની તૈયારી કરાવવા માં ભારે નાણાકીય તાકલોફ નો સામનો કરવો પડે છે. તે વિદ્યાર્થીઓ નું ભવિષ્ય ના બગડે તથા તેઓ રાષ્ટ્રીય કક્ષા ની પરીક્ષા માં ભાગ લઇ ને સારા માર્ક્સ મેળવી શકે તે માટે પ્રિસિઝન મેનેજમેન્ટ એકેડમી માં અભ્યાશ કરતા તમામ CMAT ના વિદ્યાર્થીઓ ને અંકે રૂપિયા ૧૨૦૦ ની કિંમત ધરાવતી ૨ રેફરેન્સ બુક તૈયારી કરવા માટે ફ્રી માં આપેલી તથા તમામ વિદ્યાર્થીઓ ને ૨૫% ફી માંફ કરી દેવામાં આવી .તેની સાથે સાથે અન્ય કોર્સ માં જોડાયેલા વિદ્યાર્થીઓ ને પણ ૫૦% ફી માફી કરવાનું નિર્યણ લઇ ને સેવાભાવના દર્શાવી છે
પોરબંદર માં સ્થિત પ્રિસિઝન મેનેજમેન્ટ એકેડમી એકમાત્ર સર્જનાત્મક શિક્ષણ આપનારી એકેડમી છે, જે વિદ્યાર્થીઓ ને ફક્ત પુસ્તક નું જ્ઞાન નહિ, વ્યવહારુ જ્ઞાન પણ આપે છે. સત્ર ની શરૂઆત માં વિદ્યાર્થીઓને બેન્ક વિઝિટ કરાવ્યા બાદ એરપોર્ટ ઑથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા યોજાયેલ વીજીલયાન સર્વિસ તથા આજ રોજ તારીખ ૦૭/૦૧/૨૦૨૨ એ વિદ્યાર્થીઓ ને પોરબંદર GIDC માં ઇન્ડસ્ટ્રી વિઝિટ કરાવાઈ.
વિદ્યાર્થીઓ ને ધંધાકીય જ્ઞાન ની સાચી સમાજ પડે તથા વિદ્યાર્થીઓ ને વ્યાપાર માં અને કંપનીઓ માં વાસ્તવિકતા માં કેવી રીતે વ્યવસ્થાપન કરવામાં આવે છે તેનું વ્યવહારુ જ્ઞાન આપવાના હેતુ થી પોરબંદર માં સ્થિત રઝા બિલ્ડીંગ સ્ટોન ના ઉદ્યોગ માં ઇન્ડસ્ટ્રી વિઝિટ કરાવી, જેમાં વિદ્યાર્થીઓ એ અઢળક વ્યવહારુ જ્ઞાન અતિ ઉત્સાહ સાથે મેળવયુ. વિદ્યાર્થીઓએ ૨ થી ૩ કલ્લાક માં રઝા બિલ્ડીંગ સ્ટોન ના વ્યવસાય, તેની શરૂઆત, શરૂઆત ના સંઘર્ષો, મૂડી રોકાણ, ચાલુ મૂડી ની જરૂરિયાત, ઉત્પાદન પધ્ધતિ, ઉત્પાદન શ્રમતા, વેચાણ પધ્ધતિ, વેચાણ માં અવતિ મુશ્કેલીઓ સામે ના પડકારો નો સામનો કેવી રીતે કરવું, વ્યવસાય માં જોડાયેલા કર્મચારીઓ નું વેતન અને વ્યવસ્થાપન, કંપની દ્વારા કરવામાં આવતી કોર્પોરેટ સામાજિક જવાબદારીઓ વગેરે જેવી માહિતીઓ પ્રાપ્ત કરી, અને BBA નું સાચું જ્ઞાન હાસિલ કરીયુ, કંપની વિશેના તમામ માર્ગદર્શન સંચાલક શ્રી અબુબકર ક્યુ. હામદાણી તથા પ્પ્રોડક્શન મેનેજર શ્રી મુશાહીદ ભાઈ દ્વારા આપવામાં આવેલું હતું. એકેડમી આ સંસ્થાપક શ્રી આકીબ આર. હામદાણી તથા શ્રી અમર ડી. પંડ્યા તથા અધ્યાપકો શ્રી અવની પરમાર, આરતી ચોટાઈ તથા ઋષિકા હાથી, વિદ્યાર્થીઓ ને વ્યવહારુ જ્ઞાન આપવામાટે અવાર નવાર અનેક પ્રયાશો કરતા રહે છે.
પોરબંદર માં સ્થિત સ્પર્ધાત્મક પરીક્ષાઓ ના અભ્યાશ માં આગવું નામ ધરાવતી સંસ્થા, પ્રિસિઝન મેનેજમેન્ટ એકેડમી દ્વારા હાલ માં “Creativity is Learnable Skill” વિષય પર ભવ્ય સેમિનાર નું આયોજન કરેલું હતું. આ સેમિનાર ના વક્તા શ્રી સ્વામિનારાયણ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ એન્ડ આઈ.ટી. ના ડિરેક્ટર પ્રોફ. ડો. નીરવ વ્યાસ હતા, જેમણે “Creativity is Learnable Skill” વિષય પર વિદ્યાર્થીઓ ને માર્ગદર્શન આપેલું હતું. તથા creativity વિદ્યાર્થીઓ ની કારકિર્દી માં કેટલું મહત્વ નું સ્થાન ધરાવે છે તે વિશે સમજવા માં આવેલું હતું, આ સેમિનાર નું આયોજન પ્રિસિઝન મેનેજમેન્ટ એકેડમી ના સંસ્થાપક શ્રી આકીબ આર. હામદાની તથા શ્રી અમર ડી. પંડ્યા એ એકેડમી ના અધ્યાપકો શ્રી આરતી ચોટાઈ, અવની પરમાર અને શ્રૂષિકા જે હાથી ના સાથ અને સહયોગ થી કરેલું હતું, જેમાં ૩૦ જેટલા વિદ્યાર્થીઓ તથા એકેડમી ના શિક્ષકો ઉપસ્થિત હતા. વિદ્યાર્થીઓ ની સાથે સાથે એકેડમી ના સંસ્થાપકો અને શિક્ષકો એ પણ માર્ગદર્શન મેળવ્યું. પ્રોફ. ડો. નીરવ વ્યાસ નું આ જ્ઞાન ભર્યું સેમિનાર વિદ્યાર્થીઓને રોજિંદી જિંદગી માં ઉપયોગી બની રહે એવા હેતુ થી કરવામાં આવ્યું હતું સેમિનાર ના અંતે સંસ્થા વતી શ્રી અવનીબેન પરમાર દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ પણ તાળીઓ ના ગડગડાટ થી સર નો આભાર વ્યક્ત કર્યો હતો.
પોરબંદર ની પ્રિસિઝન મેનેજમેન્ટ એકેડમી માં BBA માં અભ્યાશ કરતા વિદ્યાર્થીઓ એ તા 30 સપ્ટેમ્બર 2021 ના રોજ બંધન બેન્ક ની મુલાકાત લીધી, જેમાં રોજ બરોજ ની ક્રિયાઓ માં બેન્કિંગ ને લાગતું જ્ઞાન હોવું જરૂરી છે, તે વિશે ની જાગૃતતા અને જ્ઞાન આપવા માટે વિદ્યાર્થીઓને ક્લાસ માં બેસી ને બેન્ક વિશે સમજાવવાને બદલે, બેન્ક પર જઈને બંધન બેન્ક ના મેનેજર શ્રી સમીરભાઈ મદલાણી દ્વારા સંપૂર્ણ જ્ઞાન આપવામાં આવ્યું. બેઝિક બેન્કિંગ નોલેજ જેમ કે બેન્ક માં વ્યાજ દર કેવી રીતે નકી કરાઈ છે, બેન્ક ના બેઝિક કર્યો શું હોઈ છે, બેન્ક માં પૈસા જમા કરવા માટે ની સ્લીપ માં શું માહિતી જરૂરી છે, ચેક શું છે, ઓનલાઇન બેન્કિંગ કેવી રીતે કાર્ય કરે છે, NEFT, IMPS, RTGS શું છે, જેવી તમામ માહિતીઓ વિસ્તાર પૂર્વક સમજવામાં આવી હતી. વિદ્યાર્થીઓ ને પ્રેક્ટિકલ નોલેજ મળી રહે તે માટે પ્રિસિઝન મેનેજેમેન્ટ એકેડમી દ્વારા અવાર નવાર નવા પ્રયાશો અને કાર્યક્રમો યોજવાઈ છે. જેથી વદ્યાર્થીઓ નું ભવિષ્ય ઉજ્જવળ અને સફળ બને તેવા બનતા પ્રયાશો સાથે એકેડમી ના સંચાલક શ્રી અમર પંડ્યા તથા શ્રી આકીબ હામદાણી હંમેશા આગળ રહે છે. સંસ્થા ના અધ્યાપકો શ્રીમતી ઋષિકા હાથી, શ્રીમતી અવની પરમાર, શ્રીમતી આરતી ચોટાઈ, શ્રીમતી હિનલ સોનઘેલા તથા શ્રી વિરલ ગૌશ્વમી પણ વ્યવહારુ જ્ઞાન આપી ને વિદ્યાર્થીઓ ને આગળ વધવામાં અને કારકિર્દી બનાવવા માં હંમેશા મદદરૂપ રહે છે.
પ્રિસિઝન મેનેજમેન્ટ એકેડમી એ પ્રથમ વર્ષ પૂર્ણ થવાની ઉજવણી અલગ રીતે કરી,
૧ જુલાઈ ૨૦૨૦ માં સુરુ થયેલ પ્રેસિસીજન મેનેજમેન્ટ એકેડમી એ ૧ વર્ષ માં અદભુત પ્રગતિ પ્રાપ્ત કરી અને એક વર્ષ પૂર્ણ થતા ની સાથે પોરબંદર ની પ્રથમ કોચિંગ એકેડમી બની જેનીએ પોરબંદર ના વિદ્યાર્થીઓ માટે નોકરી ની તક ઉભી કરવા માટે નોકરી મેળો (Job Fair) નું આયોજન કરિયું. પ્રિસિઝન મેનેજમેન્ટ એકેડમી ને ૧ જુલાઈ ૨૦૨૧ ના એક વર્ષ પૂર્ણ થતા, પોરબંદર શહેર ના વિદ્યાર્થીઓ માટે તથા પોરબંદર શહેર ના લોકો ને મદદ રૂપ થઇ શકે તેવી ઇવેન્ટ યોજવાના વિચાર સાથે સેવાકીય પ્રવુતિ તરીકે MULTY INDUSTRY ONLINE JOB FAIR નું આયોજન કર્યું હતું જેમાં, ૧૦૦ થી વધારે વિદ્યાર્થીઓ એ તથા, ગુજરાત ની અલગ અલગ શહેરો માંથી ૧૬ કંપનીઓ એ ભાગ લીધો હતો. જેનું સંપૂર્ણ મેનેજમેન્ટ પ્રેસ્ટિજન મેનેજેમેન્ટ એકેડમી ના વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલ હતું, જેથી રીયલ લાઈફ માં કેવી રીતે મેનેજેમેન્ટ કરવું તેની સાચી સમજણ પડે, BBA નું પ્રેક્ટિકલ જ્ઞાન મળે.
પોરબંદર ની પ્રિસિઝન મેનેજમેન્ટ એકેડમી તથા અહમેદાબાદ ની સાહીન ફોઉન્ડેશન સંશ્થા એ ૧૫ મી ઓગસ્ટ ૨૦૨૦ ના શુભ અવસર પર રાજ્ય કક્ષા ની ઓનલાઇન કવીઝ કોમ્પિટિશન નું આયોજન કરેલું. જેમાં ૧૦૦૦ જેટલા વિદ્યાર્થીઓ એ ભાગ લીધું હતું તેમાંથી ટોપ ૧૦ વિદ્યાર્થીઓ નું ફાઇનલ રાઉન્ડ લેવામાં આવીઓ હતો જેમાંથી ૩ વિદ્યાર્થી નો વિજેતા જાહેર કરવા માં આવિયા હતા, તથા બંન સંશ્થાઓ દ્વારા વિજેતા વિદ્યાર્થીઓ ને અંકે રૂપિયા ૨૦૦૦ પ્રથમ વિજેતા ને, અંકે રૂપિયા ૧૫૦૦ દ્વિત્ય વિજેતા ને તથા અંકે રૂપિયા ૧૦૦૦ તૃતીયા વિજેતા ને એનાયત કરવામાં આવેલા હતા.
લોકડાઉન જેવી કપરી પરિસ્થિતિ માં વિદ્યાર્થીઓ ને આવી રીત નવીન સ્પર્ધાઓ અવાર નવાર કરાવી ને વિદ્યાર્થીઓ ની ઓનલાઇન એજ્યુકેશન પ્રત્યે ની રુચિ વધારવા ના પ્રયાશો માં આ સંશ્થા મહત્વ નું કામ કરે છે.
પોરબંદર ની નામાંકિત કોચિંગ ક્લાસ પ્રિસિઝન મેનેજમેન્ટ એકેડમી માં BBA , MBA CMAT IBPS MAT જેવા અનેક કોર્ષ નું તજજ્ઞો દ્વારા સંપૂર્ણ જ્ઞાન આપવામાં આવેછે, જેમાં હાલ BKNMU દ્વારા યોજાયેલી BBA ની તૃતીયા સેમેસ્ટર ની પરીક્ષા માં પ્રિસિઝન મેનેજમેન્ટ એકેડમી ના તેજશવી તારલાઓ એ ઉચ્ચ કક્ષા ના માર્ક્સ મેરવી ને પ્રિસિઝન મેનેજમેન્ટ એકેડમી નું તથા તેમના વાલીઓ નું નામ રોશન કરેલ છે. પ્રિસિઝન મેનેજમેન્ટ એકેડમી એ તે તમામ વિદ્યાર્થીઓ ને સિર્ટીફીકેટ ઓફ એપ્રિસિએશન આપી ને સન્માનિત કારિયા હતા, તથા તમામ વિદ્યાર્થીઓ ને સફરતા નો પાથ સમ્જાવીઓ હતો, સંશ્થા નું એક માત્ર ઉદ્દેશ એ છે કે પોરબંદર ના વિદ્યાર્થીઓ ને અમદાવાદ મુંબઈ પુણે જેવું ભણતર મળી રહે અને વિદ્યાર્થીઓ ખુબ આગળ વધે.
પ્રિસિઝન મેનેજમેન્ટ એકેડમી ના સિનિયર ફેકલ્ટી પ્રોફેસ્સર ઋષિકાબેન હાથી નું સન્માન સમારોહ
પોરબંદર ની નામાંકિત કોચિંગ ક્લાસ પ્રિસિઝન મેનેજમેન્ટ એકેડમી માં BBA , MBA CMAT IBPS MAT જેવા અનેક કોર્ષ નું તજજ્ઞો દ્વારા સંપૂર્ણ જ્ઞાન આપવામાં આવેછે, જેમાં પોરબંદર ના પ્રખ્યાત એવા મોટિવેશનલ સ્પીકર, કોર્પોરેટ ટ્રેનર, લાઈફ કોચ, લેખક અને પ્રોફેસર એવા Ms. ઋષિકા જે. હાથી ને હાલ ૮ માર્ચ ૨૦૨૧ ના વિશ્વ મહિલા દિવસ ના નિમિતે અંતરરાષ્ટ્રીય એવોર્ડ એનાયત કરવામાં આવેલું હતું. જે પોરબંદર માટે ગર્વ ની વાત છે. તેમના આ અચિવમેન્ટ ને બિરદારવા પ્રિસિઝન મેનેજમેન્ટ એકેડમી એ પ્રોફ. ઋષિકા જે હાથી નું સન્માન કરવામાં આવેલું હતું તથા તેમના માટે પ્રિસિઝન પરિવાર માં સન્માન સમારોહ નું આયોજન કરવામાં આવેલું હતું.
પોરબંદર ની નામાંકિત કોચિંગ ક્લાસ પ્રિસિઝન મેનેજમેન્ટ એકેડમી માં BBA , MBA CMAT IBPS MAT જેવા અનેક કોર્ષ નું તજજ્ઞો દ્વારા સંપૂર્ણ જ્ઞાન આપવામાં આવેછે, જેમાં વિદ્યાર્થીઓને ઇન્ડસ્ટ્રીઝ વિશે પ્રેક્ટિકલ જ્ઞાન મળે તે માટે પ્રિસિઝન મેનેજમેન્ટ એકેડમી દ્વારા BBA ના તમામ વિદ્યાર્થીઓ ને ટાટા કેમિકલ પ્લાન્ટ વિઝિટ કરાવાઈ. વિદ્યાર્થીઓ એ ખુબ જ આનંદ વ્યક્ત કારીઓ તથા તમામ વિદ્યાર્થીઓ એ સંપૂર્ણ જ્ઞાન મેળવ્યો, વિદ્યાર્થીઓ ને આમ જ પ્રેક્ટિકલ નોલેજ મળતું રહે તે માટે પ્રિસિઝન મેનેજમેન્ટ એકેડમી ના સતત પ્રયાશો ચાલુ જ રહે છે.