પોરબંદર ની પ્રિસિઝન મેનેજમેન્ટ એકેડમી માં BBA માં અભ્યાશ કરતા વિદ્યાર્થીઓ એ તા 30 સપ્ટેમ્બર 2021 ના રોજ બંધન બેન્ક ની મુલાકાત લીધી, જેમાં રોજ બરોજ ની ક્રિયાઓ માં બેન્કિંગ ને લાગતું જ્ઞાન હોવું જરૂરી છે, તે વિશે ની જાગૃતતા અને જ્ઞાન આપવા માટે વિદ્યાર્થીઓને ક્લાસ માં બેસી ને બેન્ક વિશે સમજાવવાને બદલે, બેન્ક પર જઈને બંધન બેન્ક ના મેનેજર શ્રી સમીરભાઈ મદલાણી દ્વારા સંપૂર્ણ જ્ઞાન આપવામાં આવ્યું. બેઝિક બેન્કિંગ નોલેજ જેમ કે બેન્ક માં વ્યાજ દર કેવી રીતે નકી કરાઈ છે, બેન્ક ના બેઝિક કર્યો શું હોઈ છે, બેન્ક માં પૈસા જમા કરવા માટે ની સ્લીપ માં શું માહિતી જરૂરી છે, ચેક શું છે, ઓનલાઇન બેન્કિંગ કેવી રીતે કાર્ય કરે છે, NEFT, IMPS, RTGS શું છે, જેવી તમામ માહિતીઓ વિસ્તાર પૂર્વક સમજવામાં આવી હતી. વિદ્યાર્થીઓ ને પ્રેક્ટિકલ નોલેજ મળી રહે તે માટે પ્રિસિઝન મેનેજેમેન્ટ એકેડમી દ્વારા અવાર નવાર નવા પ્રયાશો અને કાર્યક્રમો યોજવાઈ છે. જેથી વદ્યાર્થીઓ નું ભવિષ્ય ઉજ્જવળ અને સફળ બને તેવા બનતા પ્રયાશો સાથે એકેડમી ના સંચાલક શ્રી અમર પંડ્યા તથા શ્રી આકીબ હામદાણી હંમેશા આગળ રહે છે. સંસ્થા ના અધ્યાપકો શ્રીમતી ઋષિકા હાથી, શ્રીમતી અવની પરમાર, શ્રીમતી આરતી ચોટાઈ, શ્રીમતી હિનલ સોનઘેલા તથા શ્રી વિરલ ગૌશ્વમી પણ વ્યવહારુ જ્ઞાન આપી ને વિદ્યાર્થીઓ ને આગળ વધવામાં અને કારકિર્દી બનાવવા માં હંમેશા મદદરૂપ રહે છે.