જન્માષ્ટમી ઉત્સવ
તા. ૮ સપ્ટેમ્બર ૨૦૨૩
શુક્રવાર
આજ રોજ માથાસુલિયા પ્રા. શાળા ખાતે ધોરણ ૬ થી ૮ નાં બાળકો દ્વારા જન્માષ્ટમી ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ધોરણ ૬ થી ૮ માં વર્ગખંડ કક્ષાએ વકતૃત્વ સ્પર્ધા અને કાર્ડ સ્પર્ધા યોજવામાં આવી હતી. બાળકોએ ઉત્સાહભેર આ સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો. બાળકોએ શ્રી કૃષ્ણના જીવન સતાહે સંકળાયેલી વિવિધ બાબતો પોતાની સ્પીચમાં રજુ કરી હતી અને આ માટે તેમણે વાંચવું પણ પડેલું. આ સાથે જ બાળકોએ કૃષ્ણ ભગવાન સાથે જોડાયેલી તેમની ઉર્મીઓને સર્જનાત્મકતા દ્વારા કાર્ડ ઉપર ઉતારી હતી.
ધોરણ ૮ :
વકૃત્વ સ્પર્ધા વિજેતા :
૧) પ્રથમ ક્રમાંક : પરમાર ત્વિષા જીતેન્દ્રભાઈ
૨) દ્વિતીય ક્રમાંક : પારકર માનસી ડાહ્યાભાઈ
૩) તૃતીય ક્રમાંક : પરમાર મનિષા વિક્રમસિંહ
૩) તૃતીય ક્રમાંક : પરમાર ધર્મેન્દ્ર સુરેન્દ્રસિંહ
કાર્ડ સ્પર્ધા :
૧) પ્રથમ ક્રમાંક : પરમાર મનિષા વિક્રમસિંહ
૨) દ્વિતીય ક્રમાંક : પરમાર ત્વિષા જીતેન્દ્રભાઈ
૩) તૃતીય ક્રમાંક : પારકર માનસી ડાહ્યાભાઈ
વિજેતા બાળકોને શાળાના શિક્ષકોએ અભિનંદન પાઠવ્યા હતા.
સ્વયંશિક્ષક દિન
તા. ૫ સપ્ટેમ્બર ૨૦૨૩
મંગળવાર
આજ રોજ માથાસુલિયા પ્રા. શાળા ખાતે સ્વયંશિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીમાં બાળકોએ શિક્ષકની ભૂમિકા ભજવવા માટે ભારે ઉત્સાહ દર્શાવ્યો હતો. દરેક વર્ગમાં કુલ ૬ તાસનું આયોજન કરવામાં આવ્યું હતું. બાળકોએ વર્ગમાં પહોંચીને પધ્ધતિસર તાસ લીધા હતા. આજ રોજ આચાર્ય તરીકે પારકર માનસીબેન ડાહ્યાભાઈ, ઉપાચાર્ય તરીકે પરમાર વિનયની પસંદગી થઇ હતી. અમારા ખુબ વ્હાલા રાજુ, યુવરાજ, પરેશ અને રોહિતે સેવક તરીકે ભૂમિકા ભજવી હતી. શિક્ષકોનું મૂલ્યાંકન પણ નિયુક્ત આચાર્ય અને ઉપાચાર્ય દ્વારા કરવામાં આવ્યું હતું. તેમણે ૫૦ ગુણના મૂલ્યાંકન પત્રકમાં શિક્ષકોનું મૂલ્યાંકન કર્યું હતું. અને અંતે ત્રણ પત્રકોની એકન્દરી કરીને શિક્ષકોને ઇનામ અપાયા હતા.
શ્રેષ્ઠ શિક્ષક ઇનામ :
પ્રથમ : આર્યન જીતેન્દ્રસિંહ પરમાર અને વિશ્વરાજ વિજયસિંહ પરમાર
દ્વિતીય : ખુશી પ્રવીણસિંહ પરમાર અને બીજલ જીતેન્દ્રભાઈ પરમાર
તૃતીય : રુહિકા પરમાર અને મમતા વિજયસિંહ પરમાર
આ સાથે આચાર્ય તરીકે શ્રેષ્ઠ કાર્ય કરનાર માનસી ડાહ્યાભાઈ પારકરનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.
આ સાથે સેવક તરીકે સ્વૈચ્છિક ફરજ બજાવનાર ચારેય મિત્રોને ઇનામ આપીને સન્માનિત કર્યા હતા.
આ પ્રસંગે બાળકો માટે દાબેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ સમગ્ર કાર્યક્રમનું આયોજન શાળાના શિક્ષક શ્રી અમીષ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.
રક્ષાબંધન
રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિત્તે ધોરણ ૬ થી ૮ નાં બાળકોએ વિવિધ કાર્ડ તૈયાર કર્યા હતા. આ કાર્દ્સ્માં તેઓએ ભાઈ-બહેનના પ્રેમની વાતને ખુબ કલાત્મક રીતે રજુ કરી હતી.
બાળમેળો
તા. ૨૩ ઓગષ્ટ ૨૦૨૩
આજ રોજ માથાસુલિયા પ્રા. શાળા ખાતે બાળમેળો યોજાયો હતો. આ બાળમેળાનું આયોજન શાળાના શિક્ષિકા બેન શ્રી ગાયત્રીબેન પટેલના માર્ગદર્શનમાં બાળકોએ પોતે કર્યું હતું. બાળમેળામાં બાળકોએ વિવિધ સ્ટોલની રચના કરતી હતી અને પોતાની ટીમ બનાવી હતી. આ બાળમેળામાં 'કર લે મસ્તી.', 'નસીબ આજ્માકે', 'દેખ લે આપના ભવિષ્ય', 'આ કે ખેલ તો જરા', 'ટાયર પંચર', 'મહેંદી', 'પાણીપુરી', 'ભેળ', અને 'ચાણાચાટ' ના સ્ટોલ લગાવવામાં આવ્યા હતા. બાળકોએ સુંદર મજાના કાર્યક્રમો રજુ કર્યા હતા. આ સાથે જ પોતાના નસીબને અજમાવવા માટે પણ પડાપડી કરી હતી. સૌથી વધુ ધસારો પાણીપુરી માટે રહ્યો હતો. બાળકોએ ખુબ આનંદ સાથે આ બાલમેળાની ઉજાણી કરી હતી.
તા. ૧૫ ઓગષ્ટ ૨૦૨૩
આજ રોજ શાળાના શિક્ષક શ્રી અમીશભાઈ પટેલનો જન્મ દિવસ હોવાથી બાળકોએ આનંદથી તેને ઉજવ્યો હતો. સાથે કેક પણ કાપવામાં આવી હતી. આ પ્રસંગે સ્ટાફ મિત્રોએ શ્રી અમીશભાઈ પટેલને જન્મ દિવસની શુભકામનાઓ પાઠવી હતી.
તા. ૧૫ ઓગષ્ટ ૨૦૨૩
મંગળવાર
આજ રોજ માથાસુલીયા પ્રા. શાળા ખાતે ૭૭માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ગામના સરપંચશ્રી, આગેવાનો, ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. શાળાના આચાર્યશ્રી રાકેશભાઈ પટેલે આ પ્રસંગે ઉપસ્થિત સર્વેને શાળાની પ્રવૃત્તિઓનો અહેવાલ રજુ કર્યો હતો. સાથે જ અગામી સમયમાં શાળાને આગળ વિકસાવવાનો રોડમેપ રજુ કર્યો હતો.
તા. ૨૮ જુલાઈ ૨૦૨૩
આજ રોજ માથાસુલિયા પ્રાથમિક શાળાના બાળકોએ કલા ઉત્સવ - ૨૦૨૩ માં જૂથ કક્ષાએ ભાગ લીધેલ હતો. જેમાં રાયગઢ જૂથની અન્ય શાળાના બાળકો સાથે વાર્તા કથન, વાર્તા લેખન, કાવ્ય લેખન, ચિત્ર સ્પર્ધા, ગીત સ્પર્ધા અને વાદન સ્પર્ધા યોજાઈ હતી. જે અંતર્ગત શાળાના કુલ ૬ બાળકોએ ભાગ લીધેલ હતો. આ સ્પર્ધાઓમાં શાળાના નીકુલસિંહ મહેશસિંહ પરમાર, ધોરણ - ૭ વાદ્ય (ઢોલ વાદન)માં પ્રથમ ક્રમે વિજેતા થઈને શાળાનું ગૌરવ વધાર્યું છે. આ ઉપરાંત શાળાની પરમાર ત્વિષાબેન જીતેન્દ્રભાઈ અને પરમાર ગાયત્રીબેન પ્રહલાદસિંહ દ્વારા અનુક્રમે વાર્તા લેખન અને કાવ્ય લેખનમાં દ્વિતીય ક્રમે વિજેતા થઈને શાળાનું ગૌરવ વધાર્યું છે. વિજેતા તથા ભાગ લેનાર તમામ બાળકોને શાળા વતીથી અભિનંદન.
માથાસુલિયા પ્રા. શાળાના બાળકો સર્જનાત્મકતા ખીલવી શકે તે આશયથી Lead by Design અને Teach for India ની મદદથી આ શાળામાં Creative Learning Classroom Activities કરાવવામાં આવે છે. જે અંતર્ગત પ્રોજેક્ટ સ્વરૂપે ધોરણ ૮ ના બાળકોને આ પ્રવૃત્તિમાં સામેલ કરવામાં આવ્યા છે. આ અંતર્ગત દર સપ્તાહે એક કલાકની વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા તેમની સર્જનશક્તિને વિકસાવવાનો પ્રયત્ન કરવામાં આવશે.
તા. ૪ જુલાઈ ૨૦૨૩
મંગળવાર
આજ રોજ માથાસુલિયા પ્રા. શાળા ખાતે બદલી કેમ્પ દ્વારા એક નવી શિક્ષકની નિમણુંક થઇ છે. આનંદની વાત એ છે આ નવીન શિક્ષક આપણી શાળાના આચાર્યશ્રી રાકેશકુમાર પટેલના ધર્મપત્ની શ્રી મીનાબેન પટેલ છે. તેઓ પોતે ઉત્સાહી અને આનંદી સ્વાભાવના, બાળકો સાથે હળીમળીને કાર્ય કરનારા છે. તેમના આગમન સાથે શાળાની એક શિક્ષકની ઘટ પુરાઈ છે. જેના હકારાત્મક પરિણામો બાળકોના અભ્યાસમાં પણ જોવા મળશે.
તા. ૨૧ જૂન ૨૦૨૩
બુધવાર
આજ રોજ માથાસુલિયા પ્રા. શાળા ખાતે ભારતીય સંસ્કૃતિના પ્રતિક સમા યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ યોગ દિવસના કાર્યક્રમમાં ગામના સરપંચ શ્રી જગતસિંહ ભાથીસિંહ પરમાર, શાળાના શિક્ષકો તેમજ બાળકો જોડાયા હતા. આ યોગ દિવસ નિમિતે યોગાસન અને પ્રાણાયામનાં વિવિધ પ્રયોગો દ્વારા બાળકોએ યોગ સંસ્કૃતિનો પરચો મેળવ્યો હતો.
તા. ૧૩ જૂન ૨૦૨૩
મંગળવાર
આજ રોજ માથાસુલીયા પ્રા. શાળા અને જવાનગઢ પ્નોરા. શાળાનો વર્ષ ૨૦૨૩ નો સંયુક્ત શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ યોજાઈ ગયો. તેમાં મુખ્ય મહેમાન પદે આદરણીય શ્રી મનોજ કુમાર દાસ (IAS) દાસ સાહેબ, મુખ્ય સચિવ, બંદર અને વાહનવ્યવહાર, પંચાયત ઉપસ્થિત રહેવાના હતા પરંતુ અનિવાર્ય સંજોગોને કારણે તે ઉપસ્થિત રહી શક્યા નહોતા. તેમના સ્થાને આદરણીય શ્રી ટી.બી. ઠક્કર સાહેબ, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી, સાબરકાંઠા ઉપસ્થિત રહ્યા હતા. તેઓની સાથે શ્રી પિયુષસિંહ સિસોદિયા, તાલુકા વિકાસ અધિકારીશ્રી, હિંમતનગર ઉપસ્થિત રહેલા. આ સાથે જ તાલુકા સદસ્ય શ્રી ગોપાલસિંહ ઝાલા, સરપંચશ્રી જગતસિંહ ભાથીસિંહ પરમાર, પૂર્વ તાલુકા સદસ્ય શ્રી નાથુસિંહ પરમાર, ચેરમેન દૂધ મંડળી શ્રી ચિમનસિંહ પરમાર, સેક્રેટરી દૂધ મંડળી શ્રી ગોબરસિંહ પરમાર, SMC સભ્યો, વાલી મિત્રો, ગ્રામજનો, પૂર્વ વિદ્યાર્થીઓ તેમજ હાલના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહેલા. શાળાના આચાર્ય શ્રી રાકેશ પટેલે સ્વાગત પ્રવચન કરેલું. મહેમાનોએ બાળકોને આંગણવાડી અને બાલવાટિકામાં પ્રવેશ આપ્યો હતો. આ સાથે જ ગત વર્ષના તેજસ્વી તારલાઓનું સન્માન પણ કર્યું હતું. આ સાથે જ શાળાના બાળકો દ્વારા લિખિત પુસ્તક 'બાળસંસ્કાર' અને ધોરણ ૮ ના અંગ્રેજી ગ્રામરના પુસ્તકનું વિમોચન કર્યું હતું. આ ઉપરાંત તેમણે શાળાના સ્માર્ટ ક્લાસનું લોકાર્પણ પણ કર્યું હતું. સ્માર્ટ ક્લાસની તકનીકી વિશેષતાઓને જાણી હતી. ત્યાર બાદ વૃક્ષારોપણ કરીને SMC સાથે મીટીંગ કરી હતી. આ કાર્યક્રમની આભારવિધિ જવાનગઢ પ્રા. શાળાના આચાર્યશ્રી વિપુલભાઈ સુથારે કરી હતી.
બી.એડ. ની તાલીમાર્થી બહેનો દ્વારા શાળામાં વિવિધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળાના બાળકોએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો.
શાળાના બાળકો માટે વન ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળાની નજીક આવેલા મહાકાળી ધામ ખાતે બાળકો સાથે ભોજન અને ત્યાર બાદ રમતોનું આયોજન થયું હતું.
શાળામાં પ્રજાસત્તાક પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી.
બાળકોનો સૌથી પ્રિય તહેવાર ઉત્તરાયણની ઉજવણી કરવામાં આવી હતી.
શાળાના શિક્ષિકા બહેન શ્રી કાંતાબેન બબાભાઈ પટેલનો વયનિવૃત્તિ સન્માન સમારોહ જિલ્લા શિક્ષણ સમિતિનાં ચેરમેન શ્રી રમીલાબેન સુરેશચંદ્ર પટેલનાં અધ્યક્ષ સ્થાને યોજાઈ ગયો. જેમાં જિલા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી હર્ષદભાઈ ચૌધરી, જિલ્લા શિક્ષક સંઘના પ્રમુખ શ્રી ગિરીશભાઈ પટેલ, તાલુકા શિક્ષક સંઘના પ્રમુખ શ્રી વિનયભાઈ, ડાયટ ઇડરથી શ્રી અશ્વિનભાઈ અને શ્રી નારાયણભાઈ તેમજ અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
શાળામાં મા જગદંબાનું પાવન પર્વ નવરાત્રીની ઉજવણી કરવામાં આવી હતી. શાળાના બાળકોએ ભાતીગળ પોશાક સાથે આ ઉજવણીમાં ભાગ લીધો હતો.
સરકારશ્રી દ્વારા શાળાની બાલિકાઓને સ્વરક્ષણની તાલીમ આપવામાં આવી હતી.
માથાસુલીયા પ્રાથમિક શાળામાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શાળાના બાળકોએ શિક્ષકની ભૂમિકા ભજવીને ગૌરવ અનુભવ્યું હતું.
શાળામાં બાળકોના વિકાસ અને મનોરંજન માટે એક દિવસીય રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જુદા જુદા પ્રકારની રચનાત્મક રમતો રમાડવામાં આવી હતી.
શાળાના બાળકોને કોરોના મહામારીથી રક્ષણ મળે તે માટે રાજ્ય સરકારશ્રી દ્વારા બાળકોને વિનામૂલ્યે રસી આપવામાં આવી.
ધોરણ ૮ ના વિદાય પ્રસંગે અઠવાડિયા દરમિયાન જુદી જુદી પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી. જેમાં બાળકોએ ઉત્સાહ પૂર્વક જુદી જુદી સ્પર્ધાઓમાં ભાગ લઈને ઇનામો જીત્યા હતા.
માથાસુલીયા પ્રા. શાળા ખાતે વર્ષ ૨૦૨૨-૨૩ નો શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ યોજાઈ ગયો. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે વરિષ્ટ સનદી અધિકારી શ્રી ભીમજીયાની સાહેબ ઉપસ્થિત રહ્યા હતા. તેમના હસ્તે આંગણવાડી અને ધોરણ ૧ નાં બાળકોને શાળા પ્રવેશ આપવામાં આવ્યો હતો. આ સાથે જ ગત વર્ષમાં પ્રથમ ક્રમે ઉત્તીર્ણ થયેલા ધોરણ ૩ થી ૮ નાં બાળકોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.
૨૭ માર્ચ ૨૦૨૨
આજ રોજ માથાસુલિયા પ્રા. શાળાના ધોરણ ૮ નાં બાળકોએ સ્વયં આયોજિત કરેલા એકદિવસીય પર્યટનનો લાભ લીધો. આજ રોજ તેમણે ઇન્દ્રોડા પ્રાણી સંગ્રહાલય, મહાત્મા મંદિર, અક્ષરધામ મંદિર, ડી.માર્ટ, રેલ્વે સ્ટેશન વગેરેની મુલાકાત લીધી અને આનંદ અનુભવ્યો.
અહીં આપેલ પીડીએફમાં પુસ્તકાલયના પુસ્તકોની યાદી આપેલ છે. તે જોઇને ગમતા પુસ્તકો વાંચવા જોઈએ.
ધોરણ - ૧
ધોરણ - ૩
ધોરણ - ૫
ધોરણ - ૭
ધોરણ - ૨
ધોરણ - ૪
ધોરણ - ૬
ધોરણ - ૮
સ્વ. ઉષાબેન વેણાભાઈ પટેલ
મરણની હથેળીઓ થઈ જાય ભીની
તમને એક પળ પણ વિસારી શકું તો
આ શાળાની આંખોમાં એક સવાલ ટગર ટગર તાક્યા જરૂર કરે છે કે શું એ ક્યારેય પાછા નહિ ફરે? અને ત્યારે જ કાનના પરદાઓ પર આવીને અથડાય છે એમનો શબ્દ…. ‘એ….’ અને અમારાં મન બધી દિશાઓમાં દોડી લાગે છે એમને શોધવા…. પણ ક્યાંક એ ફૂલ બનીને તો નહી ખીલ્યા હોય ? કે પછી વહેતા પવનની સાથે એમણે કોઈ સંદેશો મોકલાવ્યો હશે? કે પછી સામે દેખાતા ડુંગરની ટોચે જઈને તો એમણે રાડ નહિ પાડી હોય? કે પછી ઝાકળ બનીને કોઈ પાંદડા પર બેઠેલા હશે? કે કોઈ તરણું બનીને ક્યાંક ઉગ્યા હશે? કે પછી કોઈ કબૂતરને રૂપે આવીને તો નહિ બેઠા હોય ? પણ ત્યાં તો સંભળાય છે….
હું ફરી પાછી જન્મીશ, ફૂલો
વૃક્ષ અને ઘાસ થઈને
માછલી અને હરણ, પંખી અને પતંગિયું
થઈને ફરી પાછી જન્મીશ.
તા. ૧૯/૧૨/૧૯
ગુરુવાર
તા. ૩૦/૦૪/૧૯
આજ રોજ માથાસુલીયા પ્રાથમિક શાળા ખાતે કાર્ડ મેકિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દરેક વિદ્યાર્થીઓએ સુંદર મજાના કાર્ડ્સ બનાવ્યા હતા. તેમાં નીચે મુજબના વિદ્યાર્થીઓએ પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યા છે.
ભાઈઓ - પરમાર હર્ષદસિંહ જગતસિંહ
ભાઈઓ - પરમાર રવિન્દ્રસિંહ બલદેવસિંહ
બહેનો - પરમાર મમતાબેન વિનોદસિંહ
બહેનો - પરમાર હિરલબેન અરવિંદસિંહ
પ્રથમ ક્રમાંક : પરમાર મમતાબેન જગતસિંહ - ( બટાકાવડા)
દ્વિતીય ક્રમાંક : મકવાણા હિરલબેન રણજીતસિંહ - (સમોસા)
તૃતીય ક્રમાંક : પરમાર યુવરાજસિંહ બાબુસિંહ - (માલપુઆ)