ADMISSION PORTAL
FIND HERE ALL INFORMATION RELATED TO ADMISSION PROCESS OF THE SCHOOL.
FIND HERE ALL INFORMATION RELATED TO ADMISSION PROCESS OF THE SCHOOL.
ધોરણ ૯ અને ધોરણ ૧૦ માં ઓફલાઈન પદ્ધતિથી એડમીશન મેળવવા માટે વિદ્યાર્થીઓએ નીચે મુજબ સ્ટેપને અનુસરવું:
સ્ટેપ-૧ : આપેલા ઓફ્લાઈન ફોર્મ માટેના બટન પર ક્લિક કરી ફોર્મ ડાઉનલોડ કરો.
સ્ટેપ-૨: ડાઉનલોડ કરેલ ફોર્મની પ્રિન્ટ કાઢીને એડમીશન ફોર્મમાં માંગેલ તમામ માહિતીને વિગતવાર વ્યવસ્થિત ભરો.
સ્ટેપ-૩: ભરેલ તમામ માહિતીને ફરી એક વાર ચેક કરી અને પછી નીચે સહી કરો.
સ્ટેપ-૪: શાળામાં આવીને ફોર્મ સાથે નીચે મુજબ ડોક્યુમેન્ટ્સ જમા કરાવો.
ફરજિયાત રીતે લાવવાના ડોક્યુમેન્ટ
* શાળા છોડયાનું પ્રમાણપત્ર/એલ.સી. (ઓરીજીનલ)
* ધોરણ 8 માર્કશીટ (ઝેરોક્ષ)
* આધારકાર્ડ (ઝેરોક્ષ)
* બે પાસપોર્ટ સાઇઝ ફોટો
જો હોય તો આ ડોક્યુંમેન્ટ્સ લાવવાના
* જાતિનો દાખલો (ઝેરોક્ષ)
* આવકનો દાખલો (ઝેરોક્ષ)
* બેંકની પાસબુક (ઝેરોક્ષ)
* ડોમીસાઈલ / વતનિનો દાખલો (ઝેરોક્ષ)
આમાંથી કોઈ ડોક્યુમેન્ટ ના હોય તો પણ આવીને ફોર્મ ભરી એડમિશન મેળવી લેવું. એડમિશન માટે શાળામાં સવારે 8 થી 11:30 વચ્ચે આવવું.
ખાસ સૂચના:
*જે બાળકનું એડમિશન લેવાનું છે તે ફરજિયાતપણે પોતાના વાલી સાથે હોવું જ જોઈએ.*
ધોરણ ૯ અને ધોરણ ૧૦ માં ઓનલાઈન એડમીશન મેળવવા માટે વિદ્યાર્થીઓએ નીચે મુજબ સ્ટેપને અનુસરવું:
સ્ટેપ-૧ : આપેલા બે ફોર્મના બટનમાંથી તમને જે ધોરણમાં એડમીશન જોતું હોય તે ધોરણના ફોર્મને ખોલો.
સ્ટેપ-૨: એડમીશન ફોર્મમાં માંગેલ તમામ માહિતીને વિગતવાર વ્યવસ્થિત ભરો.
સ્ટેપ-૩: ભરેલ તમામ માહિતીને ફરી એક વાર ચેક કરી અને પછી જ સબમિટ પર ક્લિક કરો.
સ્ટેપ-૪: શાળામાં આવીને નીચે મુજબ ડોક્યુમેન્ટ્સ જમા કરાવો.
ઓરીજીનલ એલ.સી.
ધોરણ ૮ માર્કશીટની ઝેરોક્ષ
આધાર કાર્ડની ઝેરોક્ષ
બેંક પાસબુકની ઝેરોક્ષ
જાતી/વતનીનો દાખલો
આવકના દાખલાની ઝેરોક્ષ
બે પાસપોર્ટ સાઈઝના ફોટો
નોંધ: ઓનલાઈન ફોર્મ ભરવાથી એડમીશન મળી જશે તેમ માનવું નહિ. શાળામાં જરૂરી ડોક્યુમેન્ટ્સ મળ્યા બાદ જ એડમીશન ફોર્મ સ્વીકાર્ય ગણાશે અન્યથા તેને રદ માનવામાં આવશે.