Gujarat Ecological Education and Research (GEER) Foundation
Ecological Education
State Level Eco Fair 2024-25
Glimpses of State Level Eco Fair 2023-24
સ્ટેટ લેવલ ઈકો ફેર 2023-24 ની ઝાંખી
State Level Eco Fair 2024-25
પર્યાવરણ શિક્ષણ કાર્યક્રમ અંતર્ગત સને 2024-25 માટે એન.જી.સી. ઈકો ક્લબ કેન્દ્રિત કાર્યક્રમોમાં ઈકો ક્બલને પ્રોત્સાહન આપવા તથા ઈકો ક્લબ દ્વારા થયેલ વિવિધ પ્રવૃત્તિઓ સમાજ સુધી પહોંચી શકે તે હેતુસર ‘ગીર’ ફાઉન્ડેશન દ્વારા ઈકો ફેર આગામી તા. 10 થી 12 જાન્યુઆરી 2025 દરમિયાન યોજવાનું આયોજન છે. જેમાં પસંદ કરેલ ઈકો ક્લબ ને પ્રદર્શનમાં ભાગ લેવા ઈકો ક્લબ પોતાની પ્રવૃત્તિઓ પ્રદર્શિત કરવા આમંત્રિત કરવામાં આવશે.
ઈકો ફેર માટે પ્રોજેક્ટ / કૃતિ / ઈનોવેટિવ પ્રવૃત્તિ વગેરે પ્રદર્શિત કરવા માટે પસંદગી માટે આપની શાળામાં થયેલ વિવિધ પ્રવૃત્તિઓ જેમ કે પર્યાવરણ લક્ષી પ્રોજેક્ટ / પર્યાવરણ લક્ષી મોડેલ કે કૃતિ / ઈનોવેટિવ પ્રવૃત્તિ / શ્રેષ્ઠ બેસ્ટ આઉટ ઓફ વેસ્ટ વગેરે જેવી પ્રદર્શિત કરી શકાય તેવી કૃતિઓની વિગતો ટુંકી વિગતો અને ફોટોગ્રાફ્સ સાથે PPT / Word File / PDF ફોર્મેટમાં તા. 31-12-2024 સુધીમાં મોકલી આપવી. અત્રેની કચેરીને મળેલ વિગતો પરથી આંતરિક સમિતિ દ્વારા પસંદગી પ્રક્રિયા કરવામાં આવશે અને પસંદ થયેલ શાળાને પ્રદર્શનમાં ભાગ લેવા માટે આમંત્રિત કરવામાં આવશે. પસંદગી પ્રક્રિયા માટે ‘ગીર’ ફાઉન્ડેશનનો નિર્ણય આખરી રહેશે અને સૌને બંધન કરતા રહેશે.
આ અંગે વધુ માહિતી માટે આપ નીચેના વ્યક્તિઓનો સંપર્ક કરી શકો છો.
સુશ્રી વૈશાલી પોપટ, આસિ. પ્રોગ્રામ કોર્ડિનેટર – 6359979305 (જિલ્લાઓ: ગાંધીનગર, મહેસાણા, પાટણ, કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી)
શ્રી ભાવેશ ત્રિવેદી, આસિ. પ્રોગ્રામ કોર્ડિનેટર - 7573020427 (જિલ્લાઓ: રાજકોટ, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર)
શ્રી મહંમદ પરમાર, આસિ. પ્રોગ્રામ કોર્ડિનેટર - 6359979307 (જિલ્લાઓ: અમદાવાદ, સુરેન્દ્રનગર, આણંદ, ખેડા, વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ, મહિસાગર)
શ્રી અશોક પાંભર, આસિ. પ્રોગ્રામ કોર્ડિનેટર – 6359979304 (જિલ્લાઓ: અમરેલી, ભાવનગર, બોટાદ, મોરબી, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ)