ભારત સરકારના પર્યાવરણ, વન અને જલવાયુ પરિવર્તન મંત્રાલય પ્રેરિત Environment Education Programme (EEP) અંતર્ગત સને 2025-26 માટે એન.જી.સી. ઈકો ક્લબ કેન્દ્રિત કાર્યક્રમોમાં ઈકો ક્બલને વધુ પ્રવૃત્તિસભર બનાવવા અને શાળાના બાળકોને પ્રવૃત્તિ સાથે જ્ઞાન આપી શકાય તેવા ઉદ્દેશથી એન.જી.સી. ઈકો ક્લબ ધરાવતી શાળાઓ શાળા કક્ષાએ નીચેના વિષયો પર તાલીમ કાર્યક્રમો યોજવામાટે પ્રોજેક્ટ આપવાનું આયોજન છે.
Save Energy
Save Water
Reduce Plastic Waste
Healthy Food Health Lifestyle
પ્રતિ વર્ષ 'ગીર' ફાઉન્ડેશન દ્વારા પ્રાકૃતિ શિક્ષણ શિબિરોનું આયોજન કરવામાં આવે છે. જેમાં વિદ્યાર્થીઓ પર્યાવરણના વિવિધ ઘટકો વિશે પ્રત્યેક્ષ જ્ઞાન મેળવે છે. સને 2025-26 માટે અંદાજે 70 જેટલી પ્રકૃતિ શિક્ષણ શિબિરો યોજવાનું આયોજન છે જેમાં કચેરી હસ્તકના હિંગોળગઢ વન્યજીવ અભયારણ્ય ખાતે 40 અને અરણ્ય ઉદ્યાન ખાતે 30 જેટલી પ્રકૃતિ શિક્ષણ શિબિર યોજવામાં આવનાર છે. જે શાળાઓએ ઓનજાઈન અરજીઓ કરેલ છે તે શાળાઓ અરજીપત્રક 'ગીર' ફાઉન્ડેશન કચેરીએ મોકલી આપે..