સરકારી વિનયન અને વિજ્ઞાન કૉલેજ હારીજ ખાતે જુન ૨૦૧૬થી મુખ્ય વિષય ગુજરાતીનું અધ્યાપન કાર્ય કરાવવામાં આવે છે. ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારની વિવિધ પરીક્ષાઓમાં ગુજરાતી સાહિત્ય અને વ્યાકરણને લગતા પ્રશ્નો પૂછાતા હોય છે એ દૃષ્ટિએ તેનું મહત્વ વધી જાય છે. આ વિભાગ દ્વારા કાવ્યપઠન સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, વકતૃત્વ સ્પર્ધા તેમજ સાહિત્યિક પ્રશ્નોત્તરી સ્પર્ધાઓનું આયોજન તેમજ માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવે છે.